Rajkot Video : ઉનાળા પૂર્વે જ પાણી માટે વલખાં, જૂના ઉપલેટા વિસ્તારમાં 11 દિવસથી પીવાનું પાણી ન આવતા હાલાકી

Rajkot Video : ઉનાળા પૂર્વે જ પાણી માટે વલખાં, જૂના ઉપલેટા વિસ્તારમાં 11 દિવસથી પીવાનું પાણી ન આવતા હાલાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 3:02 PM

રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી અને રસ્તા મામલે ચક્કાજામ કર્યા છે. જૂના ઉપલેટા રોડ ખાતે આવેલા રાધા નગરમાં પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો છે. જેમાં 50 જેટલી મહિલાઓએ નારેબાજી કરીને ચક્કાજામ કર્યો હતો. ધોરાજીના રાધા નગરમાં 11 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને હાલાંકીનો સામનો કરવો પડે છે. 

રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણી માટે વલખાં મારવાની નોબત આવી છે. રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી અને રસ્તા મામલે ચક્કાજામ કર્યા છે. જૂના ઉપલેટા રોડ ખાતે આવેલા રાધા નગરમાં પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો છે. જેમાં 50 જેટલી મહિલાઓએ નારેબાજી કરીને ચક્કાજામ કર્યો હતો.

ધોરાજીના રાધા નગરમાં 11 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને હાલાંકીનો સામનો કરવો પડે છે.  જેના પગલે મહિલાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. પાઇપલાઇનનું સમારકામ થઇ ગયુ છતાં પાણી ન મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમસ્યાના તાત્કાલિક ઉકેલની માગ કરવામાં આવી છે.  જો આ માગ પૂરી નહીં કરવામાં આવે તો  મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">