અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો

અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો

| Updated on: May 11, 2024 | 4:01 PM

રુપિયા 500 અને 1000ની જૂની અને ચલણમાંથી રદ કરવામાં આવેલ નોટના બંડલ અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયા છે. પંચમહાલના શહેરાનો શખ્શ બાઈક પર એક થેલીમાં ભરીને લુણાવાડાથી માલપુર તરફ આવવા દરમિયાન પોલીસે યુવકને ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી 13.39 લાખ રુપિયાની ચલણી નોટો મળી આવી હતી.

રુપિયા 500 અને 1000ની જૂની અને ચલણમાંથી રદ કરવામાં આવેલ નોટના બંડલ અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયા છે. પંચમહાલના શહેરાનો શખ્શ બાઈક પર એક થેલીમાં ભરીને લુણાવાડાથી માલપુર તરફ આવવા દરમિયાન પોલીસે યુવકને ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી 13.39 લાખ રુપિયાની ચલણી નોટો મળી આવી હતી. માલપુર પીએસઆઈ કેએચ બિહોલા અને તેમની ટીમ દ્વારા યુવકને ઝડપી લઈને રદ થયેલ ચલણી નોટોને ઝડપી લીધી હતી.

ચલણી નોટોના બંડલમાંથી 500 રુપિયાના દરની રદ થયેલ જૂની ચલણી નોટો 2292 નંગ અને 1000 રુપિયાની ચલણમાંથી રદ કરવામાં આવેલ 198 નોટ મળી આવી હતી. પોલીસે યુવક પાસેથી આ નોટો ક્યાંથી આવી અને કયાં લઈ જતો હતો એ અંગેની તપાસ શરુ કરી છે. પોલીસને યુવક જિગ્નેશ ભરતભાઈ પટેલ રહ પાલીખંડા તા. શહેરા જિ. પંચમહાલની પૂછપરછ કરતા હાલ તો માત્ર એક જ રટણ જારી રાખ્યું છે કે, નોટો તેની પોતાની છે અને તેને બદલવા માટેના પ્રયાસમાં બેંક મેનેજરનો સંપર્ક કરવા માટે જઈ રહ્યો હતો. જોકે પોલીસને તેની આ વાત ગળે ઉતરી રહી નથી. કારણ કે નોટ રદ થયા બાદ હવે સ્થાનિક મેનેજરની કોઈ ભૂમિકા રહી નથી.

તપાસ શરુ કરાઈ

પીએસઆઈ બિહોલાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, તેઓએ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરુ કરી છે. તે કોઈ એજન્ટના રુપમાં કામ કરવાનો પ્રયાસ કરતો હતો કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જે રીતે તે પોતાની નોટો હોવાનું ગણાવે છે, એ મુજબ તેની પાસે આવકના સ્ત્રોત કેવા છે એ પણ તપાસવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પોલીસને આશંકા છે કે, તે ચલણી નોટોમાં રહેલા તારને પણ કોઈ ઉપયોગમાં લેવા માટે પણ જુગાડ કરી રહ્યો છે. એ અંગે પણ તપાસ શરુ કરી છે. અથવા કોઈને છેતરવા માટે પણ આ બંડલનો ઉપયોગ કરી શકે છે. આ તમામ પાસાઓ અને દિશાઓ તરફે તપાસ તેજ કરવામાં આવી છે. હાલ તો પોલીસે રદ થયેલી નોટને જપ્ત કરીને યુવકની અટકાયત કરી છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 11, 2024 03:07 PM
g clip-path="url(#clip0_868_265)">