17 માર્ચે શ્રીનગરના દાલ લેક રોડ પર ફોર્મ્યુલા-4 કારનો આકર્ષક રેસ શો, એન્ટ્રી ફ્રી
શ્રીનગરની ખીણમાં પ્રથમ વખત ફોર્મ્યુલા-4 કાર રેસ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેમસ ફોર્મ્યુલા 4 કાર રેસ ડ્રાઈવરો આમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ 4 કલાક સુધી રમતપ્રેમીઓનું મનોરંજન કરશે. આ ઈવેન્ટ કાશ્મીર ટુરીઝમ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો છે.
જમ્મુ-કાશ્મીરમાં રમત-ગમત અને કલા અને સંસ્કૃતિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 17મી માર્ચે શ્રીનગરમાં પ્રથમ વખત ઈન્ડિયન રેસિંગ લીગ અને ફોર્મ્યુલા 4ની અનોખી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક લોકોને સાહસનો અનોખો નજારો જોવા મળશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કાશ્મીર ટુરીઝમ દ્વારા કરવામાં આવ્યું છે. ફોર્મ્યુલા 4ની આ અનોખી ઈવેન્ટ શ્રીનગરના દાલ લેક રોડ પર આયોજિત કરવામાં આવી રહી છે. રમતપ્રેમીઓને આ પ્રસંગના સાક્ષી બનવાની અનોખી તક મળશે. સ્પર્ધા સવારે 10 વાગ્યે શરૂ થશે અને 1.7 કિલોમીટરના રૂટ પર બપોરે 2 વાગ્યા સુધી ચાલશે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ફરી થયો ઈજાગ્રસ્ત? મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પનો વીડિયો થયો વાયરલ
રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Latest Videos