Lok Sabha Election 2024 Opinion Poll: PM મોદીના રાજ્યનો શું કહે છે ઓપિનિયન પોલ ? કોણ કેટલી સીટ પર મારશે બાજી
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા ભારતવર્ષે ગુજરાતની લોકસભાની ચૂંટણીને લઈ ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. 1.82 કરોડ યુવાનો પહેલીવાર ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. 97 કરોડ લોકો આ મતદાનના પર્વમાં ભાગ લેશે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલમાં ગુજરાતમાં ભાજપ બાજી મારતુ જોવા મળે છે, ટીવી9ના ઓપિનિયન પોલમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળતી જોવા મળી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે જ્યારે 4થી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
આ વર્ષે પણ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરી શકે છે
મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપને 75.46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 15.29 ટકા વોટ મળી શકે છે, ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ 2019ની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરી શકે છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, 4 જૂનના રોજ આવશે પરિણામ
Latest Videos