લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

|

May 11, 2024 | 11:07 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ઘોડા પર વરરાજા સવાર છે અને એ ઘોડો એવો ડાન્સ કરી રહી છે કે તેને જોઈને ત્યાં ઉભેલા જાનૈયાઓ પણ થોડીક્ષણો માટે દંગ રહી ગયા. આ વીડિયોને બે કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

Follow us on

દેશમાં અલગ અલગ રીતિરિવાજથી લગ્નો થાય છે. એવુ અનેકવાર બને છે લગ્નમાં કરાયેલો કોઈ ખાસ વ્યવસ્થા એ લગ્નને ખાસ અને યાદગાર બનાવી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક વરરાજા ઘોડા પર સવાર છે અને એ ઘોડાનો માલિક ડાન્સ કરી રહ્યો છે. આ માલિકને ડાન્સ કરતો જોઈ ઘોડો પણ તેને કોપી કરી તેના જેવા જ ડાન્સના સ્ટેપ કરે છે.

અહીં જુઓ વીડિયો

ઘોડા એ કોપી કર્યો માલિકનો ડાન્સ

વીડિયોમા આપ જોઈ શકો છો કે ચારે તરફ લોકો ઉભા છે. તેમની વચ્ચે વરરાજા ઘોડા પર બેસેલો છે અને ઘોડાનો માલિક કંઈક અલગ રીતે ડાન્સ કરે છે. જેને જોઈ ઘોડો પણ તેને કોપી કરે છે. માલિકના ઈશારે જે રીતે ઘોડાએ ડાન્સ કર્યો તેને જોઈ લોકો પણ દંગ રહી ગયા. નવાઈની વાત એ છે કે જ્યારે ઘોડો ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે વરરાજા પણ ઘોડા પર સવાર હતો. આ ઘોડાને આટલી સરસ રીતે ડાન્સ કરતો જોઈને જાનૈયાઓ પણ દંગ નવાઈ પામી ગયા.

આ વીડિયોને યારા ટેગ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને 2 કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે. તો 10 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયોને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને વિવિધ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સાધારણ પરિવારના બાળકોને આ સંસ્થાએ સ્ટેડિયમમાં IPLની મેચ નિહાળવાની આપી ટિકિટ, ખુશીથી ઝુમી ઉઠ્યુ બાળપણ- જુઓ તસવીરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:01 pm, Sat, 11 May 24

Next Article