US Student Visa: દર 5માંથી 1 ભારતીયને મળે છે સ્ટુડન્ટ વિઝા, શા માટે ભારતીય વિદ્યાર્થીઓમાં છે અમેરિકામાં ભણવાનો ક્રેઝ?

US Student Visa: દર 5માંથી 1 ભારતીયને મળે છે સ્ટુડન્ટ વિઝા, શા માટે ભારતીય વિદ્યાર્થીઓમાં છે અમેરિકામાં ભણવાનો ક્રેઝ?

Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jun 10, 2023 | 7:36 PM

અમેરિકા જતા ભારતીયોને હાલમાં વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે છે, જેને ઘટાડવા માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ ભારતમાં નવા અમેરિકી રાજદૂતની નિમણૂક બાદ વિઝા આપવાની કામગીરીમાં તેજી આવી છે.

US Student Visa: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બનવું તેના પોતાના પડકારો સાથે આવે છે, પરંતુ આ અનુભવો જીવનનો અભિન્ન ભાગ છે અને વિકાસ અને શીખવાની તક છે. આ પડકારોનો સ્વીકાર કરવો અને તેમના દ્વારા સતત પ્રયત્ન કરવો એ છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકેની મુસાફરીને વધુ લાભદાયી બનાવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અમેરીકા જવા માટે સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે અને એટલે જ ભારતીય વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન આપવા US Consulate તરફથી ભારતના જુદા-જુદા શહેરોમાં તેમના કેન્દ્રમાં Student visa day ઉજવણી કરવામાં આવે છે.

અમેરિકા જતા ભારતીયોને હાલમાં વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે છે, જેને ઘટાડવા માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ ભારતમાં નવા અમેરિકી રાજદૂતની નિમણૂક બાદ વિઝા આપવાની કામગીરીમાં તેજી આવી છે. યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ બુધવારે જણાવ્યું હતું કે 2022માં જાહેર કરાયેલા દર પાંચ યુએસ સ્ટુડન્ટ વિઝામાંથી એક ભારતનો હતો, જે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ હતો.

યુએસ એમ્બેસીએ 7મી જૂનના રોજ સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ મિશનમાં હાજર અધિકારીઓએ લગભગ 3500 ભારતીય વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લીધા. આ પ્રસંગે ભારતમાં અમેરિકાના chief counsel officer John Ballard એ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓને પહેલા કરતા વધુ student visa અપાયા છે. વિશ્વના અન્ય દેશો કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) યુનાઇટેડ સ્ટેટ્સમાં (USA) આવે છે. 2022માં જાહેર કરાયેલા દર પાંચ યુએસ સ્ટુડન્ટ વિઝામાંથી એક ભારતનો હતો.

અમેરિકામાં ભણવાનો ક્રેઝ કેમ?

ભારતીયો માત્ર અમેરિકામાં ભણ્યા જ નથી, પરંતુ દાયકાઓથી અહીં શ્રેષ્ઠતા મેળવી છે. અમેરિકામાં 4000થી પણ વધુ universities અને શિક્ષણ સંસ્થાઓ છે. જેમાં દરેક અલગ-અલગ ફિલ્ડના કોર્સેસ ઓફર કરે છે. ભારતમાં અમેરિકાના chief counsel officer John Ballardનું કહેવું છે કે અમેરિકન શિક્ષણ વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ અને જ્ઞાનના વૈશ્વિક નેટવર્કને ઍક્સેસ કરવાની તક પૂરી પાડે છે અને એટલે જ વિશ્વભરમાં વિદ્યાર્થીઓમાં higher studies માટે અમેરિકા જવાનો એક અનોખો ઉત્સાહ હોય છે અને એમનું સપનું સાકાર થાય એ માટે તેઓ એક વર્ષ પહેલાથી જ તૈયારી કરવાની શરુ કરી દે છે.

John Ballardએ કહ્યું કે તેઓ આ વર્ષે વિદ્યાર્થીઓ માટે પહેલા કરતા વધુ વિઝા એપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવશે. આગામી સપ્તાહોમાં અમે જુલાઈ અને ઓગસ્ટ માટે હજારો સ્ટુડન્ટ વિઝા એપોઈન્ટમેન્ટ્સ બહાર પાડીશું. દૂતાવાસના ડેટા અનુસાર ગયા વર્ષે, ભારતમાં યુએસ મિશનએ 1,25,000 કરતાં વધુ વિદ્યાર્થી વિઝા ઈશ્યુ કર્યા હતા, જે રેકોર્ડ સંખ્યા અને અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે. જે અમેરિકામાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓના 20 ટકા છે.

Published on: Jun 10, 2023 07:35 PM
g clip-path="url(#clip0_868_265)">