આવનારા દિવસો પડકારજનક, કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ને લઇને WHOની ચેતવણી

આવનારા દિવસો પડકારજનક, કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ને લઇને WHOની ચેતવણી

| Updated on: Dec 25, 2023 | 6:52 PM

WHOએ જણાવ્યા અનુસાર, ઠંડીની સિઝનમાં નવા વેરિઅન્ટના કેસમાં વધારો થઇ શકે છે. તો આવનારા તહેવારોના દિવસો પડકાર બની શકે છે. WHOએ કહ્યું છે, કે નવો વેરિઅન્ટ ઓછો ઘાતક છે, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ સતર્કતા જરૂરી છે.

શિયાળો આવતાની સાથે જ કોરોના ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ભારતમાં પણ થોડા દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોવિડ-19નો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે. ત્યારે કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ને લઇને WHOએ ચેતવણી આપી છે.

WHOએ જણાવ્યા અનુસાર, ઠંડીની સિઝનમાં નવા વેરિઅન્ટના કેસમાં વધારો થઇ શકે છે. તો આવનારા તહેવારોના દિવસો પડકારજનક બની શકે છે. WHOએ કહ્યું છે, કે નવો વેરિઅન્ટ ઓછો ઘાતક છે, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ સતર્કતા જરૂરી છે. લોકોએ શ્વસન સંબંધી વધી રહેલી બીમારીઓનો ઇલાજ કરાવવો જોઇએ.

આ પણ વાંચો દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

g clip-path="url(#clip0_868_265)">