હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે.
Weather Forecast: Major parts to witness heavy rains as pre-monsoon activity begins in #Gujarat#Weather #TV9News pic.twitter.com/oIdbw9WoeB
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2024
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
15મેએ જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આગાહી કરવામાં આવી છે.
16મેએ ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ડાંગ સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ભરુચ, બોટાદ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમેરલી, આણંદ, જુનાગઢ, ખેડા, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરત સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.બીજી તરફ ડાંગ, જામનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
Published On - 9:57 am, Mon, 13 May 24