આતુરતાનો અંત ! મહિન્દ્રાએ લોન્ચ કરી શાનદાર SUV, કિંમત છે માત્ર 7.49 લાખ

આ SUVનું એન્જિન સેટઅપ XUV300 જેવું છે. ભારતીય બજારમાં તેની સ્પર્ધા Hyundai Venue, Kia Sonet અને Maruti Suzuki Brezza જેવી કાર સાથે થશે. કંપનીનો દાવો છે કે આ SUV મેન્યુઅલ મોડમાં 18.89 kmpl અને ઓટોમેટિક મોડમાં 20.1kmpl ની માઈલેજ આપશે. તે માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આતુરતાનો અંત ! મહિન્દ્રાએ લોન્ચ કરી શાનદાર SUV, કિંમત છે માત્ર 7.49 લાખ
Mahindra XUV 3XO
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 12:50 PM

દેશની અગ્રણી SUV વાહન ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV Mahindra XUV 3XOને ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરી છે. ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ ગાડીને XUV 300 ના અપડેટેડ વર્ઝનમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં શાનદાર ફીચર્સ અને તકનીકોનો સમાવેશ કર્યો છે.

Mahindra XUV 3XOની કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ટોપ મોડલની કિંમત 13.99 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આ SUV ચાર વેરિઅન્ટ ઓપ્શન MX, AX, AX5 અને AX7માં ખરીદી શકાય છે. આ SUVનું એન્જિન સેટઅપ XUV300 જેવું છે.

ભારતીય બજારમાં તેની સ્પર્ધા Hyundai Venue, Kia Sonet અને Maruti Suzuki Brezza જેવી કાર સાથે થશે. કંપનીનો દાવો છે કે આ SUV મેન્યુઅલ મોડમાં 18.89 kmpl અને ઓટોમેટિક મોડમાં 20.1kmpl ની માઈલેજ આપશે. તે માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

Mahindra XUV 3XOના ફીચર્સ

આ નવી મહિન્દ્રા SUVમાં Mahindra XUV400 Pro EV જેવું જ ઈન્ટેરિયર લેઆઉટ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સેગમેન્ટની પહેલી કાર છે જે પેનોરેમિક સનરૂફ સાથે આવી રહી છે. તેમાં 10.25-ઇંચ ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-સ્પીકર હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર્ડ ડ્રાઇવર સીટ, આગળ વેન્ટિલેટેડ સીટો, પાછળના ભાગમાં એસી વેન્ટ્સ અને એમ્બિયન્ટ સાઉન્ડ જેવી સુવિધાઓ છે.

Mahindra XUV 3XOની સેફ્ટી

XUV 3XOમાં લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય કારમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, 360 ડિગ્રી કેમેરા, હિલ-હોલ્ડ આસિસ્ટ, વ્હીકલ ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, બ્રેક ડિસ્ક વાઇપિંગ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

મહિન્દ્રા XUV 3XO એન્જિન

આ કારમાં ત્રણ એન્જિનનો વિકલ્પ છે. તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110 bhpનો પાવર જનરેટ કરે છે. બીજું 1.2 લિટર ડાયરેક્ટ-ઇન્જેક્ટ ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 131 bhpનો પાવર જનરેટ કરે છે. ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે જે 117 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે. આ સાથે 3 ડ્રાઇવિંગ મોડ Zip, Zap અને Zoom છે.

આ પણ વાંચો ખરીદવી છે TATA ની કાર તો પૈસા રાખો તૈયાર, આવી રહી છે 3 નવી SUV

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">