જો જો, ખોટા સમયે ન ખરીદતા સેકન્ડ હેન્ડ કાર, નહીંતર થશે નુકશાન, જાણો ક્યારે ખરીદવી જોઈએ ?
જ્યારે કોઈ ઓટો કંપની નવી કાર લોન્ચ કરે છે, ત્યારે તે નવા મોડલના ટેસ્ટ ડ્રાઈવિંગ માટે મોટા ડીલરોને મોકલવામાં આવે છે. આ સાથે વર્ષના અંતમાં છેલ્લા વર્ષમાં ઉત્પાદિત વાહનો પર વધુ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીશું કે કયા સમયે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાથી ફાયદો થશે.
પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદતા પહેલા તમારે થોડું રિસર્ચ કરવું જોઈએ, કારણ કે આ રિસર્ચના કારણે તમે 2, 3 કે 6 મહિના જૂની અને 500થી 1000 કિમી જ ફરેલી કારને અડધી કિંમતે ખરીદી શકો છો. આ માટે તમારે માત્ર રિસર્ચ કરવાનું છે. હવે તમારો પ્રશ્ન હશે કે આ રિસર્ચ કેવી રીતે કરવું, જો તમે તેના વિશે નથી જાણતા તો અમે તમને આજે જણાવીશું.
જ્યારે કોઈ ઓટો કંપની નવું વાહન લોન્ચ કરે છે, ત્યારે તે નવા મોડલના ટેસ્ટ ડ્રાઈવિંગ માટે મોટા ડીલરોને આપવામાં આવે છે. આ સાથે વર્ષના અંતમાં છેલ્લા વર્ષમાં ઉત્પાદિત વાહનો પર વધુ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. ત્યારે એ જાણી લઈએ કે કેવી રીતે તમે રિસર્ચ કરીને આ ગાડીને સેકન્ડ હેન્ડ ગાડીની કિંમતમાં ખરીદી શકો છો.
તમારા નજીકના ડીલરનો સંપર્ક કરો
જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે નજીકની કાર કંપનીઓના ડીલરોનો સંપર્ક કરવો જ જોઈએ. કારણ કે એવું બની શકે છે કે તમે ટેસ્ટ ડ્રાઈવ માટેની કાર તમારા નજીકના કોઈપણ ડીલર પાસેથી સસ્તા ભાવે મેળવી શકો છો. ટેસ્ટ ડ્રાઈવ માટેની કારમાં કોઈ ખરાબી હોતી નથી, તે ફક્ત નવા વાહન ખરીદનારા લોકોને ટેસ્ટ ડ્રાઈવ માટે આપવામાં આવે છે અને આ વાહનો 6 મહિનાથી 1 વર્ષ જૂના હોઈ શકે છે. જે તમને અડધી કિંમતે મળી શકે છે.
વર્ષના અંતમાં મળે છે સસ્તી કાર
વર્ષ પૂરું થતાંની સાથે જ કાર કંપનીઓ તેમના વાહનો પર વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરે છે. આ ડિસ્કાઉન્ટ એટલા માટે આપવામાં આવે છે કારણ કે 31મી ડિસેમ્બર પસાર થતાની સાથે જ આ કાર એક વર્ષ જૂની થઈ જાય છે. જેના કારણે કાર કંપનીઓ આ સ્ટોકને વહેલી તકે ક્લિયર કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
તહેવારોની સિઝનનો લાભ લો
જો તમે હોળી કે દિવાળીની આસપાસ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમને કેશબેકની સાથે લોયલ્ટી બોનસ અને એક્સચેન્જ ઓફરનો લાભ મળી શકે છે. આ માટે તમારે માત્ર અલગ-અલગ કંપનીઓની ઓફર્સની સરખામણી કરવી પડશે. જે પછી તમે સસ્તી કિંમતે તમારા ઘરે નવી કાર લાવી શકો છો.
આ પણ વાંચો ખરીદવી છે TATA ની કાર તો પૈસા રાખો તૈયાર, આવી રહી છે 3 નવી SUV