ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર નીતિને પ્રોત્સાહન આપી આગામી 4 વર્ષોમાં ભારતની જીડીપી 5 ટ્રિલિયન ડોલરને સ્પર્શે તેવા અનુમાન લગાવવા મજબુર કર્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2027 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવા સંકેત નજરે પડી રહ્યા છે.

ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 8:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર નીતિને પ્રોત્સાહન આપી વેપાર જગતના ભારતની જીડીપી 5 ટ્રિલિયન ડોલરને સ્પર્શે તેવા અનુમાન લગાવવા મજબુર કર્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2027 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવા સંકેત નજરે પડી રહ્યા છે. એક તરફ દેશના ઉદ્યોગોના વિકાસની હરણફાળના સ્વપ્નો જોવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ચાલબાઝ ચીન ભારતીયઅર્થતંત્રને પાયમાલ કરવાના કાવતરા ઘડી રહ્યું છે.

 ચાલબાઝ ચીન ભારતીય અર્થતંત્રને પાયમાલ કરવાના કાવતરા ઘડી રહ્યું છે

દેશના અને ખાસ કરીને  ગુજરાતના સેંકડો ઉદ્યોગ માંદા પડ્યા છે અથવા ઠપ્પ થવાના આરે પહોંચ્યા છે. માત્ર ઉદ્યોગકારજ નહીં પણ સમગ્ર કેમિકલ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા હજારો લોકો અને તેમના લાખો પરિવારજનો માથે આફતના કાળાડિબાંગ વાદળ નજરે પડી રહ્યા છે.

ગુજરાતના દક્ષિણ હિસ્સામાં આવેલો ભરૂચ જિલ્લો દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે. આ જિલ્લો ગોલ્ડન કોરિડોરનો પણ ભાગ છે જેમાં અમદાવાદથી વાપી સુધી 5000 કરતા  વધુ કેમીકલઉદ્યોગ આવેલા છે. ગુજરાતના ઉદ્યોગોમાં ફાર્માસ્યુટિકલ્સ , એગ્રોકેમ , પીગ્મેન્ટ અને ફાઈન કેમિકલ મેન્યુફેક્ચરર્સની સંખ્યા 3500 થી 4000 આસપાસ હોવાનું માનવામાં આવે છે. ગોલ્ડન કોરિડોરના ઉદ્યોગોનું 50 ટકા કરતા વધુ  ઉત્પાદન નિકાસ કરવામાં આવે છે જેની ગ્લોબલ માર્કેટમાં ચીન સાથે સીધી સ્પર્ધા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ચીને ભારતના કેમિકલ ઉદ્યોગો સામે ટ્રેડ વોર શરૂ કરી

ચીન ઓછી ગુણવત્તા પણ સસ્તા ઉત્પાદન માટે જાણીતું છે. આ હથકંડો આપનાવી ચાલબાઝ ચીન ભારતીય કેમિકલ ઉદ્યોગો સામે હવે ટ્રેડ વોર શરૂ કરી છે. બોર્ડર પર ઘુષણખોરી અને  હુમલાના કાવતરા કરી ભારતને માત આપવામાં સફળ ન રહેલું ચીન હવે ટ્રેડ વોર શરૂ કરી ચૂક્યું છે જેની ભારતના ઉદ્યોગો પર ગંભીર અસર પડી રહી છે. ભારતના કેમિકલ ઉદ્યોગ એ હદે પ્રભાવિત થયા છે કે અહીં ઉત્પાદિત રસાયણ ક્યાં વેચવું? એ મોટી સમસ્યા  ઉભી થઇ છે.

ભારતમાં ચીનમાંથી રો મટીરીયલ આવે છે તે પ્રકારે ભારત પણ ચીનમાં નિકાસ કરે છે. ભારત સરકાર હજુ ચીનના ઉત્પાદનોને અટકાવવા મેક ઈન ઇન્ડિયા જેવા કેમપેઇન સુધી માર્યાદિત છે પણ કોઈ સ્ટ્રેટેજીકલ પગલાં હજુ મજબૂતી સાથે સામે આવ્યા નથી પણ સામે ચીને એવા ગતકડાં શરુ કર્યા છે કે ભારતીય ઉદ્યોગોના રો મટીરિયલની કિંમત કરતા ચીનનો ઇન્ડિયામાં ડોર સ્ટેપ ઈમ્પોર્ટ રેટ સસ્તો પડે છે. આ સ્થિતિએ ભારતીય ઉદ્યોગે ઉત્પાદન બંધ કરવા અથવા પ્રોડક્ટ બદલવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. કેમિકલ ઉદ્યોગમાં ટ્રેડ વોરમાં ભારતના ઉદ્યોગોએ હથિયાર હેઠા મુક્યા હોય એવા એક બે નહિ પણ મોટી સંખ્યામાં કિસ્સાઓ બની ચુક્યા છે.

કરોડોનું આંધણ કરી ઉભા કરેલા પ્લાન્ટ કટાઈ રહ્યા છે

ઉદ્યોગકાર કરોડો રૂપિયાના આંધણ સાથે પ્લાન્ટ ઉભા કરી મોટા ખર્ચના આધારે રિસર્ચ કરી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરે છે. આ માટે મોટું દેવું અને લોન લેવામાં આવે છે. ઉત્પાદન શરૂઆતના તબક્કામાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ હાંસલ ન કરી શકે ત્યારે ફડચામાં જવા સુધી નોબત આવે છે. ઉદ્યોગ માંદા પડે છે અથવા તેના પ્રારંભિક તબક્કામાંજ ઠપ્પ થવાના ભણકારા વાગી જાય છે.

પ્રોડ્કટની ગુણવત્તા અને મોનોપોલીના મામલે ભારતીય ઉદ્યોગો પણ વિશ્વમાં પાછળ પડે તેમ નથી. લાંબા રિસર્ચ અને ટેક્નોલોજીના વિકાસ દ્વારા ભારતની એપેક્સ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ એક ઇન્ટરમિડિયેટ્સ પ્રોડક્ટ વિકસાવી છે. આ પ્રોડક્ટ વૌશ્વિક બજારમાં દબદબો ધરાવતી હતી. ચીનના મોટાભાગના ફાર્મા ઉદ્યોગ આ ઇન્ટરમિડિયેટને રો મટીરીયલ તરીકે ઉપયોગ કરતા હોય છે જે ભારતમાંથી ઈમ્પોર્ટ કરતા હતા. આ પ્રોડક્ટ ચીનમાં સ્થાનિક સ્તરે પણ બને છે પણ તેની કિંમત ઊંચી અને ગુણવત્તા થોડી નબળી છે.

એપેક્સ ફાર્માના ડિરેક્ટર રમેશ ગબાણીએ  tv9 ને જણાવ્યું હતું કે ચીને ભારતીય ઉદ્યોગ ચીનમાં કમાણી ન કરે તે માટે 100 રૂપિયાની પ્રોડકટ પર 80 રૂપિયા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દીધી છે. હવે ભારતની શ્રેષ્ઠ પ્રોડક્ટ ભાવના કારણે ચીનના બજારમાંથી બહાર થઇ ગઈ હતી. ચીનના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના કારણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી પહેલા 100 રૂપિયાની મળતી પ્રોડક્ટ સ્થાનિક સ્તરે  130 રૂપિયામાં મળતી હોવા છતાં ચીનથીજ ખરીદવી વધુ લાભદાયક બનાવી દેવાઈ અને ભારતીયની સ્થિતિ ગ્લોબલ માર્કેટમાં દયનિય બનાવી દેવાઈ છે.

ભારત સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાંખે : ઉદ્યોગકારોની માંગ

કેમિકલ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાત વાલમજી દેસાઈએ ખાસ વાતચીતમાં tv9 ને જણાવ્યું હતું કે ચાલબાઝ ચીન બલ્ક પ્રોડક્શન,  મોટો ગવર્મેંટ સ્ટેક ધરાવતી વધુ કંપનીઓને લાભ આપી,  એન્વાયરમેન્ટ રુલમાં નરમાશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ આપી ભારત કરતા ઘણું સસ્તું બનાવી દે છે. ભારતના ઉદ્યોગ જે કિંમતે રો મટીરીયલ ખરીદે છે તેના કરતા પણ સસ્તું ચીનનું પ્રોસેસ ગુડ્સ ભારતીય ઉદ્યોગોને મોટી પછડાટ આપે છે.

દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરમાં 700થી વધુ કેમિકલ ઉદ્યોગ આવેલા છે. કેમિકલ મેન્યુફેક્ચરર પ્રવીણ તેરૈયા અનુસાર ભારતીય ઉદ્યોગો પાસે ઘણું ટેલેન્ટ છે. ચીન પ્રોડક્ટ કોપી કરવામાં અને સસ્તું વેચવા જાણીતું છે. સમસ્યા એ ઉભી થઇ છે એક સમયે ભારતમાંથી ચીનમાં નિકાસ થતા રસાયણ આજે ભારતમાં ચીનમાંથી આયત કરવા મજબુર છે. જો ભારત સરકાર પણ ચીનના  રસાયણ સામે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી વળતો જવાબ આપે તો ટ્રેડ વોરમાં ભારત મજબૂત ફાઇટ આપી શકે તેમ છે.

ભારતના રો મટીરીયલ કરતા ચીનનું પ્રોસેસ મટીરીયલ સસ્તું

આજે હાલત એ બન્યા છે કે ભારતના ઉત્પાદન ના રો મટીરીયલ કરતા ચીનનું પ્રોસેસ મટીરીયલ સસ્તું છે માટે ભારતના ઉદ્યોગો સ્થાનિક ઉદ્યોગો પાસે ખરીદી છોડી ચીનથી ઈમ્પોર્ટ પર ભાર મૂકે છે. આ બાબતનો ચીનને સીધો લાભ મળે છે અને ચીનની આવક વધી રહી છે અને ત્યાંનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. ભારતીય ઉદ્યોગો માટે સરકારે વહેલી તકે મજબૂત પગલાં ભરવા જોઈએ અન્યથા  ઘણા ઉદ્યોગોના દરવાજે ખંભાતી તાળા દેખાય તો નવાઈ નહીં…

પ્રોલાઈફ ગ્રુપના ડિરેક્ટર યોગેશ પારીકના જણાવ્યા અનુસાર ચીન એક કૂટનીતિક ચાલ રમી રહ્યું છે. હાલમાં ભારતમાં ઉત્પાદન થતી અને વૈશ્વિક બજારમાં દબદબો ધરાવતી પ્રોડક્ટ તરફ ચીને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પ્રોડક્ટ માટે વિશ્વના ઘણા દેશો ભારત પર નિર્ભર છે. ચીન ભારતમાંથી આયાત થતા ઉત્પાદન પર ઈમ્પોર્ટ ડ્યુટી લાદવા ઉપરાંત  બલ્ક પ્રોડક્શનનો બેવડો લાભ ઉઠાવે છે. ચીન અન્ય ઉત્પાદન જે નફો કરતા હોય છે તેના નફામાં ઘડો કરી તે રકમ દ્વારા ભારતમાં ઉત્પાદિત કેમિકલના  સબસીડી આપે છે. આ કારણે ભારતની ઉત્પાદનની  સામે ચીનનું ઉત્પાદન સસ્તું થઇ જાય છે. ભારતમાં ઘરમાં પડતી કેમિકલની ઉત્પાદનની કિંમત કરતા ચીનના કેમિકલ બજારમાં સસ્તા મુકવામાં આવતા ભારતીય ઉદ્યોગ પ્રોડક્ટ બંધ કરી દે છે અથવા થોડો સમય સ્પર્ધા કરી પરાજય માની લે છે. બજારમાં સ્પર્ધકો ન રહેતા ચીન મોનોપોલી ઉભી કરી હવે આ ઉત્પાદન મનફાવે તેવા ઉંચા ભાવમાં વેચી બમ્પર નફો કમાય છે.

ભારતીય ઉદ્યોગો સમસ્યા ઉપરાંત પર્યાવરણના કડક નિયમોનો સામનો કરે છે. નજીવી પર્યવારીય નિયમોના પાલનની ભૂલ સામે ક્લોઝર ફટકારાય છે આ કારણે ઉદ્યોગ ઠપ્પ થવાનો સતત ભય રહે છે. અંકલેશ્વર – પાનોલી અને ઝઘડિયા ઘણા પ્રતિબંધોનો સામનો કરે છે જે પડકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવું કોઈ રમત નથી.

કેમિકલ ઉદ્યોગ પર નભતા લોકો બેરોજગાર બનાવનો ભય

માત્ર કેમિકલ ઉદ્યોગ જ નહિ પણ તેની ઉપર નભતા ટ્રાન્સપોર્ટ , લેબર , મેન્ટેનન્સ , સપ્લાયલર્સ અને ટેક્નિકલ સંબંધિત અનેક સેક્ટર પ્રભાવિત થઇ રહ્યા છે. સમસ્યા હલ ન થાય તો મોટી સંખ્યામાં લોકો સાગમટે બેકાર બનવાનો ભય પણ નકારી શકાય તેમ નથી.

ભારતમાંથી ફાર્માસ્યુટીકલ્સ અને એગ્રોકેમીકલ સૌથી વધુ ખાડી દેશ, યુરોપ અને અમેરિકામાં નિકાસ થાય છે. વૈશ્વિક બજારમાં બાયર્સને દેશની સહાનુભૂતિ નહિ સારી ગુણવત્તા નીચા દામમાં જોઈતી હોય છે ત્યારે સંવેદના ખાસ કામ આવતી નથી. ડોલર સામે નબળા પડતા રૂપિયાના કારણે પણ ગ્લોબલ માર્કેટમાં ટ્રેડ પર અસર પડતી હોય છે ત્યારે ભારતીય ઉદ્યોગો માટે સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાડવા અને નિયમોમાં હળવાશ જેવા પગલાંઓ ભારે તેવી ઉદ્યોગકાર માંગ કરી રહ્યા છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">