શેરબજારમાં આજે હાહાકાર, સેન્સેક્સ 1000 નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
ઈન્ડિયા વિક્સ, શેરબજારમાં વધઘટનું માપન કરતું બેરોમીટર, 6.56 ટકાની એક વર્ષની ઊંચી સપાટી સાથે 18.20ના સ્તરે બંધ થયું છે, જે બજારમાં અસ્થિરતા દર્શાવે છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી ભારતીય શેરબજાર ફરીથી મોટા ઘટાડા સાથે બંધ થયું છે. BSE સેન્સેક્સ 73000ની નીચે અને નિફ્ટી 22000ની નીચે સરકી ગયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા વિક્સ લગભગ 7 ટકાના ઘટાડા સાથે એક વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
રોકાણકારોને 7 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં 7 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 393.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં કુલ 3943 શેરનો વેપાર થયો હતો જેમાં 929 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2902 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 112 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ઈન્ડિયા વિક્સમાં રેકોર્ડ જમ્પ
આગામી દિવસોમાં શેરબજારમાં આવનારા ઉતાર-ચઢાવને ઈન્ડિયા વિક્સના ઉછાળા દ્વારા માપવામાં આવે છે. ઈન્ડિયા વિક્સ આજના સત્રમાં 18.26 સુધી ઉછળ્યો, જે એ કહેવા માટે પૂરતો છે કે આગામી દિવસોમાં બજારમાં ભારે વધઘટ જોવા મળી શકે છે. બજાર બંધ થવાના સમયે ઈન્ડિયા વિક્સ 6.56 ટકાના વધારા સાથે 1820 પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગમાં બે FMCG અને એનર્જી શેરોમાં મોટા ઘટાડાથી FMCG અને એનર્જી ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીનો એફએમસીજી ઈન્ડેક્સ 1383 પોઈન્ટના ઘટાડા સાથે અને એનર્જી ઈન્ડેક્સ 1177 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય આઈટી, ફાર્મા, મેટલ્સ ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.
વધતા અને ઘટતા શેર
પિરામલ એન્ટરપ્રાઇઝિસનો શેર 8.86 ટકા, લાર્સન 7.89 ટકા, આરતી ઇન્ડસ્ટ્રીઝ 5.81 ટકા, એશિયન પેઇન્ટ્સ 4.68 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 3.64 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ 1.77 ટકાના વધારા સાથે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.37 ટકાના વધારા સાથે, SBI 1.14 ટકાના વધારા સાથે બંધ થયા છે.
વોલ સ્ટ્રીટનો હાલ
ટ્રેઝરી યીલ્ડમાં વધારા વચ્ચે બુધવારે યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું હતું, જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ પાંચ સપ્તાહમાં પ્રથમ વખત 39,000ના સ્તરની ઉપર બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 172.13 પોઈન્ટ અથવા 0.44% વધીને 39,056.39 પર જ્યારે S&P 500 0.03 પોઈન્ટ ઘટીને 5,187.67 પર છે. Nasdaq Composite 29.80 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 16,302.760ના સ્તર પર છે.
આ પણ વાંચો: કોહલી અને અનુષ્કાએ જે કંપનીમાં કર્યું છે રોકાણ તે કંપનીનો આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી