પીએમ મોદીએ વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી, એનડીએના નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો રહ્યાં ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉત્તરપ્રદેશના વારાણસી બેઠક પરથી આજે ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન દરમિયાન પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રમાં ટેકેદાર અને દરખાસ્ત કરનાર તરીકે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી કે જેઓ બ્રાહ્મણ સમુદાયના છે. આરએસએસના જૂના કાર્યકર અને ઓબીસી સમાજમાંથી આવતા બૈજનાથ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓબીસી સમાજમાંથી લાલચંદ કુશવાહા અને દલિત સમાજના સંજય સોનકરનો સમાવેશ થાય છે.
Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/S3JEAk3Okl
— ANI (@ANI) May 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે
નોમિનેશન ફાઈલ કર્યા બાદ પીએમ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં બીજેપી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આ સાથે જ પીએમ કલેક્ટર ઓફિસમાં એનડીએ નેતાઓને પણ મળ્યા હતા. વારાણસીમાં લોકસભાની ચૂંટણી સાતમા, છેલ્લા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન થશે.