તારક મહેતાના એક્ટર ‘સોઢી’ના ગુમ થવા પર આવ્યું મોટું અપડેટ, વધુ ગંભીર બન્યો મામલો
લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સાથે વધુ એક શબુત સામે આવ્યું છે જે બાદ મામલો વધુ ગંભિર બન્યો છે.
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે ગઈકાલે મોટા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે આ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેતા ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે જણાવ્યું હતુ કે તેમનો પુત્ર છેલ્લા 4 દિવસથી મળી રહ્યો નથી બસ તે જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય પણ હવે સામે આવતા અપડેટમાં મામલો વધુ ગંભીર બનતો જણાય રહ્યો છે.
સોઢીના લાપતા હોવાને લઈને આવ્યું મોટું અપડેટ
પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું તેમણે મને ખાતરી છે કે તેમનો પુત્ર ગુરચરનને જલ્દી મળી જશે અને ઠીક હશે
ફોનથી અનેક ટ્રાન્ઝેક્શન, સામે આવ્યા CCTV ફુટેજ
મીડિયા રિપોર્ટ મુજબ હવે આ કેસમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં અભિનેતા બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢીના ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી હતી, જેમાં ફોનની અજાણ્યા નંબર પર અનેક ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાનું બહાર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘણી અજીબ વસ્તુઓ મળી છે, જેના પછી પોલીસને અપહરણની સીધી શંકા છે. જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. કઈપણ કહેતા પહેલા અપડેટ્સની રાહ જોવી પડશે.
આ પણ વાંચો : તારક મહેતા એક્ટર ‘સોઢી’ છેલ્લીવાર આ શહેરમાં જોવા મળ્યો, સામે આવ્યા CCTV, પોલીસને મળ્યા સબુત, જુઓ-VIDEO
અભિનેતાનો ફોન કાલથી સ્વીચ ઓફ
25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના હાથમાં હવે એક સીસીટીવી છે, જેમાં ગુરચરણ સિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસે ફોનના વ્યવહારો બહાર કાઢ્યા ત્યારે તેમને ઘણી વિચિત્ર વસ્તુઓ મળી.
અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેણીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે છે, આરામ કરે છે પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે.