UPSC ટોપર આદિત્ય શ્રીવાસ્તવ બન્યા, તો CID ઇન્સ્પેક્ટર અભિજીત કેમ વાયરલ થયો ?
લખનૌનો રહેવાસી આદિત્ય શ્રીવાસ્તવ યુપીએસસી 2023નો ટોપર બની ગયો છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના સ્થાને ટીવી શોનો ઈન્સપેક્ટર અભિજીતનું પાત્ર નિભાવનાર અભિનેતાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જેનું કારણ પણ ખુબ જ રસપ્રદ છે.
યુપીએસી સિવિલ સેવા 2023નું પરિણામ આવી ચુક્યું છે. આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સારા એવા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે. આ વખતે લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. તેનું નામ ટોપ લિસ્ટમાં આવ્યું તો લોકો તેને સર્ચ કરવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેને શુભકામના પણ પાઠવવા લાગ્યા હતા.
ગુગલ પર માત્ર આદિત્ય શ્રીવાસ્તવને સર્ચ કરવા લાગ્યા તો ગુગલ પર સીઆઈડી ટીવી શોના ઈન્સપેક્ટર અભિજીત છવાઇ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈ ગુગુલ સર્ચમાં આદિત્ય શ્રીવાસ્તવના સ્થાને ઈન્સપેક્ટર અભિજીતને જલવો જોવા મળી રહ્યો છે. આની પાછળ એક રસપ્રદ કારણ પણ છે.
#WATCH | Hyderabad, Telangana: Aditya Srivastava, who secured the first position in the Civil Services Examination, says “It was a bit difficult to sink in but after that I was ecstatic. I was not expecting Rank 1, I was praying to God to get into the top 70, so that I can get… pic.twitter.com/Gp637Sd0nN
— ANI (@ANI) April 17, 2024
આ કારણે ટીવીના ઈન્સપેક્ટર અભિજીતનો ફોટો વાયરલ થયો
સીઆઈડી ટીવી શોના ઈન્સપેક્ટર અભિજીતનું રિયલ લાઈફમાં નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. તે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ચર્ચિત અભિનેતાછે. આદિત્ય શ્રીવાસ્તવને સર્ચ કરતા સૌથી પહેલા તેનું નામ વીકિપીડિયા પર જોવા મળી રહ્યો છે અને તેની સાથે જોડાયેલી કેટલીક લીંક પણ જોવા મળે છે. જ્યારે યુપીએસસી ટોપર આદિત્ય શ્રીવાસ્તવનું નામ સર્ચ કરવામાં આવ્યું તો પહેલા સીઆઈડીનો અભિનેતા જોવા મળી રહ્યો છે.કેટલાક લોકો તો એવું પણ માની રહ્યા છે કે, અભિનેતા યુપીએસસીનો ટોપર છે. પહેલા તો લોકો તેમને શુભકામના પાઠવવા લાગ્યા પરંતુ બાદમાં સોશિયલ મીડિયા પર મીમ્સ પણ વાયરલ થયા હતા.
View this post on Instagram
મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા
એક વ્યક્તિએ કહ્યું સીઆઈડી ઈન્સપેક્ટરનો આઈએએસના પદ પર પ્રમોશન થયું છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા શ્રીવાસ્તવ હાલના દિવસોમાં ટીવી પર નહિ પરંતુ મોટા પડદાં પર મરાઠી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી રહ્યો છે. તેની એક્ટિંગનો સિક્કો બોલિવુડમાં પણ ચાલ્યો છે. અભિનેતાની શાનદાર ફેન ફોલોઈંગ પણ છે અને આજ કારણ તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે.
આ પણ વાંચો : Reel લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે ગુજરાતી રિયલ લાઈફ કપલ, જુઓ ફોટો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો