અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બાળકોની પ્રાઈવસી માટે પાપારાઝીને ગિફટ મોકલી, જુઓ વીડિયો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એક વખત પોતાના બાળકોની પ્રાઈવસીને લઈ ચર્ચામાં છે. કારણે તે બાળકોનું આટલું ધ્યાન રાખી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ આ સમગ્ર મામલો શું છે.
બોલિવુડનું ફેમસ કપલ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તે પોતાના બાળકોની પ્રાઈવસીને લઈ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થઈ રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પાપારાજી માટે ખાસ ગિફટ મોકલી છે. સાથે એક નોટ પણ લખી છે.
ગિફટ હૈમ્પરમાં ખાસ ગિફટ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગિફટ હૈમ્પરમાં ખાસ ગિફટ છે. જે વિરાટ અને અનુષ્કાએ પાપારાજીને મોકલી છે. સાથે એક નોટ લખી છે કે, હંમેશા અમારા બાળકોની પ્રાઈવસી રાખવા માટે અમને સપોર્ટ કરવા માટે ધન્યવાદ, વિથ લવ અનુષ્કા એન્ડ વિરાટગિફટ હેમ્પરનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું સ્વીટ છે. અન્યએ કહ્યું બ્યુટીફુલ, ત્રીજાએ કહ્યું પ્રાઈવસી તો બધાની રહેવી જોઈએ. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે.
View this post on Instagram
પ્રાઈવસીને લઈ પ્રોટેક્ટિવ રહે છે કપલ
તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે તેના પુત્રનું નામ અકાય છે. અકાય પહેલા તેમને એક પુત્રી વામિકા છે. કપલ હંમેશા બાળકોને લઈ ખુબ પ્રોટેક્ટિવ રહે છે. હજુ સુધી કપલે ચાહકોને બંન્ને બાળકોમાંથી કોઈનો ચહેરો દેખાડ્યો નથી. ચાહકો ખુબ આતુરતાથી આ બાળકોના ચેહરો જોવાની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલ આઈપીએલ 2024માં વ્યસ્ત છે. તો બોલિવુડ અભિનેત્રી પુત્રના જન્મ બાદ બોલિવુડ થી દુર છે. અનુષ્કા પતિ વિરાટ કોહલીને મેચમાં સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. જેના વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : IPL 2024 : અમદાવાદમાં મેચ જોવાનો આનંદ માણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો પ્લેઓફની ટિકિટ જાણો