Poacher : દીકરી રાહાના જન્મના થોડા દિવસ પહેલા જ આલિયાએ સાઈન કર્યો હતો આ પ્રોજેક્ટ, જાણો શું કહ્યું
વેબ સિરીઝ 'પોચર' 23 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે. આલિયા ભટ્ટ આ સિરીઝની પ્રોડ્યુસર છે. કેરળના જંગલોમાં હાથીઓની સતત હત્યા થઈ રહી છે. આ શિકાર ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે. એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ 'પોચર' કેરળની સૌથી મોટી શિકારી ગેંગનો પર્દાફાશ કરવાની સ્ટોરી છે.
એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોનની વેબ સિરીઝ ‘પોચર’ની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. એમી એવોર્ડ વિજેતા રિચી મહેતાની આ સિરીઝ કેરળમાં શિકારની સાચી ઘટનાઓ પર આધારિત છે. આ સિરીઝના તમામ પાત્રો આ ઘટનાઓ સાથે જોડાયેલા લોકોથી પ્રેરિત છે. ‘પોચર’માં રોશન મેથ્યુ, નિમિષા સજ્જન અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય લીડ રોલમાં જોવા મળશે. આ સીરીઝના ટ્રેલર લોન્ચ સમયે આલિયાને તે મોમેન્ટ યાદ આવી જ્યારે તે આ સીરીઝ સાથે જોડાયેલી હતી. આલિયાએ ખુલાસો કર્યો કે તેણે તેની પુત્રી રાહાના જન્મના થોડા દિવસો પહેલા જ પ્રોજેક્ટ માટે ‘હા’ કહી દીધી હતી.
આલિયાએ કહ્યું, રિચી અને હું 2022માં મળ્યા હતા. હું પ્રેગ્નેન્ટ હતી અને રાહાને જન્મ આપવાની હતી. અમે પેરેંટિંગથી લઈને આર્ટ સુધીની દરેક બાબત વિશે વાત કરી. પછી તેણે મને ‘પોચર’ ની દુનિયા સાથે પરિચય કરાવ્યો, હું તેની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ અને તરત જ હા પાડી દીધી. સિરીઝ વિશે વાત કરીએ તો એકવાર તમે તેને જોવાનું શરૂ કરશો, તમે તેને સંપૂર્ણ રીતે જોશો.
આલિયાએ વધુમાં કહ્યું, નિમિષાની એક્ટિંગ જોરદાર છે, રોશન અને દિબયેન્દુ સર એ પણ શાનદાર એક્ટિંગ કરી છે. “ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન્સમાં અમારું માનવું છે કે અમે એવી સ્ટોરીનો ભાગ બનવા માંગીએ છીએ જે તમને પકડીને રાખે અને એવા મુદ્દાઓ વિશે વાતચીત શરૂ કરે કે જેના વિશે લાંબા સમયથી વાત કરવામાં આવી નથી.”
a story of one of the biggest crime rackets in India! #PoacherOnPrime, a new Amazon Original Crime series premiering on Feb 23 Trailer out now!#RichieMehta @_QCEnt @EternalSunProd #NimishaSajayan @roshanmathew22 @debu_dibyendu @aliaa08 @RayMansfield @sean_mckittrick pic.twitter.com/JQtH2HJHxU
— prime video IN (@PrimeVideoIN) February 15, 2024
સ્ટોરીમાં છે સત્યતા
પોચિંગ એટલે કે કેરળમાં ચાલી રહેલા ગેરકાયદેસર શિકારની કલ્પના અને તેના કડવું સત્ય વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, “સ્વાભાવિક છે કે આવી ઘટનાઓએ કેરળના લોકોને જે રીતે અસર કરી છે તે હું કહીશ નહીં. પરંતુ આ ઘટનાઓએ મને પણ અસર કરી છે. હું આ બધું જોઈ રહી હતી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. એક દર્શક તરીકે અમારા માટે આવી સ્ટોરીને સમર્થન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે આ સ્ટોરીમાં ઘણું બધું સત્ય છે.”
આ પણ વાંચો: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા આવતા મહિને કરી શકે છે લગ્ન, વેલેન્ટાઈન ડે પર આપી હિન્ટ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો