માત્ર સલમાન ખાન જ નહીં બીજા 2 બોલિવુડ સ્ટારના ઘરની પણ આસપાસ માર્યા હતા આંટા ફેરા , આરોપીએ કરી કબૂલાત
સુપર સ્ટાર સલમાન ખાન ફાયરિંગ કેસમાં દરરોજ નવા -નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધી પોલિસે 5 આરોપીઓની ધરપરડ કરી છે. 2 દિવસ પહેલા ધરપકડ કરાયેલા આરોપીએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે વધુ એક જાણકારી સામે આવી છે.આરોપીએ રફીક ચૌધરીએ પોલિસને સામે એક ખુલાસો કર્યો છે. જેને સાંભળી પોલિસ પણ દંગ રહી ગઈ છે. 14 એપ્રિલના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કર્યા પહેલા તેમણે 2 બોલિવુડ સ્ટારના ઘરની આસપાસ પણ આંટાફેરા માળ્યા હતા.
પોલીસ આરોપી રફીકને મુંબઈ લાવી
પોલિસે આ મામેલ સામેલ રફીક ચૌધરીની 2 દિવસ પહેલા જ રાજસ્થાનથી ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર રફીકે ગોળી ચલાવનાર આરોપી વિક્કી ગુપ્તા અને સાગર પલ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવા માટે પૈસા આપ્યા હતા. ધરપકડ બાદ પોલીસ આરોપી રફીકને મુંબઈ લાવી છે. રફીકે ખુદ પોલીસને જણાવ્યું છે કે તેણે માત્ર સલમાન ખાનની જ નહીં પરંતુ અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી (આંટા-ફેરા) કરી હતી.
Salman Khan residence firing case: Arrested accused Rafiq Choudhary did recce of two more actors’ homes
Read @ANI Story | https://t.co/yC2SgwpxVB#SalmanKhan #SalmanKhanHouseFiring #BollywoodNews pic.twitter.com/TvxCIMIEda
— ANI Digital (@ani_digital) May 9, 2024
5 આરોપીઓની ધરપકડ થઈ
સલમાન ખાન ફાયરિંગ કેસમાં અત્યારસુધી 5 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. એએનઆઈ ટ્વિટ કરી આ વાતનો ખુલાસો કર્યો છે. રફીકની નજર સલમાન ખાન સિવાય અન્ય 2 મોટા સ્ટાર પણ હતી. હજુ સુધી આ અભિનેતાઓના નામ સામે આવ્યા નથી તમને જણાવી દઈએ કે, 14 એપ્રિલના વહેલી સવારે 5 કલાકે સલમાન ખાનના ઘર પર 2 બાઈક સવારે ફાયરિંગ કરી હતી.
પોલિસે આ મામલાની તપાસ કરતા સીસીટીવી ફુટેજની મદદથી સાગર અને વિક્કીની ધરપકડ પહેલા કરી હતી. સલમાન ખાનના ઘર પર કરેલા ફાયરિંગની તમામ જવાબદારી લોરેન્સ બિશ્રોઈએ લીધી હતી. આ કેસમાં આરોપી અનુજે પોલિસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. કોર્ટે અનુજનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : સાઉથની સાઈ પલ્લવી ડોક્ટરમાંથી બની અભિનેત્રી, પોતાની પહેલી ફિલ્મથી જ રેકોર્ડ બનાવ્યો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો