રણબીરની રામાયણ આવતા પહેલા થઈ જશે બંધ ? હવે ફસાઈ કાનૂની કાર્યવાહીમાં, જાણો શું છે મામલો
વાસ્તવમાં રણબીર કપૂરની આ ફિલ્મ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અલુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ વચ્ચે ફિલ્મ 'રામાયણ'ના અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની જાહેરાત થઈ ત્યારથી જ ચર્ચામાં છે. નીતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના સેટ પરથી તાજેતરમાં જ ઘણી તસવીરો લીક થઈ હતી, જેનાથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. હવે ફિલ્મ ‘રામાયણ’ વિશે એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે.
વાસ્તવમાં રણબીર કપૂરની આ ફિલ્મ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અલુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ વચ્ચે ફિલ્મ ‘રામાયણ’ના અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
રામાયણ’ના ટાઇટલના અધિકારો પર વિવાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ ફિલ્મ ‘રામાયણ’ના ટાઇટલના અધિકારો પર વિવાદ ચાલી રહ્યો છે. બંનેએ એપ્રિલ, 2024માં આ માટે વાતચીત શરૂ કરી હતી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અંગેની વાતચીત નિષ્ફળ રહી છે કારણ કે પેમેન્ટ પૂરુ નહોતુ અપાયું .
કાનૂની કાર્યવાહીમાં ફસાઈ રણબીરની ફિલ્મ
અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી દાવો કર્યો છે કે ફિલ્મ ‘રામાયણ’ના અધિકારો તેમની પાસે રહેશે અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ અથવા અન્ય કોઈપણ સંસ્થા દ્વારા સ્ક્રિપ્ટ અથવા સામગ્રીનો કોઈપણ ઉપયોગ તેમના કોપીરાઈટનું ઉલ્લંઘન હશે. પ્રાઈમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ પાસે ફિલ્મ ‘રામાયણ’ સામગ્રીમાં કોઈ અધિકાર કે માલિકી નથી. Allu Mantena Media Ventures LLP એ પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો તે તેના અધિકારોના રક્ષણ માટે કાનૂની પગલાં લેશે.
ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાહકો ચિંતિત
દિગ્દર્શક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લગતા સમાચારોને કારણે ચાહકો ચિંતામાં પડી ગયા છે કે તેના પર પ્રતિબંધ લાગી શકે છે. જો કે, નીતીશ તિવારી અને સહ-નિર્માતા અને દક્ષિણ અભિનેતા યશે ફિલ્મ ‘રામાયણ’ના અધિકારો અંગેના વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર રામના રોલમાં જોવા મળશે, સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે, યશ રાવણના રોલમાં જોવા મળશે.