19 વર્ષ બાદ OTT પર આવી રહી છે અમિતાભ બચ્ચનની આ ફિલ્મ, જીત્યો હતો નેશનલ એવોર્ડ
અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ એક એવી ફિલ્મ હતી જેમાં તે રાની મુખર્જી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જેનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
અમિતાભ બચ્ચને તેના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તેના કરિયરમાં ઘણા વર્સેટાઈલ રોલ કર્યા જેને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન 5 દાયકાથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને તેઓ તેમના જીવનના દરેક તબક્કે બેસ્ટ કામ કર્યુ છે. તમે અભિનેતાની ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ તેમની કેટલીક ફિલ્મો એવી છે જે અન્ડરરેટેડ છે પરંતુ જોવા જેવી છે. અમિતાભની આવી જ એક ફિલ્મ બ્લેક હતી જે વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર બતાવવામાં આવશે.
આ ફિલ્મે 19 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીમાં જ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 2005ના રોજ રીલિઝ થઈ હતી. હવે આ ફિલ્મ પહેલીવાર ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. નેટફ્લિક્સ દ્વારા ફિલ્મના સ્ટ્રીમિંગની જાહેરાત કરવામાં આવી છે. તેના દ્વારા હવે આ માસ્ટરપીસ ફિલ્મ ફરી રીલીઝ કરવામાં આવી રહી છે.
નેટફ્લિક્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ફિલ્મના કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે સંજય લીલા ભણસાલીની બ્લેકને બહાર આવ્યાને 19 વર્ષ થઈ ગયા છે અને હવે પહેલીવાર આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી રહી છે. આ ફિલ્મમાં તમે ફરી એકવાર દેબરાજ અને માઈકલ્સની જર્નીને ઈન્સ્પિરેશન તરીકે લઈ શકો છો.
આ સ્ટાર્સ પણ ફિલ્મમાં જોવા મળ્યા હતા
ફિલ્મની વાત કરીએ તો આને અમિતાભ બચ્ચનના કરિયરની મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેના માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમના અને રાની મુખર્જી સિવાય ફિલ્મની કાસ્ટમાં આયેશા કપૂર, નંદના સેન અને ધૃતિમાન ચેટર્જી સહિત અન્ય ઘણા સ્ટાર્સ સામેલ હતા.
આ પણ વાંચો: કેવું રહેશે દીકરી રાશાનું કરિયર? ડેબ્યૂ પહેલા રવીના ટંડને ખોલ્યું રહસ્ય