સાણંદમાં પતિએ પૂર્વ પત્નીના પ્રેમીને હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીની ધરપકડ

અમદાવાદના સાણંદમાં એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે. યુવકને તેની પ્રેમિકાના પૂર્વ પતિએ હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પોલીસે હત્યારા પૂર્વ પતિની ધરપકડ કરી છે અને જેલના હવાલે કર્યો છે.

સાણંદમાં પતિએ પૂર્વ પત્નીના પ્રેમીને હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીની ધરપકડ
હત્યારાની ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 04, 2024 | 2:20 PM

અમદાવાદના સાણંદમાં ગત તારીખ 1 મે ના દિવસે ઉમાં એસ્ટેટમાં આવેલા ઇક્કોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા નામની કંપનીમાં નોકરી કરતા અને સીમમાં ઓરડીમાં રહેતા અભિષેક ડાકોર નામના યુવકની હત્યા થઈ હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે અભિષેક ની હત્યા તેની સાથે રહેતી તેની પ્રેમિકા પ્રિયંકાના પૂર્વ પતિએ કરી છે. જેને આધારે સાણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે.

એકાદ વર્ષથી પતિ પત્ની વચ્ચેના અણબનાવને કારણે બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. જે બાદ પત્ની તેના પ્રેમી સાથે રહેતી હતી જેનો વેર રાખીને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી છે. જોકે ફરિયાદને આધારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

એક વર્ષ પહેલા જ છૂટાછેડા થયા

સમગ્ર મામલે હત્યારા જુવાન વડેરા અને મૃતકની પ્રેમિકા પ્રિયંકાની પોલીસ તપાસ દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું કે, બંને એક વર્ષ પહેલાં પતિ પત્ની હતા. પરંતુ બંને વચ્ચે ચાલી રહેલા મન દુઃખ ને કારણે એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા. બંને વચ્ચેના છૂટાછેડા બાદ પત્ની પ્રિયંકા તેના પ્રેમી અભિષેક સાથે રહેતી હતી. પ્રિયંકા અને પ્રેમી અભિષેક મૂળ રાજસ્થાનના વતની છે અને બંને રાજસ્થાન રહેતા ત્યારથી એક બીજાના પરિચયમાં હતા. આ ઉપરાંત અમદાવાદમાં પણ બંને એકજ કંપનીમાં કામ કરતા હતા અને એકબીજાના પાડોશી પણ હતા.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પૂર્વ પતિ જુવાન વડેરા તેની પત્ની અને પ્રેમી વચ્ચેના સંબંધને લઈ રાતના સમયે પૂર્વ પત્નીના પ્રેમીના ઘરે પહોંચી હતો. જ્યાં અભિષેક અને પ્રિયંકા બંને ઘરે જ હતા ત્યારે હથોડી વડે અભિષેકને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી. બાદમાં પૂર્વ પત્ની પ્રિયંકાને પણ માથા માં ઘા મારીને ઇજાઓ પહોચાડી હતી. જેને લઈ પૂર્વ પત્ની પ્રિયંકાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રિયંકાના પ્રેમીનું મોત નિપજ્યું હતું.

જુવાન વડેરાની ધરપકડ

હાલતો મૃતકના પિતાની ફરિયાદને આધારે આણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અભિષેકની હત્યા બાદ જુવાન વડેરા તેની પૂર્વ પત્ની પ્રિયંકાની પણ હત્યા કરવા જઈ રહ્યો હતો કે ખરેખર તેને ઇજા પહોંચાડવાનો ઈરાદો હતો. આમ ડબલ મર્ડર કરવાના ઇરાદે તે અભિષેકના ઘરે પહોંચ્યો હોવાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રિયંકાને પણ માથાના ભાગે અભિષેકની જેમ જ હથોડીના ઘા ઝીંક્યા હતા.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">