અમદાવાદ : દબાણ હટાવવા ગયેલી ટીમ પર થયો હુમલો, જુઓ વીડિયો
જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતુ જ હોય છે. SRPની ટુકડી પણ રહેતી હોય છે.તેમ છતા પણ અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. મધ્ય ઝોનમાં શાહપુર રોડ પર એસ્ટેટ વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે ઝપાઝપી થઇ હતી. પોલીસ પ્રોટેક્શન હોવા છતાં દુકાનદારોએ દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.
અમદાવાદમાં મધ્ય ઝોનમાં દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. શાહપુર રોડ પર દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઇ હતી.મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવતા દુકાનદારોએ મારામારી કરી હતી. આ મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે.
દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો
જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતુ જ હોય છે. SRPની ટુકડી પણ સાથે રહેતી હોય છે. તેમ છતા પણ અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. મધ્ય ઝોનમાં શાહપુર રોડ પર એસ્ટેટ વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે ઝપાઝપી થઇ હતી. પોલીસ પ્રોટેક્શન હોવા છતાં દુકાનદારોએ દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક બે નહીં, સંખ્યાબંધ વ્યક્તિઓ દ્વારા દબાણ હટાવનારી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ ટીમને અનેક લોકોએ ઘેરી લીધા હતા.પોલીસ હોવા છતા પણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.
અમદાવાદ મનપાના દબાણ વિભાગ પર હુમલાનો વીડિયો વાયરલ#Ahmedabad #AMC #Gujarat #TV9News pic.twitter.com/bpkj56SXzq
— Tv9 Gujarati (@tv9gujarati) January 20, 2024
સુરતમાં પણ દબાણ હટાવનારી ટીમ સાથે થયુ હતુ ઘર્ષણ
થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી.દબાણ હટાવવા ગયેલી સુરત પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે પડ્યો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણ દ્રશ્ય જોવા મળ્યા હતા.