રાજસ્થાનની માફક અમદાવાદનો કન્વીક્શન રેટ વધે તેવી કામગીરી કરવા પોલીસ કમિશ્નર જી એસ મલિકની તમામ પી.આઈને તાકીદ

|

Apr 25, 2024 | 10:57 PM

અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતની સમીક્ષા માટે ત્રિમાસીક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા પોલીસ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે અનેક મહત્વપૂર્ણ સૂચનો શહેરના તમામ પીઆઈને કર્યા હતા. જેમા રાજસ્થાનની જેમ અમદાવાદનો કન્વીક્શન રેટ વધારવા અંગે પણ તાકીદ કરાઈ હતી. તેમણે દિલ્હીનું ઉદાહરણ ટાંકતા જણાવ્યુ કે દિલ્હી જેવા રાજ્યોના પીઆઈ કપડાં બિસ્તર સાથે થાણામાં જ પડ્યા પાથર્યા રહે છે, તમે પણ તમારા એરિયાની 24 કલાક ચિંતા અને સુરક્ષા માટે તત્પર રહો.

રાજસ્થાનની માફક અમદાવાદનો કન્વીક્શન રેટ વધે તેવી કામગીરી કરવા પોલીસ કમિશ્નર જી એસ મલિકની તમામ પી.આઈને તાકીદ

Follow us on

અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે અમદાવાદ શહેર પોલીસની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ત્રિમાસિક ક્રાઇમ કોન્ફરન્સના મધ્યાહ્ને મીડિયા બ્રિફિંગ દરમ્યાન પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો દાવો કર્યો હતો. જો કે, બંધ બારણે છેલ્લા ત્રણ માસ દરમ્યાનની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા પોલીસ ઇન્સ્પેકટર્સને અન્ય રાજ્યોની પોલીસની કામગીરી ના દાખલા આપી પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની ગુનાખોરી કાબુમાં લેવા અને ગુનેગારોને સજા થાય તે પ્રકારની મજબૂત તપાસ કરી કન્વીક્શન રેટ વધારવા અંગેની તાકીદ શહેર પોલીસ કમિશનર જી એસ માલિકે કરી.

ચાર્જશીટ રજૂ કરવામાં અમદાવાદ પોલીસની સમય બદ્ધતાને પોલીસ કમિશ્નર દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય તપાસ નહીં થતી હોવાથી,તપાસ નબળી હોવાથી અથવા ખામી ભરેલી હોવાથી ગુનેગારો કોર્ટમાં સજાથી બચી જાય છે તે અંગે જી એસ માલિકે ચિંતા વ્યક્ત કરી હતી,રાજસ્થાન પોલીસના કન્વીક્શન રેટના આંકડાઓ અને અમદાવાદ પોલીસની કામગીરીની તુલના કરતા અમદાવાદ પોલીસને તપાસ પદ્ધતિ સુધારવા આડકતરો ઈશારો કર્યો હતો.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પોલીસ ઇન્સ્પેક્ટર્સને રાયટર કે તાબાના સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે જાતે ગંભીર ગુનાઓની તપાસમાં જોતરાવવા, તપાસ અધિકારીના માર્ગદર્શક બનવા અનુરોધ કર્યો હતો.

પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપજાવી કાઢેલ કિસ્સાઓમાં ગુનાઓ દાખલ કરવામાં ખૂબ ઉત્સાહી હોય છે, ગુનો ના બનતો હોય તેવા કિસ્સાઓમાં પણ ભલામણોના આધારે ગુના દાખલ કરી દેવામા આવે છે, જ્યારે ઘણા કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પોલીસ મથકોના પી. આઈ. ઓને સખત શબ્દોમાં તાકીદ કરી હતી કે “ખોટી ફરિયાદ નોંધશો નહિ અને સાચી ફરિયાદ દાખલ કરવામાં ખચકાશો નહિ”, કોઈની ખોટી ભલામણ કે કોઈના પ્રભાવમાં આવી ખોટી ફરિયાદ દાખલ કરતા અધિકારીઓને “રૂકજાવ અને સુધરી જાઓ”નો આદેશ આપ્યો હતો.

પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગુનો બનતો હોય અને દાખલ થતો ના હોય તેના પર પણ નજર રાખી રહ્યા છે.

અમદાવાદમાં 22.03 ટકા ગુનાખોરી ઘટી

અમદાવાદ શહરમાં માર્ચ સુધી છેલ્લા ત્રણ માસ દરમ્યાન બનેલ ગુનાઓ અને ગત વર્ષે આજ સમયગાળામાં બનેલ ગુનાખોરીના આંકડાઓની તુલના કરતા સીપી જ્ઞાનેન્દ્ર મલિકે 22.03 ટકા ગુનાખોરી ઘટી હોવાનો દાવો કર્યો હતો,ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ માં 3,256 ગુના દાખલ થયા હતા, જ્યારે આ વર્ષે ત્રણ માસ દરમ્યાન 2,525 ગુનાઓ દાખલ થયા છે.

  • હત્યાના બનાવોમાં 46.88 ટકા ઘટાડો
  • ધાડના બનાવોમાં 66.67 ટકા ઘટાડો
  • લૂંટમાં 28.21 ટકા ઘટાડો
  • ઘરફોડ ચોરીના બનાવમાં 14.2 ટકાનો ઘટાડો
  • ચોરીના બનાવો 26.38 ટકા ઘટાડો
  • ચેન સ્નેચિંગના બનાવોમાં 47.73 ટકા ઘટાડો
  • મોબાઈલ ચોરીમાં 14.06 ટકા ઘટાડો
  • 597 પાસા,110 તડીપાર

31 જુલાઈ 2023ના રોજ અમદાવાદ ના પોલીસ કમિશ્નર તરીકેનો પદભાર સંભાળનાર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે 9 માસના કાર્યકાળ દરમ્યાન 597 ગુનેગારોને પાસા અને 110 ને તડીપાર કરી સમાજ ને ભયમુક્ત કરવાની કોશિશ કરી છે.

લોકસભા ચૂંટણી બંદોબસ્ત માટે આદેશો અપાયા

મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી અંગે વ્યવસ્થિત તૈયારીઓ કરી રહ્યા છે. વિવિધ બુથની મુલાકાત લીધી છે. ક્રિટિકલ, વનરેબલ બુથની મુલાકાત લેવા પોલીસ અધિકારીઓને કહ્યું છે.

ઇનામની અસર, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો વધ્યા

દારૂ પી ને ગાડી ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરનારને ઇનામ આપવાની શરૂઆત કરવામાં આવતા આ પ્રકારના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો વધ્યા છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે.

ઘટના સ્થળે પહોંચી પોલીસને લાઈવ લોકેશન મોકલવા આદેશ

અકસ્માત સહિતની ઘટનાઓની જાણ થતાં ઘટના સ્થળે પહોંચતી પોલીસ પાર્ટી સમયસર પહોંચે તે માટે હવે લોકેશન મંગાવવામાં આવે છે, જેથી પ્રજાને સમયસર મદદ મળી રહે, આ અંગે મોનીટરીંગ અને સુપરવિઝન પણ કરવામાં આવે છે.

સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારો, જ્ઞાન વધારો

પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે કાયદો વ્યવસ્થાના મુદ્દે પોલીસ અધિકારીઓના કલાસ લીધા બાદ પરિવારના મોભીની માફક લાગણી સાથે કેટલાક સૂચનો કર્યા હતા, સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારી તન મનથી સ્વસ્થ રહેવા અને સામન્ય જ્ઞાન સહિત કાયદાનું જ્ઞાન સતત મેળવતા રહી વર્તમાન આધુનિક યુગમાં “જ્ઞાન અને વિજ્ઞાન થી જ્ઞાત” રહેવા શીખ આપી હતી.

આ પણ વાંચો: વાહ રે વિકાસ ! મહુવાના કોટિયા ગામને આઝાદીના સાડા સાત દાયકા બાદ મળી પ્રથમ ST બસ, ગામલોકોએ કર્યા વધામણા- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:47 pm, Thu, 25 April 24

Next Article