Video : 18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
ભારતીય લોકશાહીની અસર કહો કે પછી, વિશ્વમાં વધતો ભારતનો દબદબો આ જ કારણ છે, કે 18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા અને સમજવા ભારત આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, તંજાનિયા, મોરેશિયસ અને શ્રીલંકા સહિતના અનેક દેશના નેતાઓનો સમાવેશ થાય છે.
લોકશાહીને લઈને હાલ તાડમારથી તૈયારીઓ ચાલી રહી છે તેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણી પર માત્ર દેશના લોકોની જ નહીં પણ વિદેશના લોકોની પણ નજર છે ત્યારે ભારતની આ ચૂંટણી પ્રક્રિયાને જોવા માટે 18 દેશના 22 રાજકીય પક્ષના નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા છે જેમના એક ગ્રુપે આજે ગુજરાતના અમદાવાદની મુલાકાત લીધી હતી.
18 દેશના 22 રાજકીય પક્ષો આવ્યા ભારત
ભારતીય લોકશાહીની અસર કહો કે પછી, વિશ્વમાં વધતો ભારતનો દબદબો આ જ કારણ છે, કે 18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા અને સમજવા ભારત આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, તંજાનિયા, મોરેશિયસ અને શ્રીલંકા સહિતના અનેક દેશના નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને પહેલા દિલ્લી આમંત્રિત કરાયા હતા. આ પછી 3 અલગ-અલગ ગ્રુપ બનાવીને વિદેશી સાંસદોને અલગ-અલગ જિલ્લામાં લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર સોંપાયા
એક ગ્રુપે ગુજરાતની લીધી મુલાકાત
જેમાં 3 ગ્રુપે છત્તીસગઢ, ગુજરાત અને ભોપાલમાં ચાલી રહેલી ચૂંટણીની કામગીરીને જોઈ હતી. જેમાં એક ગ્રુપ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, તંજાનિયા અને મોરેશિયસનું હતું. જેમણે ગુજરાતની મુલાકાત લીધી. અહીં, આણંદમાં તેઓ વડાપ્રધાન મોદીની સભામાં જોડાયા હતા. આ સાથે, અમદાવાદમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં પણ જોડાયા હતા. આ દરમિયાન મહેમાનોએ ભાજપના મીડિયા સેન્ટરની પણ મુલાકાત લીધી અને ભારતના ચૂંટણી માહોલ વિશે ઊંડાણપૂર્વક અનુભવ કર્યો.
વિદેશથી આવેલા સાંસદોને ભાજપની નમો એપની કામગીરી વિશે પણ માહિતીગાર કરાયા હતા. નમો એપ મારફતે મોડલ કોડ ઓફ કન્ડક્ટ, ચૂંટણી કમિશનની પરમિશન સાથેની કામગીરી તેમજ ઘોષણાપત્ર બનાવતા પહેલા નાગરિકોના સજેશનનો કેવી રીતે સમાવેશ કરાયો તે વિશે જણાવ્યું હતુ અને ઘોષણાપત્ર મુજબ ભવિષ્યનું વિઝન પણ જણાવ્યું. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં છેલ્લા 10 વર્ષમાં કરેલી કામગીરી પણ જણાવી હતી. ગુજરાતના ચૂંટણી માહોલનો અનુભવ કરીને વિદેશી સાંસદો પણ ઉત્સાહિત થયા હતા.