ચંદ્ર પર પહોંચ્યા પણ હજુ ગુજરાતમાં અહીં નથી વીજળી, પાણી અને મકાન… વાંચો 500 લોકોની દુર્દશાની કહાની

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચુક્યા છે. આગામી ચૂંટણી વિકાસના નામે લડાઈ રહી છે. સાશકો વિકાસનું ચિત્ર દર્શાવી વોટ માંગી રહ્યા છે તો વિપક્ષ વિકાસના વાયદા કરી મત માંગી રહ્યું છે. આ તમામ વચ્ચે પ્રશ્ન ઉઠ્યો છે કે શું સાચે સમગ્ર દેશનો વિકાસ થયો છે?

ચંદ્ર પર પહોંચ્યા પણ હજુ ગુજરાતમાં અહીં નથી વીજળી, પાણી અને મકાન... વાંચો 500 લોકોની દુર્દશાની કહાની
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 6:37 PM

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચુક્યા છે. આગામી ચૂંટણી વિકાસના નામે લડાઈ રહી છે. સાશકો વિકાસનું ચિત્ર દર્શાવી વોટ માંગી રહ્યા છે તો વિપક્ષ વિકાસના વાયદા કરી મત માંગી રહ્યું છે. વિકાસની વાતો અને વાયદામાં ગુજરાતના 500 લોકો કેમ વિસરાઈ ગયા તે પ્રશ્ન ઉઠી રહ્યો છે જેમનું જીવન હજુ પણ સૈકા જૂની જીવનશૈલી અનુરૂપ છે…

વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાં નેશનલ હાઇવેથી માંડ 25-30 કિલોમીટરના અંતરે એક એવો વિસ્તાર આવેલો છે જ્યાંના લોકો પાસે પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. અમે વાત કરી રહ્યા છે ભરૂચ અને સુરત જિલ્લાની વચ્ચે આવેલા ટાપુ અલીયા બેટની…જ્યાંના લોકો પાયાની એકપણ સુવિધા આઝાદીના 7 દાયકા પછી પણ હાંસલ કરી શક્યા નથી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પીવાના પાણી માટે સૌથી નજીક સ્ત્રોત 7 કિલોમીટરના અંતરે છે

આ ટાપુ પાર રહેતા 500 લોકો વીજળી, પાણી , ગટર અને રસ્તાની પાયાની સુવિધા વગર જીવન જીવે છે. આજના આધુનિક સમયમાં આ સુવિધાઓ વગર જીવન અધૂરું લાગે છે પણ દયનિય હાલતમાં જીવતા આલીયાબેટના લોકોના સંઘર્ષની કહાની સાંભળીને દયાની લાગણી ઉભરાઈ આવે છે. તેમની કપરી હાલતનો અંદાજ માત્ર એ વાતથી લગાવી શકાય કે અહીંના લોકો પીવાના પાણી માટે સૌથી નજીક સ્ત્રોત તેમના પડાવાથી 7 કિલોમીટરના અંતરે છે.

વિશાળ અવાવરું મેદાન જ્યાં બહારનો માણસ ભટકી જવાનો ભય

આલીયાબેટ આમતો વિવાદોમાં વધુ રહ્યું છે. અહીં અવાવરું વિશાળ મેદાનના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવતી રહી છે પણ આ તમામથી વિરુદ્ધ સ્વભાવે શાંત અને જે મળે તેમાં ગુજરાન ચાલવી લેનારા જત કોમના 500 લોકો પણ અહીં વસે છે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આ લોકો પશુઓનું દૂધ વેચવાની પ્રવૃત્તિ સિવાય દેશવાસીઓ સાથે જાણે કોઈજ સંપર્કમાં નથી.

આ બેટ ઉપરથી એક્સપ્રેસ હાઇવે પસાર થયો તે પહેલાતો અજાણ્યા લોકોનો અહીં ભટકી જવાનો પણ ભય રહેતો હતો. ચારે તરફ ખુલ્લું મેદાન જ્યાં દિશાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બનતો હતો. દેશના વિકાસની લાઇફલાઈન દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે આ બેટ ઉપરથી પસાર થાય છે પણ વિકાસની ગતિ બમણી કરતા માર્ગથી નજર સામે હોવા છતાં બેટ વિકાસથી કોસો દૂર દેખાય છે.

ભૂતકાળમાં જમીન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ પ્રવૃત્તિ, અહીંની ધંધાકીય અદાવતમાં હાંસોટમાં રમખાણ, શંકાસ્પદ બોટ મળી આવવી જેવી ઘટનાઓ બની છે. આગામી 7 મી મે ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અનુસાર જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે નર્મદા નદીમાં આવેલા આલિયા બેટ ઉપરાંત સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ અને વેંગણી બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર.ધાંધલે બહાર પાડેલા જાહેરનામા મુજબ તારીખ 30-3-24થી દિન -60 હુકમનો ભંગ કરનારને આઈપીસી-188 હેઠળ સજાને પાત્ર ગણાવામાં આવશે.

આલીયાબેટના લોકોનું જીવન સૈકા પહેલાના લોકો જેવું છે

સરકારના ઓછા પ્રયત્નો વચ્ચે Worldwide human care foundation અને તેના જેવા કેટલાક NGO આ બેટના લોકોની વ્હારે પહોંચ્યા છે. સંસ્થાના કાર્યકર વસીમ મલેકે tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પહેલીવાર તેઓ બેટ ઉપર ગયા ત્યારે અહીંના બાળકો બહારના માણસને જોઈ ડર અનુભવતા હતા. પહેલા વડીલો અને બાદમાં બાળકોનો વિશ્વાસ જીતી અહીં થોડી સુવિધાઓ ઉભી કરવા સામાજિક સંસ્થાઓએ પ્રયાસ કર્યા છે.

જે બાળકોને શિક્ષણ શું તે ખબર ન હતી ત્યાં આજે એક સ્કૂલ બનાવાઈ છે જેમાં ઝાડ નીચે બાળકોને ભેગા કરી વાંચતા – લખતા શીખવાડવામાં આવે છે. અહીંના એકપણ વ્યક્તિએ કોલેજનું પગથિયું જોયું નથીતો આંગળીના માંડ બે-ચાર બાળકો બહારની શાળામાં જાય છે. અંકલેશ્વરના એક યુવાન વિનોદ પટેલે પોતાનું જીવન અહીંના લોકોને સમર્પિત કરી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અવર-જ્વર શક્ય ન હોવાથી વિનોદ પણ અહીજ રહે છે જે મહિનામાં એકાદ બે વાર પરિવાર પાસે જાય છે.

સામાજિક સંસ્થાના સભ્ય વસીમ મલેક અનુસાર અહીંની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાના શરૂઆતના સમયમાં અહીંના લોકોનું ભોજન સૈકા જૂની ઢબનું હતું. સંસ્થાએ તમામ ઘરની મહિલાઓને એકઠી કરી રેસિપીઓ શીખવાડી દરરોજ એકજ ભોજન આરોગવાની ટેવ માંથી તેમને બહાર લાવ્યા હતા.

વીજળી અને પાણીનો સંઘર્ષ

જે બેટ ઉપર પહોંચવું દુર્ગમ છે ત્યાં વીજળીની કલ્પના પણ મજાક સમાન લાગે છે. આપણે આધુનિક સમયમાં યાંત્રિક સુવિધાઓ પર નિર્ભર છીએ. 5 મિનિટ પણ વીજ પુરવઠો ખોરવાય તો આપણે બેચેન થઇ જઈએ છે. આ સામે અહીંના લોકો વીજળી વગર જીવે છે. સામાજિક સંસ્થાઓએ સોલાર લાઈટ આપી છે પણ તે દરેક ઘર પૂરતી નથી અને રાતે અહીં કેટલાય ઘરમાં દીવાના અજવાળે લોકો રહે છે.

પાયાની અન્ય સુવિધામાં વીજળી ઉપરાંત પાણીનો સંઘર્ષ પણ ઓછો નથી. બેટની ચારે તરફ પાણી છે પણ અહીંના લોકો પાસે પીવા પાણી નથી. સ્થાનિક અગ્રણી મહંમદભાઇ જતનું કહેવું છે કે બેટના એક તરફ સમુદ્ર અને બીજી તરફ નર્મદા છે. નર્મદા નદી ગુજરાતની પાણીની સમસ્યા હલ કરે છે પણ અહીં નર્મદાના પાણીમાં પ્રદુષણ અને ખારા પાણીની સમસ્યા છે. અહીંના લોકોનો પાણી માટેનો ખર્ચ ભોજન કરતા વધુ છે. ટાપુથી સૌથી નજીક ગામ ઉતરાજ 10 કિલોમીટર દૂર છે. અહીંના લોકો આ ગામમાંથી પાણી મેળવે છે.

કેમ જીવનના પડકારો વચ્ચે પણ લોકો અહીં જ રહે છે?

કચ્છી જત કોમના લોકો અહીં વસે છે. આ લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. 1500 કરતા વધુ ગાય-ભેંસ અને ઊંટનું પાલન કરવામાં આવે છે. અહીંના લોકો ભરૂચ – અંકલેશ્વર અને હાંસોટની મંડળીઓમાં દૂધ જમા કરાવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ સાથે રહેવા જમીન કોઈ ગામ કે સરકારી તંત્ર આપવા તૈયાર ન હોવાથી જત કોમના લોકો અહીં વસવાટ કરે છે અને ગુજરાન ચલાવે છે.

બેટ પર એકપણ પાકું મકાન નથી પણ મતદાન મથક છે

આલીયાબેટ પર 135 પરિવારના 500 લોકો વસવાટ કરે છે. બેટ પર એકપણ પાકું મકાન નથી. અહીંના લોકો લાકડાના પાટિયા અને પ્લાસ્ટિકની તાડપત્રીથી ઘર બનાવી તેમાં રહે છે. આખા ગામમાં કાચા મકાન છે. સરકારે અહીં આવાસ યોજના ભલે ફાળવી ન હોય પણ મતદાન મથક જરૂર ફાળવ્યું છે. અહીં કન્ટેનર મુકવામાં આવ્યું છે. બેટના 250 મતદારોને પહેલા મતદાન કરવા માટે બસ અથવા બોટની વ્યવસ્થા ઉભી કરી વાગરાના કલાદરા ગામમાં જવું પડતું હતું પણ હવે ગામમાં મતદાનમથક ઉભું કરાયું છે.

વર્ષ 2023 ના નર્મદાના વિનાશક પૂરે બધુજ છીનવી લીધું હતું

વર્ષ 2023 ના સપ્ટેમ્બર મહિનામાં નર્મદા નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. નર્મદા નદીનું જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. ભરૂચ -અંકલેશ્વરના મોટાભાગના વિસ્તાર અને ગામો ડૂબ્યા હતા ત્યારે નર્મદા કિનારે આવેલા બેટ પર તારાજીનો અંદાજળગાવવો મુશ્કેલ હતો. તંત્રે ચેતવણીના પગલે લોકોને સમયસર ખસેડી લીધા હતા પણ અહીં તેમનો એકમાત્ર આશરો એવા કાચા મકાન, ઘરવખરી અને સંસ્થાઓ તરફથી મળેલી સુવિધાઓ પણ પાણીમાં તણાઈ ગઈ હતી. પહેરેલા કપડે પરત ફરેલા લોકો બેટ પર પરત ફર્યા ત્યારે જીવન ફરી કેમનું શરૂ કરવું એ પડકાર હતો પણ સામાજિક સંસ્થાઓએ અનાજ અને ઘરવખરીની મદદ કરી ફરી તેમનું જીવન પાટા પર ચઢાવ્યું હતું.

કોણ છે અહીંના રહેવાસી?

આલીયાબેટ પર વસવાટ કરતા લોકો મૂળ કચ્છી જત કોમના લોકો છે. અહીંના અગ્રણી હસનભાઈ જતનું માનીએ તો ૩ સૈકા પૂર્વે કચ્છમાં દુષ્કાળ પડ્યો હતો. પીવાના પાણી માટે ફાંફાં હતા ત્યારે સેંકડો પશુઓ ભુકે અને તરસથી મરકે માંડ્યા હતા. પાણીની શોધમાં 6 પરિવાર પશુઓ સાથે નર્મદા તરફ નીકળ્યા હતા. રખડતા -રખડતા પરિવારો નર્મદા કિનારે વિશાળ ટાપુ પર પહોંચ્યા હતા જ્યાં આલ નામનું ઘાસ ઉગતું હતું અને નર્મદાનું મીઠું પાણી ઉપલબ્ધ થતું હતું. અનુકૂળ સ્થળ લગતા ૬ પરિવાર પશુઓ સાથે સ્થાયી થયા હતા જેમની વસ્તી આજે 500 લોકો સુધી પહોંચી છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">