માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો ! 3 વર્ષની બાળકી સોયાબીનનો દાણો ગળી ગઈ તો 1.5 વર્ષનો બાળક નારિયેળનો ટુકડો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળક કઈક ગળી જવાના કેસ સામે આવ્યા હતા. પ્રથમ કિસ્સામાં મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી 1લી એપ્રિલ 2024 ના રોજ રમતા રમતા આકસ્મિક રીતે સોયાબીનનો દાણો ગળી ગઈ હતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકોના પેટની સર્જરી કરવામાં આવી બન્ને કિસ્સામાં બળકો કોઈ વસ્તુ ગળી જતા બન્નેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે બાદ નિષ્ણાતો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું જે સફળ રહ્યું હતુ હવે બાળકો પણ એકદમ સુરક્ષિત છે.
3 વર્ષની બાળકી સોયાબીન ગળી ગઈ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળક કઈક ગળી જવાના કેસ સામે આવ્યા હતા. પ્રથમ કિસ્સામાં મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી 1લી એપ્રિલ 2024 ના રોજ રમતા રમતા આકસ્મિક રીતે સોયાબીનનો દાણો ગળી ગઈ હતી જે બાદ તેને શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થઈ અને ઉધરસ આવવા લાગી હતી જે બાદ ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને દિકરી કઈક ગળી ગઈ હોવાની શંકા જતા સાંજે 7 વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ 5મી એપ્રિલ 2024ના રોજ મહેસાણા સિવિલથી દિકરીને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમ્યાન આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા (HRCT થોરાક્સ) શ્વાસનળીના નીચેના ભાગ માં કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.
ત્યારબાદ તેણીને વધુ સારવાર અર્થે અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, પ્રોફેસર, ડૉ. સ્મિતા (પ્રોફેસર) અને ડૉ. નિલેશ (એસો. પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો.
આ પણ વાંચો : JioMart સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરનારા ગઠિયાઓને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા
ગીરનો 1.5 વર્ષનો અલીની શ્વાસ નળીમાં ફસાયો નારીયેળનો ટુકડો
બીજા કિસ્સામાં ગીર સોમનાથના શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેન નાં દોઢ વર્ષ ના દીકરા અલી ને 18 એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની શ્વાસ નળી માં કઈક ભરાયુ હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જન ને બતાવ્યું. ત્યાં થી અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક વીભાગ નાં વડા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગ નાં પ્રોફેસર ડૉ. સ્મિતા અને એસોસિયેટ પ્રોફેસર ડૉ નિલેષની ટીમે બ્રોન્કોસ્કોપી કરી અને અલીની શ્વાસનળી માંથી નાળિયેર નો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
સિવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે,નાના બાળકો મા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથ માં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ.