રાજ્યમાં ઠેર ઠેર અકસ્માતની ભરમાર, ગોજારો બન્યો શુક્રવાર. ભાવનગર, વડોદરા, અને પંચમહાલમાં લોકો બન્યા રફ્તારનો ભોગ- Video

|

Apr 19, 2024 | 10:31 PM

રાજ્યમાં આજનો શુક્રવાર ફરી એકવાર ગોજારો સાબિત થયો હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા છે. ભાવનગરથી લઈ વડોદરા, અને પંચમહાલ સુધી લોકો ભયાવહ અકસ્માતનો ભોગ બન્યા. દેશમાં રોડ અકસ્માતમાં દર એક કલાકે 19 લોકો મોતને ભેટી રહ્યા છે

ગુજરાતના રસ્તાઓ પરથી રુંવાડા ઊભા કરી દે તેવાં દૃશ્યો આજે સામે આવ્યા છે. ભયાવહ અને “જીવલેણ” અકસ્માતની પાંચ તસવીરો સાક્ષી પૂરી રહી છે. વાત કરીએ ભાવનગરની તો અહીં બેફામ બનેલા કારચાલકે આધેડને અડફેટે લીધાં. જેના પગલે ઘટના સ્થળે જ આધેડનું મોત થયું. તો બીજી તરફ ભરૂચમાં સરદાર બ્રિજ પર બે ટ્રક વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો. એક ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ જતા મહા મુશ્કેલીએ તેનું રેસ્ક્યુ કરાયું.

પંચમહાલમાં ગોધરા-અમદાવાદ હાઇવે નજીક ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર પર સવાર એક દંપતીનું મોત થયું હતું. જ્યારે પાંચ શ્રમિકો ઘાયલ થયા હતા. વડોદરામાં પણ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. તો સાથે જ અહીંના અકોટા બ્રિજ પર એક કારચાલકે મોપેડને અડફેટે લેતા એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે વડોદરામાં મોપેડને અડફેટે લેનાર કાર ચાલક “નશામાં ધૂત” હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે આરોપી કાર ચાલક સહિત કારમાં હાજર અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આ ઘટના ન માત્ર ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાવી રહી છે. પણ સાથે જ બેફામ બનેલા તત્વો વિરુદ્ધ સવાલો પણ ઊભા કરી રહી છે. કારણ કે કોઈની ભૂલને પગલે એક પરિવારે દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલો અકસ્માત પણ એટલો જ ભયાવહ હતો. ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો. ફાયર વિભાગે કેબીનમાં ફસાયેલા ડ્રાઈવરને મહા મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત થયું નિપજ્યું હતું. ત્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે હાલ આ પ્રકારના અકસ્માત સતત વધી રહ્યા છે.

હજુ બે દિવસ પહેલાં જ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ઉભેલા એક ટ્રક પાછળ કાર આવીને ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અને ગમખ્વાર અકસ્માતમાં 10 લોકો મોતને ભેટ્યા હતા. આ સમગ્ર દુર્ઘટના કારની ઓવર સ્પીડના કારણે ઘટી હતી. ત્યારે આ ચોંકાવનારા દૃશ્યોને જોઈને સવાલ ચોક્કસ થાય કે રફ્તારને બ્રેક ક્યારે ?

આપને જણાવી દઈએ કે ન માત્ર ગુજરાતમાં પરંતુ, સમગ્ર દેશમાં રોડ અકસ્માતથી થનારા મૃત્યુની સંખ્યા વધી રહી છે ! રોડ અકસ્માતના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ! એક રિપોર્ટ અનુસાર ભારતમાં રોડ અકસ્માતને પગલે રોજ સરેરાશ 462 લોકો મોતને ભેટે છે. એટલે કે દર એક કલાકે દેશમાં અકસ્માતને લીધે 19 લોકોના મોત નીપજે છે.
વર્ષ 2022ના આંકડા જોતા ભારતમાં 1 લાખ 68 હજાર લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આ મૃતકોમાં 66.5 ટકા લોકો 18 થી 45 વર્ષની ઉંમરના હતા

ઉલ્લેખનીય છે કે ભારતમાં રસ્તાઓ પર રોજ નવા વાહનો ઉમેરાતા રહે છે. પરંતુ, વાહનોનો ભાર સહન કરવાની રસ્તાઓની ક્ષમતા કેટલી છે અને વાહન ચાલકોની ટ્રાફિક સેન્સ કેવી છે તે પણ અહીં સૌથી મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: સુરતમાં ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, બ્રાન્ડેડની આડમાં ઝડપાયા હલકી ગુણવત્તાના ખાદ્યતેલના ડબ્બાઓ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:23 pm, Fri, 19 April 24

Next Article