ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.તેમજ આજે અમિત શાહે પણ ગાંધીનગર બેઠક પરથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યુ છે.
#Navsari BJP candidate CR Patil files nomination in Vijay Mahurat #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/wQMG40Eu4r
— Tv9 Gujarati (@tv9gujarati) April 19, 2024
ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.
આ બેઠકની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 2019ની ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. નવસારી લોકસભામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે.
આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે.
અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.
Published On - 12:41 pm, Fri, 19 April 24