ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ

પૃથ્વી પરનો દરેક છોડ કોઈનેકોઈ ગુણ ધરાવે છે. આપણા પૂર્વજો આ છોડના ઉપયોગથી પરિચિત હતા અને તેમની મદદથી રોગોની સારવાર કરવામાં આવી હતી. જેમ જેમ માનવ સભ્યતા આગળ વધતી ગઈ તેમ તેમ આપણે વન્ય ઔષધોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું

ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Apr 24, 2024 | 11:41 AM

પૃથ્વી પરનો દરેક છોડ કોઈનેકોઈ ગુણ ધરાવે છે. આપણા પૂર્વજો આ છોડના ઉપયોગથી પરિચિત હતા અને તેમની મદદથી રોગોની સારવાર કરવામાં આવી હતી. જેમ જેમ માનવ સભ્યતા આગળ વધતી ગઈ તેમ તેમ આપણે વન્ય ઔષધોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું અને રસાયણોમાંથી બનેલી દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ થયું હતું.

વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણવિદ ડો.વિદ્યાનાથ ઝા અનુસાર વૃક્ષ અને છોડ આપણને શરીરમાં થતા રોગોથી મુક્તિ અપાવવા માટે ખુબ મદદરૂપ બની શકે છે. આ જ કારણ છે કે પ્રાચીનકાળથી જ મનુષ્ય પોતાની જાતને રોગોથી બચાવવા માટે વૃક્ષ અને છોડનો ઉપયોગ કરતો આવ્યો છે. તજજ્ઞોએ જણાવ્યું છે કે આધુનિક યુગમાં પણ ઔષધીય વનસ્પતિઓની ઘણી માંગ જોવા મળે છે જેનાથી લોકો કોઈપણ આડઅસર વિના રોગોથી મુક્ત બને છે ત્યારે તેની ખેતી કરતા ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કોરોના મહામારી  ઔષધીય વનસ્પતિઓનું મહત્વ વધ્યું

ભારતમાં ઔષધીય ગુણધર્મો ધરાવતા છોડની ઉપલબ્ધતાને કારણે તેને ઉચ્ચ જૈવવિવિધતા ધરાવતા દેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. રસાયણ નિષ્ણાંત ડો.પ્રેમ મોહન મિશ્રા અનુસાર વનસ્પતિ વિના માણસ કે પ્રાણી જીવી શકે તેમ નથી. ભારતમાં 10 હજારથી વધુ ઔષધીય છોડ મળી આવ્યા હતા પરંતુ હવે તેમાંથી ઘણા લુપ્ત થવાના આરે પણ છે. ભવિષ્ય ઔષધીય વનસ્પતિઓનું છે અને લોકો કોરોના રોગચાળા દરમિયાન તેના મહત્વ વિશે જાગૃત થયા છે.આ સમયે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શર્દી , કફ અને નિમોનિયાના લક્ષણોથી રાહત મેળવવા વિવિધ વનસ્પતિજન્ય ઔષધના ઉકાળાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.  જો કે, ભારતમાં પ્રાચીન સમયથી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ થતો આવ્યો છે.

ઘણીવાર આપણા ઘરના આંગણામાં કે ઘરની આસપાસ નજરે પડતા વૃક્ષ કે છોડને નકામા સમજી આપણે ઉખાડીને ફેંકી દેતા હોઈએ છે. આ વનસ્પતિઓ તેમનામાં સમાયેલા અનેક ગુણના કારણે ઉપયોગી સાબિત થતી હોય છે પણ અજાણતાના કારણે તેનો લાભ મેળવી શકતા નથી. ઉલ્લેખનીય છે કે વનસ્પતિ માત્ર છાંયડો જ નહીં પણ શુદ્ધ હવા, આરોગ્ય માટે જરૂરી પરિસ્થિતિનું સર્જન અને ઔષધ પ્રદાન કરે છે.

વૃક્ષોનું ડિજિટલાઇઝેશન શરૂ કરાયું

વનસ્પતિના લાભની અજ્ઞાનતા દૂર કરવા ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વૃક્ષોનું ડિજિટલાઇઝેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે માત્ર મોબાઈલની એક ક્લિકમાં વનસ્પતિ વિશે તમામ માહિતી, તેના લાભ અને ઉપયોગ વિશે જાણકરી ઉપલબ્ધ થાય તેવી ઉમદા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોલેજ દ્વારા સેંકડો છોડ અને વૃક્ષનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફૂલ અને છાંયડો આપતા વૃક્ષ બોટોનિકલ ગાર્ડનની રચના સાથે ઔષધીય વનસ્પતિના વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષનો સમાવેશ કરાયો છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય નીતિન પટેલ , રસાયન વિજ્ઞાનના તજજ્ઞ પ્રોફેસર ડો.પી જે શાહ સાથે બોટોનીકલના પ્રોફેસર ડો. રાજેશ વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનની બહાર લાવવા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને સમાજઉપયોગી કાર્યની સમજ આપી વૃક્ષના અને છોડના ડિજિટલાઝેશન માટે પ્રોત્સાહિત કર્યા છે.

આપણી આસપાસ નકામી નજરે પડતી વનસ્પતિઓમાં ગુણોનો ભંડાર સમાયેલો હોય છે

પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. રાજેશ વ્યાસના જણાવ્યા અનુસાર હવે ઘર કે ઓફિસ કે શાળા-કોલેજમાં આસપાસ નકામી નજરે પડતી વનસ્પતિઓના ગુણ અને ઐષધીય લાભ માત્ર મોબાઈલની એક ક્લિક પર ઉપલબ્ધ થશે. હાલના સમયમાં લોકો સ્વસ્થ્ય માટે બિનહાનિકારક અને પ્રાકૃતિક ચીજો તરફ વધુ ઝુકાવ ધરાવે છે. આ તરફ એક ડગલું માંડતા જે પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વૃક્ષ અને વનસ્પતિઓનું ડીઝીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. અહીં 2000 કરતા વધુ વૃક્ષ અને છોડ આવેલા છે આ તમામ પર તમે નજર કરો ત્યારે QR Code લગાડાયેલ નજરે પડે છે. QR Code સ્કેન કરવાથી આ વનસ્પતિ વિશે તમામ માહિતી તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. કોલેજ દ્વારા એક સુંદર બોટોનીકે ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં એ વાત સમજવી જરૂરી છે કે આપણને વનસ્પતિ માત્ર છાંયડો નહીં પણ તેના સિવાય અનેક લાભ પણ આપે છે.

ટેક્નોલોજીના ઉપયોગના કારણે આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માનવીય સ્વભાવમાં નવું નવું જાણવાની ઉત્સુકતા હોય છે. ડો. રાજેશ વ્યાસે ટેક્નોલોજીની મદદથી તસવીરો સાથે વૃક્ષનું ડીઝીટલાઇઝેશન કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં વિદ્યાર્થીઓ અને મુલાકાતિઓની ઉત્સુકતાનો અંત આવે છે અને લોકો QR સ્કેન કરી વનસ્પતિની જાણકારી મેળવતા નજરે પડે છે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. રાજેશ વ્યાસે જણાવ્યું હતું.

ઔષધીય વનસ્પતિઓનું મહત્વ શું છે?

કુદરતે આપેલી ભેટોમાં વૃક્ષો અને છોડનું મહત્ત્વનું સ્થાન છે. માનવ જીવન ચક્રમાં વૃક્ષો અને છોડ મહત્વનો ભાગ ભજવે છે. આમાં, માત્ર ખોરાક સંબંધિત જરૂરિયાતો જ પૂરી થતી નથી પરંતુ તેઓ જીવંત વિશ્વ સાથે નાજુક સંતુલન બનાવવામાં પણ આગળ રહે છે પછી તે કાર્બન ચક્ર હોય કે ફૂડ ચેઇન… તે પિરામિડમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. તેમની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને તેઓને ઘણી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. આમાં ઔષધીય વનસ્પતિઓનું માત્ર ઔષધીય મૂલ્ય જ નહીં પરંતુ આવકનું સાધન પણ બને છે.

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ઔષધીય વનસ્પતિઓનું ઘણું મહત્વ છે તેથી જ ભારતીય પુરાણ, ઉપનિષદ, રામાયણ અને મહાભારત જેવા અધિકૃત ગ્રંથોમાં તેના ઉપયોગના ઘણા પુરાવા છે. તેમાંથી મેળવેલી ઔષધિઓ દ્વારા માત્ર હનુમાને ભગવાન લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો પરંતુ આજે પણ તેનો ઉપયોગ માનવ રોગોની સારવાર માટે ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે. આટલું જ નહીં જંગલોમાં સ્વયંભૂ ઉગતા મોટાભાગના ઔષધીય છોડના અદ્ભુત ગુણોને કારણે લોકો તેમની પૂજા કરવા લાગ્યા છે જેમ કે તુલસી, પીપળ, આળક, વડ અને લીમડો વગેરે પૂજવામાં આવે છે. પ્રસિદ્ધ વિદ્વાન ચરકે તો તમામ પ્રકારની ઔષધીય વનસ્પતિઓનું વિશ્લેષણ કરીને રોગોની સારવાર માટે અનેક અમૂલ્ય પુસ્તકોની રચના કરી છે જેનો ઉપયોગ આજકાલ મનુષ્યના કલ્યાણ માટે કરવામાં આવે છે.

આ રીતે વનસ્પતિની તમામ માહિતી જાણી શકાશે

ડો. રાજેશ વ્યાસે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વૃક્ષ અને વનસ્પતિઓની માહિતી મેળવવા માટે માત્ર સ્માર્ટ ફોનની જરૂર રહે છે. તમામ વનસ્પતિઓની ડિજિટલ ઇન્ફોર્મેશન સારવારમાં સેવ કરવામાં આવી છે. સ્માર્ટફોનધારક પોતના ફોનમાં QR સ્કેનર એપ ઈન્સોટલ કરી માહિતી મેળવી શકે છે. દરેક વનસ્પતિ પર QR કોડ લગાવવામાં આવ્યો છે. આ કોડ સ્કેન કરવામાં આવે ત્યારે ફોનના ડિસ્પ્લે પર વનસ્પતિનું નામ તેના ઔષધીય ગુણ , વૈજ્ઞાનિક નામ અને અન્ય ગુણધર્મોની માહિતી જોવા મળે છે.

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. દુર્વા મોદીએ tv9 ને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખુબજ રસપ્રદ છે. માહિતી પુસ્તકોમાં ઉપલબ્ધ છે પણ વૃક્ષ સમક્ષ QR કોર્ડ સ્કેન કરી માહિતી મેળવવાની રીત થોડી પ્રસપ્રદ છે. વૃક્ષના ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સમય મળે ત્યારે વિદ્યાર્થીઓ વૃક્ષઓની માહિતી જે પ્રોજેક્ટ ઇન્ચાર્જ પુરી પાડે છે તેને સર્વરમાં સેવ કરી આ માહિતી માટે QR કોડ જનરેટ કરી તેને વૃક્ષ પર લગાડે છે. આ પ્રકારે 2000 વૃક્ષ ડિજિટલ કરવામાં આવ્યા છે.

મયુર ચોક્સીએ tv9 ને જણાવ્યું હતું કે ઘણીવાર આસપાસના વૃક્ષ અંગે અજાણતામાં તેનું મહત્વ અને ફાયદાનો ઉપયોગ કરી શકતો નથી. ડો. રાજેશ વ્યાસના પ્રોજેક્ટ દ્વારા વૃક્ષ અંગેની તમામ માહિતી અને ફાયદા આંગળીના ટેરવે ઉપલબ્ધ થઇ જાય છે સાથે વનસ્પતિઓ વિષે જ્ઞાનમાં વધારો થઇ રહ્યો છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">