લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને મિક્સ કરીને પણ ભરતા હોય છે.

લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
જાણો શેરથાનાં મરચાં વિશે
Follow Us:
| Updated on: May 12, 2024 | 2:49 PM

ગૃહિણીઓને માટે રસોડામાં રસોઈના મસાલા ભરવાની ચિંતા વર્તાતી હોય છે. મહિલાઓ ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ માટે થઈને શ્રેષ્ઠ રસોઈ મસાલા ભરવા માટે દર વર્ષે પ્રયાસ કરતી નજર આવતી હોય છે. આ માટે પોતાની સખીઓથી લઈને સંબંધીઓને પણ પૂછપરછ કરતી રહેતી હોય છે, કે તમે મસાલા ક્યાંથી ખરીદ્યા. સ્વાદથી લઈને તેના ગુણો વિશે પણ ચર્ચા કરવાનું ચુકતી નથી હોતી. માટે જ મહિલાઓ શ્રેષ્ઠ મસાલાઓને જ પોતાના ઘરના રસોડાઓની બરણીઓમાં સ્થાન આપવાનો સંતોષ વ્યક્ત કરતી નજર આવતી હોય છે.

હવે વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને મિક્સ કરીને પણ ભરતા હોય છે. જેથી પરિવારના સભ્યોને અનુરુપ તીખાશ સાથેની મરચાંની બરણી ભરેલી હોય.

શહેરોમાં પણ મરચાંના ટેન્ટ

હવે તમને એમ થતું હશે કે, મરચાં પાવડર ભરવાનો છે તો આ માટે બજારમાંથી સારો અને બ્રાન્ડ વાળો ચીલી પાવડર ખરીદી લેવામાં આવતો હશે. આ વિચાર શહેરી વિસ્તારના કેટલાક પુરુષોને આવતો હશે. પરંતુ ના એવું દરેક જગ્યાએ નથી. એટલે કે દરેક પરિવારોમાં નથી. આજે પણ શહેરી વિસ્તારોમાં પણ અનેક પરિવારોમાં ગૃહિણીઓ વ્યસ્તતા વચ્ચે પણ પસંદગીના મરચાં પાવડરને ખરીદવાનું પસંદ કરે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ખાસ કરીને જાણીતી જાતના મરચાં અને તેના દળેલા પાવડરને જ ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે. એટલે જ તો અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં અનેક જગ્યાએ પોશ એરિયામાં પણ મરચાં પાવડર દળતા ટેન્ટ જોવા મળતા હશે. આ મરચાં એટલે રાજ્ય અને રાજ્ય બહારની અલગ અલગ જાતના દળવામાં આવતા હોય છે. જેને ગૃહિણીઓ જોઈ ચકાસી અને પારખીને પોતાના ઘરના રસોડામાં સ્થાન આપતી હોય છે.

Shertha's chili is still famous today know everything

ગાંધીનગર નજીક આવેલુું છે, શેરથા ગામ

આ મરચું છે, ખૂબ જ જાણીતું

ગુજરાતમાં અનેક જાતોના મરચાંનું ઉત્પાદન થતું હોય છે. પરંતુ ગાંધીનગરના શેરથાનું મરચું ઘરના રસોડામાં ભરવા માટે જાણીતું છે. શેરથાનું મરચું એટલે રસોઈના સ્વાદને જાણે કે ચાર ચાંદ લગાવી દે છે. ગૃહિણીઓને મોંઢે પણ શેરથાના મરચાં પાવડરનું નામ સૌથી પહેલા હોય છે. આ માટે જ રાજ્ય અને મુંબઈમાં અનેક જગ્યાએ શેરથાના મરચાં પાવડરને વેચાણ થતા હોવના પાટીયા સિઝનમાં જોવા મળતા હોય છે.

અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ અનેક ઠેકાણે દરેક સિઝનમાં મોટા ટેન્ટ લાગતા હોય છે. જ્યાં ગૃહિણીઓને ટોળા મરચાં પાવડરને ખરીદવા માટે લાગતા હોય છે. શેરથાના મરચાંની લાલાશ અને તેના સ્વાદને લઈ ગૃહિણીઓ માટે તે પહેલી પસંદ છે. જેને લઈને જ ગૃહિણીઓ શેરથાના મરચાંની ખરીદી કરવા માટે પહોંચતી હોય છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ગૃહિણીઓ જાતે જ મરચું હળદર અને ધાણા-જીરું સહિતના મસાલા પસંદ કરીને રસોડામાં સંગ્રહ કરતી હોય છે. જેથી બારેમાસની નિરાંત રહેતી હોય છે.

આ માટે જાણીતું છે, શેરથાનું મરચું

હવે તમને એમ થતું હશે કે, તીખાશ અને લાલાશ હોય પછી તો બીજું શું જોવાનું મરચાંમાં? તો ના એવું નથી. આ વાત મહિલાઓ સારી રીતે જાણે છે. જે શેરથા કે અન્ય મરચાંને ખરીદ કરતા વખતે તેની ખાસીયતોને ધ્યાનમાં રાખે છે. જેમકે શેરથાનું મરચું મિડિયમ તીખું હોય છે. શેરથાના દેશી મરચાંને રસોઈમાં ઉપયોગ કરવાને લઈ અન્ય મરચાંની જેમ એસિડિટીની સમસ્યા નથી થતી હોતી. તો વળી શરીરમાં કેટલાકને બળતરા જેવો અહેસાસ થતો હોય છે, એ પણ થતું હોતું નથી.

Shertha's chili is still famous today know everything

શેરથાનું મરચું જાણીતું

ઘરના રસોડાની બરણીઓમાં સંગ્રહ કરવામાં આવેલ શેરથાના દેશી મરચાં પાવડરનો રંગ પણ એવોને એવો જ રહેતો હોય છે. એટલે બારેમાસ માટે ઘરમાં સંગ્રહ કરેલ શેરથાના દેશી મરચાં પાવડરનો રંગ જળવાઈ રહે છે અને એ મહિલાઓને માટે પસંદગી ઉતારવા માટેના કારણોમાંથી એક માનવામાં આવે છે. શેરથા ઉપરાંત પણ ગુજરાતના અનેક મરચાંની જાતો જાણીતી છે. જેમાં સુરેન્દ્રનગર અને ગોંડલના નામ પણ સામેલ છે. જોકે આ બધામાં શેરથા-જોટાણાના મરચાં પર પસંદગી પહેલી રહેતી હોય છે. એટલે જ મહિલાઓ આ મરચાંની ખરીદી કરવાનો આગ્રહ રાખતી હોય છે. મરચું ખરીદીને તેને યોગ્ય રીતે સંગ્રહ ઘરમાં કરવામાં આવતો હોય છે. જે આ ઉનાળાથી આવતા ઉનાળા સુધીની રાહત આપે છે.

હાઈવે પર મરચાંની હારબંધ ખળીઓ

સરખેજ ગાંધીનગર હાઈવે પર અડાલજથી મહેસાણા તરફના હાઈવે પર ચડો એટલે તુરત જ તમને હાઈવે પર સિઝનમાં મરચાંની ખળીઓ જ ખળીઓ જોવા મળે છે. અહીં શેરથાનું મરચુંના બોર્ડ લાગેલા જોવા મળતા હોય છે. બારીનો કાચ ખોલો તો, અહીંની હવામાં પણ શેરથાના મરચાંની મિડિયમ તીખાશનો અહેસાસ થતો હોય છે. આ માહોલ સિઝનમાં ત્રણેક મહિના જામતો હોય છે.

જોકે અહીં હવે શેરથા જ નહીં પણ દેશની અન્ય જાતના મરચાંઓના વેચાણનો પણ ધંધો જામ્યો છે. સાથે સાથે અહીં ગરમ મસાલાઓને પણ વેચાણ કરવાનો વેપાર બરાબર જામ્યો છે. તો ગૃહિણીઓને પણ એક જ સ્થળેથી રસોડામાં ભરવા માટે મસાલા ખરીદી થઈ જવાની રાહત પણ થઈ રહી છે. એટલે વેપારીઓ પણ ગૃહિણીઓના મન પારખીને હવે ખળીઓમાં મરચું જ નહીં પણ હળદર અને ધાણા-જીરું થી લઈ ગરમ મસાલાઓ વેચાણ કરવા લાગ્યા છે.

હવે બહારના મરચાં પણ આવવા લાગ્યા

સ્થાનિક અગ્રણી વેપારી મુજબ હવે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ હવે દેશના અન્ય પ્રદેશોમાંથી પણ મરચું વેચાણ માટે સ્થાનિક ખળીઓમાં આવી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાંથી કર્ણાટક અને આંધ્રપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને કશ્મીરી મરચું મોટા પ્રમાણમાં આવે છે.

અહીંના સ્થાનિક બજારમાં હેવ દેશી મરચાં ઉપરાંત કાશ્મીરી, ગોલર, ગુંટુર, નંદુરબાર, બેડગી, ડબી, રેશમપટ્ટી, ડબલ પટ્ટી, લવિંગિયા અને તેજા જેવી જુદી-જુદી જાતનાં મરચાં દેશભરમાંથી આવે છે. જેને ખરીદવા માટે જાણે કે સિઝનમાં ગૃહિણીઓ પડાપડી કરતી હોય છે.

Shertha's chili is still famous today know everything

હવે શેરથામાં નથી થતી મરચાંની ખેતી

શેરથામાં મરચાંની ખેતી થતી નથી?

મરચાંની વાત નિકળે એટલે શેરથાના નામ વિના વાત શરુ કે પુરી થાય નહીં. પરંતુ હવે એ પણ જાણી લો કે, જે શેરથાના નામે મરચું વેચાય છે એ ગામમાં મરચાંની ખેતી હવે થતી જ નથી. તમને આશ્ચર્ય થશે. પરંતુ સાચી વાત છે. શેરથાના મરચાં જાણીતા છે, પરંતુ હવે સમય સાથે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અને શેરથા ગામની સીમના ખેતરોમાં મરચાંની ખેતી બે-ત્રણ દાયકાથી થતી નથી.

ઓઈલના કૂવા, તેમજ પાણીના તળ ઉંડા થવા સહિતની બદલાયેલી પરિસ્થિતિને લઈ મરચાંની ખેતી છૂટતી જવા લાગી છે. સમય જતાં ગામના ખેતરોના પાણીના તળ ઉંડાં થવા સાથે ક્ષાર ધરાવતું કઠોર પાણી આવતું થયું. જેનાથી ખેતી કરવી મુશ્કેલ બની અને પાક બદલવાની મજબૂરી સર્જાઈ. જોકે શેરથા આસપાસના ગામડાંઓમાં હજુ પણ ખેડૂતો મરચાંની ખેતી કરે છે. વિસ્તારમાં અનેક ગામડાઓમાં મરચાંની ખેતી થાય છે. જે મરચાંને આજે પણ શેરથાના મરચાંની જાત તરીકે જ વેચાણ કરવામાં આવે છે. કેટલાક મરચામાં કેટલોક ફરક ખરીદીના જાણકારોને લાગે છે. પરંતુ આમ છતાં પણ અહીંની ખળીઓના મરચાંને પસંદ કરીને લોકો ખૂબ ખરીદ કરે છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">