એક તીર બે નિશાન : મોંઘા તેલ અને દારૂની લતનો મળ્યો લાજવાબ હલ

ખાદ્યતેલ 100 રૂપિયા સુધી 1 કિલો ના ભાવે મળતા હોય છે તે સામે મહુડાનાં બીજનું તેલ માત્ર 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી જાય છે. આમ કરીને મહિલાઓ દારૂના દુષણને દૂર કરવા સાથે તેમના રસોડાના બજેટને પણ સાચવી લે છે.

એક તીર બે નિશાન : મોંઘા તેલ અને દારૂની લતનો મળ્યો લાજવાબ હલ
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 7:16 PM

મહુડાનો ઉલ્લેખ થાય એટલે મનમાં વિચાર દારૂનો આવે છે.આદિવાસી વિસ્તારમાં આ વનસ્પતિના દારૂએ ઘણું દુષણ પણ ફેલાવ્યું છે પણ આદિવાસી વિસ્તારની મહિલાઓએ સમસ્યાનો જબરદસ્ત તોડ શોધી કાઢ્યો છે. મહુડાનાં ફૂલની વાનગીઓ બનાવી સાથે તેના ફળને વીણી આદિવાસી મહિલાઓ તેને સુકવી તેમાંથી તેલ મેળવે છે. અન્ય ખાદ્યતેલ 100 રૂપિયા સુધી 1 કિલો ના ભાવે મળતા હોય છે તે સામે મહુડાનાં બીજનું તેલ માત્ર 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી જાય છે. આમ કરીને મહિલાઓ દારૂના દુષણને દૂર કરવા સાથે તેમના રસોડાના બજેટને પણ સાચવી લે છે.

મહુડો આદિવાસી વિસ્તારના કલ્પવૃક્ષ સમાન છે

મહુડો એ ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. તે ઉત્તર ભારતના મેદાનો અને જંગલોમાં વ્યાપકપણે જોવા મળે છે. તે ઝડપથી વિકસતું વૃક્ષ છે જે લગભગ 25 મીટરની ઉંચાઈ સુધી વધી શકે છે. મહુડાના ફૂલ, છાલ, પાંદડા અને બીજ ઔષધ તરીકે પણ વપરાય છે. મહુડાના ફળ અને ફૂલોમાં વિટામિન સી, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી જેવા તત્વો મળી આવે છે. મહુડાના ફૂલોમાંથી પરંપરાગત દારૂ બનાવવામાં આવે છે જે મધ્ય ભારતીય રાજ્યો અને પશ્ચિમ ભારતના આદિવાસી વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે. મહુડામાં આલ્કોહોલનું પ્રમાણ 17 થી 22 ટકા સુધી હોય છે. મહુઆના ઝાડના ફૂલો અને ફળો બંને જંગલી ઉત્પાદન છે જે આર્થિક બાબતો સાથે ખાવા-પીવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ અને વસંતઋતુનો અંત આવતાં જ મહુડો ખરવા લાગે છે. આ સમય ઉનાળુ વેકેશનનો પણ હોય છે જ્યારે ધીમે ધીમે ફૂલ અને ફળ ખરવા લાગે છે ત્યારે ગામના બાળકો સૂર્યોદય સાથે જંગલમાં મહુડાના ઝાડ નીચે પહોંચી જાય છે. તેઓ નાની બાસ્કેટમાં ફૂલ અને ફળ વીણવાનું શરૂ કરે છે. સીઝનમાં એક સમય એવો પણ હોય છે જયારે વધુ મહુડો પડવાનું શરૂ થાય છે ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ મહુડાને એકત્રિત કરવાનું શરૂ કરે છે.

દારૂના દુષણને દૂર કરવા મહિલાઓએ પ્રયાસ હાથ ધર્યો

એક એવી પરંપરા રહી હતી કે મહુડાનાં ફૂલમાંથી મોટેભાગે દારૂ બનાવાતો હતો પણ દારૂની બદી સમાજના પરુષોને આરોગ્ય અને આર્થિક બન્ને બાબતોમાં બરબાદી તરફ દોરી જાય છે. દારૂનું દુષણ અટકાવી વન વિસ્તારના કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા મહુડાનાં ફૂલની વાનગીઓ અને તેના બીજના વૈકલ્પિક ઉપયોગને શોધી કાઢવામાં આવ્યો છે.

ગુજરાતના વન વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં મહુડાનાં વૃક્ષ વનવિસ્તારમાં આવેલા છે. હાલમાં શાળાઓમાં વેકેશનનો સમયગાળો પણ ચાલી રહ્યો છે. વહેલી સવારે સ્નાન કરી તૈયાર થઇ પિંકી, આકાશ , વરુણ , દિવ્યા અને તેના જેવા અનેક બાળકો હાથમાં નાની બાસ્કેટ અને થેલીઓ સાથે વન વિસ્તારમાં નીકળી જાય છે. બાળકો ઝાડ નીચે પડેલા મહુડાનાં ફૂલ અને ફળ વીણે છે. બાળકો નીચી ડાળીઓ હલાવી તેને નીચે પાડે છે અને તેને પોતાની થેલી અથવા બાસ્કેટમાં ભરી લે છે. ઉનાળુ વેકેશન દરમિયાન દરરોજ સવારે બાળકોનો આ નિત્યક્રમ બની જતો હોય છે.

મહુડાનાં ફૂલની વાનગીઓ બનાવાય છે

બાળકો જે મહુડાને ઘરે લઇ જાય છે તે પરિવારની મહિલાઓને આપવામાં આવે છે. હવે મહિલાઓની કામગીરી શરૂ થાય છે. મહિલાઓ મહુડાનાં ફૂલની વાનગીઓ બનાવે છે અને ફળ સુકવી તેમાંથી બીજ જેને ડોળી તરીકે ઓળખવામાં આવતા હોય છે તે મેળવે છે. ફૂલોના આ ઉપયોગ કરવામાં ન આવે તો તે સીધા દારૂની ભઠ્ઠીઓ માટે કાચા માલ તરીકે જતા રહે છે. મહિલાઓ બીજ કાઢી તેને સૂકવે છે. ઘણા દિવસો સુધી મહુડાનાં બીજને સૂકવવા માટે ઘણા આંગણા અથવા છત પર મુકવામાં આવે છે.

હવે કેટલીક સામાજિક સંસ્થાઓ અને વનવિભાગ પણ આ મામલે સક્રિય થયું છે. નિવૃત્ત વન અધિકારી રાજ પટેલે tv9 ને જણાવ્યું હતું કે સૌથી વધુ મહુડાનાં વૃક્ષ છોટા ઉદેપુરમાં છે. આ બાદ ભરૂચ – નર્મદા અને રાજ્યના અન્ય વન વિસ્તારમાં પણ મહુડાનાં વૃક્ષ જોવા મળે છે. મહુડાનાં ફૂલ સરકાર ટેકાના ભાવે ખરીદી તેને અન્ય રાજ્યની ડિસ્ટ્રિલરીમાં વેચે છે.આમ કરવાથી રાજ્યમાં દારૂનું દુષણ દૂર થાય છે અને ગરીબ આદિવાસીઓને આવક પણ પ્રાપ્ત થાય છે. એક સંસ્થાએ આદિવાસીઓના ઉત્થાન માટે મહુડાની વાનગી બનાવી તેનું વેચાણ શરુ કરાવ્યું છે. મહુડાનો આઈસ્ક્રીમ પણ બને છે જયારે અન્ય ઔષધોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

મહુડાનાં બીજમાંથી ખાદ્યતેલ મળે છે

મહુડાંના બીજમાંથી પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન થઇ જાય એટલે મહિલાઓ તેને નજીકના શહેરમાં આવેલી તેલની ઘાણીમાં લઈ જાય છે. ઘાણીમાં આ બીજને પીલવામાં આવે છે. આજના ફિલ્ટર અને ડબલ ફિલ્ટર તેના જમાનામાં આદિવાસી મહિલાઓ પ્રકૃતિકરીતે મહુડાનાં બીજનું પીલાણ કરી તેમાંથી તેલ મેળવે છે. આ તેલ આખા વર્ષ માટે ભરવામાં આવે છે જેના પીલાણનો ખર્ચ 5 થી 10 રૂપિયા સુધી થતો હોય છે. આ તેલ આરોગ્યની દ્રષ્ટિએ પૌષ્ટિક માનવામાં આવે છે. મહુડાનાં બીજના પીલાણ બાદ ખોલ નીકળે છે જેને પશુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પશુઓનું આરોગ્ય સારું રહેતું હોવાની અને દૂધ પણ સારી માત્રામાં મળતું હોવાની માન્યતા છે.

ઉલ્લેખનીય છે કેદરેક પરિવાર જાતે મહુડો એકત્રિત કરતું નથી કેટલાક ખરીદીને પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત મહુડાના ફૂલ વેપારીઓ પણ ખરીદ કરતા હોય છે. ફૂલો ખરી જાય ત્યારે મહુડાનું ફળ મળે છે જે ડોળી તરીકે ઓળખાય છે. આ ફળ તેલીબિયાં ની ગરજ સારે છે. જૂન મહિનામાં વરસાદ આવે ત્યાર સુધી ડોળી મહુડાનાં વૃક્ષ પરથી ખરે છે. આ ડોળીમાંથી શુદ્ધ ખાદ્યતેલ મળે છે જેને કેટલાક લોકો ડોળીના તેલ અથવા ડોળીના ઘી તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને,બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ અથવા ઘી મેળવે છે. ઘણાં લોકો ઘાણીમાં ડોળી પિલાવી ઘર વપરાશ માટે તેલ મેળવે છે. ડોળીનો ખોળ પશુઓ માટે વપરાય છે.

મહુડાનું તેલ સસ્તું અને સ્વાસ્થ્યવર્ધક હોય છે

જશોદા વસાવાએ tv9 ને જણાવ્યું હતું કે ડોળીનું તેલ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. સીંગતેલ, કપાસિયાતેલ અને સૂર્યમુખીના બીજનું તેલ 100 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે મળતું હોય છે આ સામે ડોળીનું તેલ 90 ટકા સુધી સસ્તું વધુમાં વધુ 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થતું હોય છે. આ સાથે ખોળ મળે છે જે પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે.

દેવેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દરેક પરિવાર જાતે મહુડાનાં ફૂલ અને ડોળી વીણવા જતા નથી. આ કામ માટે અસમર્થ લોકો ડોળી અને ફૂલ ખરીદતા પણ હોય છે. ગરીબ પરિવારના લોકો સૂકવેલી અને તાજી બંને પ્રકારની ડોળીનું વેચાણ પણ કરતા હોય છે. આ ડોળીની ખુબ સારી કિંમત પણ મળતી હોય છે જે ગરીબ પરિવારને ઉનાળાના સમયમાં ખેતમજૂરી ઓછી મળતી હોય તેવા સમયગાળામાં રોજગારી માટે પણ મદદરૂપ બનતી હોય છે.

મહુડાંનાં ફૂલ અને બીજનો તેલ મેળવવા માટે ઉપયોગ થતો હોવાથી એક કાંકરે બે પક્ષી મારવાની ઉક્તિ સાર્થક કરે છે. એકતરફ આખા વર્ષની ભોજન માટેના તેલની વ્યવસ્થા થતી હોય છે તો સાથે બીજી તરફ દારૂ બનાવવા રો મટીરીયલ ઉપલબ્ધ ન થવાથી દારૂ ગાળવા મહુડો મળતો નથી. મહુડાનો દારૂ ન મળવાથી દારૂના દુષણ પણ નિયંત્રણમાં આવે છે.

આદિવાસી સમાજ મહુડાને ખુબ મહત્વ આપે છે

એક મહુડો આદિવાસી સમાજ માટે કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત તેમનું બજેટ સરભર રાખે છે. આદિવાસી સમાજના લોકો દેવ પૂજન અને સામાજિક પરંપરાઓમાં મહુડાના ફૂલનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત ડોળી અને અન્ય પેદાશો પણ વિવિધ કામમાં ઉપયોગમાં લેવાય છે. આ દેવ વૃક્ષ હોવાથી તેને કાપતાં નથી એટલે આજે આ વૃક્ષો સારા પ્રમાણમાં સચવાયા છે. ઘણા વિસ્તારમાં તેનો વારસો પણ મળે છે.મહુડા પરથી ખરેલા ફૂલ ફક્ત માલિક પરિવાર જ ચુંટી શકે પરંતુ જ્યારે ડોળી ખરે ત્યારે એ ડોળી કોઈપણ વીણી શકે એવી વણ લિખિત પરંપરા હોવાનું વડીલો કહે છે. તેમનું એમ પણ કહેવું છે કે વનસ્પતિ અને વૃક્ષોને અમારા બાપ દાદા પૂજતા હતાઅત્યારે અમે પૂજીએ છે અને અમારી પેઢીઓ ને વારસામાં આ વૃક્ષ પૂજા મળશે.

મહુડાનો રોપ અંદાજે દશેક વર્ષે પુખ્ત થઈને ઝાડ બને પછી ફૂલ અને ફળ મળવાના ચાલુ થાય છે અને પેઢીઓ સુધી પરિવારને તેનો લાભ મળે છે. આ વૃક્ષ આદિવાસી સમાજની આસ્થાનો આધાર પણ ગણાય છે.

આ પણ વાંચો : રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">