14 મેના મહત્વના સમાચાર : હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2024 | 4:53 PM

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

14 મેના મહત્વના સમાચાર : હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

LIVE NEWS & UPDATES

  • 14 May 2024 04:53 PM (IST)

    સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો

    સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં છઠ્ઠા આરોપીની હરિયાણાના ફતેહાબાદથી ધરપકડ કરી છે. આરોપીઓને આજે મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  • 14 May 2024 04:48 PM (IST)

    હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશની અંદરની સ્થિતિ ભાજપ વિરુદ્ધ જઈ રહી છે. તેઓ હરિયાણા, રાજસ્થાનમાં હારી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને પંજાબમાં તેમની બેઠકો ઘટી રહી છે. તેઓ કહેતા હતા કે તે 400 પાર કરશે પરંતુ, હું લેખિતમાં જણાવું છું કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળે.

  • 14 May 2024 04:33 PM (IST)

    અમદાવાદના નવરંગપુરાના ઈશ્વરભુવન પાસેના ફ્લેટમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળ્યાં

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટ ખાતે બે મૃતદેહ મળી આવ્યા છે. અનુશ્રી ફલેટમાંથી બે મૃતદેહ મળી આવ્યા તેમા પતિ, પત્નીના મૃતદેહ હોવાનુ સામે આવ્યું છે. પતિ ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેતના મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દંપતિ છેલ્લા ચાર માસથી ઘરકામ અને સિક્યુરિટીનું કામ કરીને ગુજરાન કરતા હતા. દંપતિ મૂળ નેપાળના વતની છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલ મોકલી આપ્યાં છે. દંપતીએ આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 14 May 2024 03:06 PM (IST)

    અમદાવાદઃ પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા આગ, ફસાયેલા 25 લોકોને બચાવાયા

    અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ  કોમર્શિયલ બિલ્ડિંગમા આગ લાગી છે. આગને કારણે બિલ્ડીગની લિફ્ટમાં 25 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડને આગ અને ફસાયેલા હોવાનો કોલ મળતા જ, ત્વરીત ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આગને કારણે કોમર્શીયલ બિલ્ડિંગમાં ફસાયેલા 25 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

  • 14 May 2024 02:54 PM (IST)

    બનાસકાંઠા: અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે અકસ્માતમાં 7 લોકો ઘાયલ

    બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. બે ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં 7 લોકો કચળાયા હતા. ઈજાગ્રસ્તોને ટ્રેક્ટરની નીચેથી કાઢી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.

  • 14 May 2024 02:25 PM (IST)

    અમદાવાદ જિલ્લાની APMC બે દિવસ બંધ રહેશે

    વરસાદના કારણે અમદાવાદ જિલ્લાની APMC બે દિવસ બંધ રહેશે. આજે અને આવતીકાલે APMC બંધ રહેશે.

  • 14 May 2024 02:23 PM (IST)

    રાજકોટના જીયાણામાં મંદિર સળગાવવાની ઘટના

    રાજકોટના જીયાણામાં મંદિર સળગાવવાની ઘટના સામે આવી છે. પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું. રામદેવપીર અને મેલડી માતાજીનું મંદિર સળગાવ્યું હોવાની માહિતી છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • 14 May 2024 02:17 PM (IST)

    નર્મદાના પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા

    હજુ 48 કલાક ગુજરાતવાસીઓએ વરસાદી માર સહન કરવો પડશે. 48 કલાક ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યુ છે કે ગાજવીજ અને અતિભારે પવન સાથે વરસાદ વરસી શકે. આંધી અને વંટોળ પણ કેટલાક જિલ્લામાં જોવા મળી શકે.

  • 14 May 2024 01:14 PM (IST)

    નર્મદાઃ પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા

    નર્મદાઃ પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબી ગયા છે. સુરતથી આવેલા 8 પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા છે. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા છે. એક યુવકનો બચાવ કરાયો છે, તો 7ની શોધખોળ ચાલુ છે. ડૂબેલા પ્રવાસી મૂળ અમરેલી જિલ્લાના વતની હતા.

  • 14 May 2024 01:09 PM (IST)

    સુરત: ઉમરપાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

    સુરતના ઉમરપાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. સૂતખડકા, ચવડા, નાના સૂતખડકા ગામમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા પાકને નુકસાન થયુ છે. શાકભાજી, ડાંગર સહિતના ઉભો પાક બગડ્યો છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ છે.

  • 14 May 2024 01:03 PM (IST)

    ગુજરાતમાં 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદ વિશે જાણો

    ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદ વિશે જાણો. છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના ક્વાંટમાં 5 મીમી, દાહોદમાં 3 મીમી, નર્મદાના સાગબરામાં 3 મીમી, સાબરકાંઠાના ઇડર અને દાહોદના ઝાલોદમાં 1-1 મીમી વરસાદ ખાબક્યો છે.

  • 14 May 2024 12:34 PM (IST)

    પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવી

    પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન દરમિયાન પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

  • 14 May 2024 11:59 AM (IST)

    PM મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા

    પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા. તે લગભગ 10-15 મિનિટ સુધી મંદિરમાં રહ્યા. પીએમ મોદી થોડા સમય પછી નોમિનેશન ફાઈલ કરશે.

  • 14 May 2024 10:15 AM (IST)

    ક્રુઝમાં સવાર થઇ નમો ઘાટ જઇ રહ્યા છે PM મોદી

    દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કર્યા બાદ ક્રુઝમાં સવાર થઇ PM મોદી નમો ઘાટ જઇ રહ્યા છે.

  • 14 May 2024 09:52 AM (IST)

    PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કરી

    વારાણસીમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન કરતા પહેલા PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કરી.

  • 14 May 2024 09:30 AM (IST)

    ચારધામ યાત્રામાં ગુજરાતના લોકો ટ્રાફિક જામમાં ફસાયા

    ઉત્તરાખંડમાં અનેક રાજકોટવાસીઓ ફસાયા છે. ચારધામ યાત્રામાં હજારો લોકો ટ્રાફિક જામમાં અટવાઇ ગયા છે. ઉત્તરકાશીથી ગંગોત્રી જવામાં યાત્રીકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદારો બમણાં રૂપિયા વસૂલતા હોવાનો  આક્ષેપ યાત્રિકોએ કર્યો છે.

  • 14 May 2024 09:25 AM (IST)

    દાહોદ: કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા

    દાહોદમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના પગલે અનાજના વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થયુ છે. APMCમાં બહાર પડેલું અનાજ પલળી ગયુ છે. મકાઇ અને મગના પાક પલળતા નુકસાન જવાની ભીતિ છે.

  • 14 May 2024 08:29 AM (IST)

    10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી

    10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે. 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ વરસાદી ઝાપટાના એંધાણ છે.

  • 14 May 2024 08:18 AM (IST)

    જૂનાગઢમાં મોડી રાત્રે પ્રચંડ પવન સાથે વરસ્યો વરસાદ

    જૂનાગઢમાં મોડી રાત્રે પ્રચંડ પવન સાથે વરસાદ વરસ્યો છે. 12 વાગ્યા આસપાસ આંધી અને વંટોળ સાથે તોફાની વરસાદે  જૂનાગઢને ધમરોળ્યુ હતુ. વંથલી, કેશોદ, વિસાવદર, ભેંસાણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે. અતિભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ અને બેનરોને નુકસાન થયુ છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો  થયો છે.

  • 14 May 2024 08:14 AM (IST)

    મુંબઈ: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો

    મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે. હોર્ડિંગ્સ પડવાથી 14ના મોત થયા છે, તો 43થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તોફાન અને વરસાદ દરમિયાન પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઉંચુ બિલબોર્ડ પડ્યું હતું. વડાલામાં મેન્ટલ પાર્કિંગ ટાવર પણ ધરાશાયી થયો હતો.

  • 14 May 2024 07:30 AM (IST)

    વારાણસીમાં વડાપ્રધાન મોદી આજે ઉમેદવારી નોંધાવશે

    વારાણસીમાં વડાપ્રધાન મોદી આજે ઉમેદવારી નોંધાવશે. સવારે બરોબર 11.40 કલાકે પીએમ મોદી લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદી કાશી કોતવાલ કાલ ભૈરવના આશીર્વાદ લેશે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા PM મોદી ક્રૂઝ મારફતે નમો ઘાટ પહોંચશે. જ્યાં તેઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે અને ત્યારબાદ નમો ઘાટથી PM મોદી નામાંકન ભરવા જશે. PM મોદીના નામાંકન સમયે ભાજપના દિગ્ગજ નેતાઓની ખાસ ઉપસ્થિતિ રહેશે.

  • 14 May 2024 07:29 AM (IST)

    રાજ્યમાં વરસાદી માહોલને પગલે CMએ સમીક્ષા કરી

    રાજ્યમાં વરસાદી માહોલને પગલે થયેલા નુકસાનની CMએ સમીક્ષા કરી. તેમણે વરસાદ અને ભારે પવનથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી.  સાથે જ કાર્યકારી મુખ્ય સચિવને CMએ આપ્યા દિશાનિર્દેશ આપ્યા. આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યું. જિલ્લાઓના કંટ્રોલરૂમ કાર્યરત રહે તે માટે CMએ સૂચના આપી.

લોકસભા ચૂંટણી માટે પીએમ મોદીએ આજે વારાણસીમાં ઉમેદવારી નોંધાવી છે. લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કામાં 62.84 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 76 ટકા, તો સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં 36.88 ટકા મતદાન નોંધાયુ છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા સુશીલ કુમાર મોદીનું નિધન થયુ છે. દિલ્હી એઇમ્સમાં તેમની કેન્સરની  સારવાર ચાલી રહી હતી. મુંબઈના ઘાટકોપરમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતાં 8 લોકોના મોત થયા છે.  રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.

Published On - May 14,2024 7:26 AM

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">