લોકશાહીના મહાપર્વમાં રાજવી પરિવારે કર્યુ મતદાન, રાજકોટમાં વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર- Video

લોકશાહીના મહાપર્વમાં રાજવી પરિવારે કર્યુ મતદાન, રાજકોટમાં વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 11:11 PM

લોકસભાની ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. જેમા 93 બેઠકો પર મતદાન યોજાયુ. ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. લોકશાહીના આ મહાપર્વમાં રાજવી પરિવારે પણ તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ સમયે વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

લોકશાહીના મહાપર્વમાં રાજવી પરીવાર પણ સહભાગી બન્યા. અને પોતાનો મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ, વડોદરા, મોરબી અને ભાવનગરમાં રાજવી પરીવારે મતદાન કર્યું હતું. વડોદરામાં મહારાજા અને રાજમાતાએ મતદાન કર્યું. સમરજીતસિંહ ગાયકવાડ, શુભાંગીનીદેવીએ કર્યું મતદાન. રાજકોટમાં રાજવી પરીવાર ઢોલ નગારા અને વિન્ટેજ કારમાં મતદાન કરવા ગયા તો આ રાજવી પરીવારો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જામનગર પોલીસ હેડક્વાર્ટરમા આવેલા મતદાન મથક ખાતે જામસાહેબે પણ કર્યું હતુ મતદાન.

લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમા સુરતની બેઠક બિનહરીફ થતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટો પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર છે.  તદઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પોરબંદર, વિજાપુર, વાઘોડિયા, ખંભાત અને માણાવદર બેઠક પર પણ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : Loksabha Election 2024: દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ…ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર સહિત યુપી-બિહારની શું છે સ્થિતિ

Published on: May 07, 2024 11:09 PM
g clip-path="url(#clip0_868_265)">