ગુજરાતમાં આવી અનુપમા ! પ્રથમ રોડ શો કરી રાજકીય સફરની કરી શરુઆત, અભિનેત્રીને જોવા ભીડ ઉમડી, જુઓ Video
રૂપાલી ગાંગુલીની પ્રથમ રેલી માટે ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ સીનને કોઈ કેપ્શનની જરૂર નથી. આ અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તમે શો દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા છે. હવે તમે રાજનીતિ દ્વારા પણ બધાના દિલ જીતી લેશો. થુ થુ થુ."
પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા. રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’ બની દર્શકોના દિલ અને દિમાગમાં જગ્યા બનાવી છે, તે ટીઆરપીમાં પણ હંમેશા નંબર વન પર રહે છે. રૂપાલી ગાંગુલીએ આ અઠવાડિયે ભાજપનું સભ્યપદ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
‘અનુપમા’ અભિનેત્રીના આ પગલાથી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે તેણે પોતાની પહેલી રેલીથી રાજકીય સફર પણ શરૂ કરી દીધી છે. રૂપાલી ગાંગુલીની પ્રથમ રેલી સાથે જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અનુપમા આવી ગુજરાતમાં
Nocaption for ths scenes very proud moments for us ths , You hv win million of heart in show❤️ In politics also you ll win billons heart of public dhanrakjo khana ji, THU THU THU #Anupamaa #Rupaliganguly pic.twitter.com/cazrQO7v4u
— Amrin banu (@Amrinbanu164274) May 3, 2024
રૂપાલી ગાંગુલીએ ગુજરાતના કેશોદમાં બીજેપીના સભ્ય તરીકે તેમની પ્રથમ રેલી યોજી હતી. રેલીમાં રૂપાલી ગાંગુલીની એક ઝલક મેળવવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટેલા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, અભિનેત્રી પણ તેના ચાહકોને મળવા ફોટા પડાવતી જોવા મળી હતી. તેણે રેલીમાં નવી સફર શરૂ કરવા માટે ચાહકોનો સાથ પણ માંગ્યો હતો. રૂપાલી ગાંગુલીની રેલીમાંથી વાયરલ થયેલો આ વીડિયો જોઈને કહી શકાય કે અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ભીડ એકઠી થઈ હતી.
A big big SHOUT-OUT FOR MY #RupaliGanguly This BGM perfectly goes for the LADY I can’t Stop SMILING AND FEELING PROUD OF you. It’s Just the beginning of Vikas ka MAHAYAGYA Goosebumps✨️ That’s how much ppl love and look up to U Rock on#Anupamaa #RupaliGanguly pic.twitter.com/IXodjBaHDC
— aalu_lover (Pooh) (@aalu_lover) May 3, 2024
ગુજરાતના કેશોદ કર્યો રોડ શો
રૂપાલી ગાંગુલીની પ્રથમ રેલી માટે ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ સીનને કોઈ કેપ્શનની જરૂર નથી. આ અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તમે શો દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા છે. હવે તમે રાજનીતિ દ્વારા પણ બધાના દિલ જીતી લેશો. થુ થુ થુ.” તમને જણાવી દઈએ કે અભિનેત્રી ગુલાબી સાડી પહેરીને રેલીમાં આવી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો. ‘અનુપમા’ના નિર્માતા રાજન શાહીએ પણ રૂપાલી ગાંગુલીને રાજનીતિમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.