ગુજરાતના આ ગામમાં છે દેશની પહેલી મહિલા પંચાયત, 10થી 21 વર્ષની છોકરીઓ સંભાળે છે સમગ્ર ગામ

સાંભળવામાં આ તમને થોડું અલગ લાગી રહ્યું હશે, કારણ કે તમે કદાચ આ પ્રકારની પંચાયત વિશે સાંભળ્યું ન હોય. જી હા, ગુજરાતના એક ગામમાં દેશની પ્રથમ કન્યા પંચાયતની રચના કરવામાં આવી છે. હવે આ પહેલ બાદ કેન્દ્ર સરકાર પણ આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના બનાવી રહી છે અને ગુજરાતના અનેક ગામમાં તેની શરૂઆત પણ થઈ ચુકી છે.

ગુજરાતના આ ગામમાં છે દેશની પહેલી મહિલા પંચાયત, 10થી 21 વર્ષની છોકરીઓ સંભાળે છે સમગ્ર ગામ
Follow Us:
| Updated on: May 02, 2024 | 6:43 PM

તમે ગામડાઓમાં પંચાયતો વિશે અવારનવાર સાંભળ્યું હશે અને આજે પણ ઘણા ગામડાઓમાં સરપંચ માટે પુરૂષ પ્રભુત્વવાળી છબી છે, પરંતુ ગુજરાતના કુનરિયા ગામમાં ચિત્ર સાવ અલગ છે. કારણ કે અહીં દેશની પ્રથમ કન્યા પંચાયતની રચના કરવામાં આવી છે.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત આ પહેલ કરવામાં આવી છે. આ પહેલ પછી કેન્દ્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હવે દેશભરમાં છોકરીઓની પંચાયત શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ચૂંટણીમાં ચાર યુવતીઓએ ઉમેદવારી નોંધાવી હતી

બાલિકા પંચાયતનું સંચાલન 10થી 21 વર્ષની વયની છોકરીઓ દ્વારા કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓને સામાજિક અને રાજકીય વિકાસને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાંથી બાળ લગ્ન અને દહેજ પ્રથા જેવા દુષણોને નાબુદ કરવાનો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

બાલિકા પંચાયતના સરપંચની ચૂંટણી માટે સમગ્ર બંધારણીય પ્રક્રિયા દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી માટે કુલ ચાર યુવતીઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ગરવા ભારતીએ ચૂંટણી જીતી હતી. ગરવા ભારતી હાલમાં 22 વર્ષની છે અને તેમણે ગ્રેજ્યુએશન અને Lawનું એજ્યુકેશન મેળવ્યું છે.

તેમના દ્વારા બનાવવામાં આવેલી સમિતિમાં ઘણી છોકરીઓ છે, જેઓ 18 વર્ષની છે અને ઘણી અલગ-અલગ જવાબદારીઓ સંભાળી રહી છે. 117 મતોથી જીતેલી ભારતી હાલ ગામનો કાર્યભાર સંભાળે છે. તે તેની જીતને તેના ગામની ઘણી મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાની એક મોટી તક તરીકે જુએ છે.

બાલિકા પંચાયતનો અનુભવ પંચાયતી રાજમાં 50 ટકા મહિલા અનામતને અસરકારક રીતે લાગુ કરવામાં ઉપયોગી થશે. અમે આરોગ્ય, શિક્ષણ, પોષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને કારકિર્દી વૃદ્ધિ માટે છોકરીઓ માટે તાલીમનું પણ આયોજન કરીશું.

બાલિકા પંચાયતની ચૂંટણી બાદ છોકરીઓની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ સમિતિ હેઠળ 17 વર્ષથી 21 વર્ષની વયની છોકરીઓ તેમની ભાગીદારી દર્શાવે છે. ‘બાલિકા પંચાયત’નો ઉદ્દેશ છોકરીઓના સામાજિક અને રાજકીય વિકાસને પ્રોત્સાહન આપવાનો અને રાજકારણમાં છોકરીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.

કચ્છની બાલિકા પંચાયતના સરપંચ ભારતીએ જણાવ્યું હતું કે, ‘બાલિકા પંચાયત’ એ 10 થી 21 વર્ષની વયની છોકરીઓની પંચાયત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓનો અવાજ સાંભળવા અને દરેક મહત્વપૂર્ણ બાબતમાં તેમની ભાગીદારીનો છે.

કન્યા પંચાયતની રચના કરવામાં આવી

ગામના ડેપ્યુટી સરપંચ સુરેશ છાંગા કહે છે કે ગામની જે છોકરીઓ બહાર નથી આવી શકતી તે શિક્ષણ મેળવી શકતી નથી. તેથી તેમને મદદ કરવા માટે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી શાળા છોડી દે છે અને તેના માતાપિતા તેને બહાર જવા દેતા નથી, તો બાલિકા પંચાયત તેના માતાપિતાને સમજાવે છે અને તે છોકરીને ફરીથી શિક્ષણ માટે મોકલે છે.

તેવી જ રીતે બાલિકા પંચાયત દ્વારા દહેજ, જાતીય સતામણી, ઘરેલું હિંસા અને અન્ય મહિલાઓને લગતી સમસ્યાઓને સાંભળીને અને સમજીને ઉકેલો શોધવામાં આવ્યા હતા.

બાલિકા પંચાયતની રચના પછી આ ગામમાં ઘણા ફેરફારો થયા છે. જ્યાં પહેલા છોકરીઓ પોતાના અધિકાર માટે આગળ આવી શકતી ન હતી, આજે પણ તે છોકરીઓ અને મહિલાઓ આગળ આવીને પોતાના હક માટે લડી રહી છે.

ઘરની નેમપ્લેટ પર ‘દીકરીઓના નામ’

ગરબા જણાવે છે કે બાલિકા પંચાયતની રચના બાદ પંચાયતના સભ્યોએ એક સમયે મહિલા સશક્તિકરણની દિશામાં એક ઉત્તમ નિર્ણય લીધો હતો. આ ગામમાં દરેક ઘરની નેમ પ્લેટ પર ઘરની દીકરીઓનું જ નામ છે. અન્ય સ્થળો અને શહેરોમાં તમને પિતાના નામ જોવા મળે છે, પરંતુ આ એક એવું ગામ છે જ્યાં ઘરની નેમપ્લેટ પર દીકરીઓના નામ જોવા મળશે.

તેની પાછળનું કારણ જણાવતાં ગરવા કહે છે કે લગ્ન પહેલાં દીકરીના નામમાં પિતાનું નામ ઉમેરવામાં આવે છે અને લગ્ન પછી પતિનું નામ ઉમેરવામાં આવે છે અને તેથી મહિલાઓને તેમના હક્કની ઓળખ અને સામાન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ગામને આદર્શ ગામ માનીને અન્ય ગામોમાં પણ આ રીતે કન્યા પંચાયતની રચના કરવામાં આવી છે.

બાલીકા પંચાયતની શરૂઆત બાદ ગામમાં અનેક બદલાવ આવ્યા: કુનારીયા ડેપ્યુટી સરપંચ

કુનારીયા ગામના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ સાથે વાત કરતા TV9 Digitalને તેમણે જણાવ્યું હતુ્ં કે, ગામમાં હાલમાં ભારતી ગરવા સરપંચ તરીકે ફરજ બજાવે છે. ભારતી ગરવાએ ગેજ્યુએશન અને Law બન્નેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બાલિકા પંચાયતની શરૂઆત બાદ ગામમાં અનેક બદલાવ આવ્યા છે અને તેમા પણ ખાસ કરીને મહિલાઓમાં તેની અસર જોવા મળી છે.

મહિલાઓ અને દિકરીઓના હેલ્થ અને હાઈઝીનને લઈને ધ્યાન રાખતા થયા છે, જ્યારી માહવરીના દિવસોમાં પેડના ઉપયોગનું ચલણ વધ્યું છે, સાથે આયનની કમી ન થાય તે માટે સમગ્ર ગામમાં આયનની ગોળીએ જે પહેલા નહોતી ખાતી તે પણ હવે લેવા લાગ્યા છે.

જ્યારે ગામના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 8માં ધોરણ સુધીની જ સ્કુલ છે, તો પણ ગામમાં હાયર એજ્યુકેશનનો રેટ પહેલા 50 ટકાની આસપાસ હતો જે હવે 84 ટકા જેટલો થઈ ગયો છે. આ વર્ષ 34 જેટલી છોકરીઓએ કોલેજ અને બોર્ડની પરીક્ષા આપી છે, અને છોકરીઓમાં ભણતરને લઈને જાગૃતતાનું પ્રમાણ ખુબ માટા પાયે વધ્યું છે. છોકરીઓ હવે ફક્ત ઘરમાં નથી રહેતી બહાર નોકરી કરવા પણ જાય છે.

છોકરીઓ હવે કરાટે ક્લાસ કરવા પણ જાય છે, આ બધા બદલાવના કારણે છોકરીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારતી ગરવા હાલ કાર્યકારી સરપંચ તરીકે ફરજ બજાવે છે, જ્યારે જૂનમાં ફરી સરપંચની ચૂંટણી યોજાશે.

જિલ્લાના 22 જેટલા ગામમાં બાલીકા પંચાયત બનાવવામાં આવી: સુરેશ છાગા

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઘર કી પહેચાન બેટી કે નામ કાર્યક્રમ અંતર્ગત ગામમાં દરેક ઘરની નેમ પ્લેટ પર દિકરીઓના નામ લખવામાં આવ્યા છે. પહેલા જે વિસ્તારો કે ફળીયા જે અલગ અલગ નામે બોલાતા હતા તેને પણ દિકીરીઓના નામે રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પરીપત્ર કર્યો છે અને ગામે ગામ બાલીકા પંચાયત બનાવવામાં આવશે. જિલ્લાના 22 જેટલા ગામમાં બાલીકા પંચાયત બનાવવામાં આવી છે અને હજી પણ તેમાં વધારો થઈ રહ્યો છે.

કુરિવાજોને પણ તિલાંજલી

વધુમાં ગામના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ છાગાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લોકોનો પ્રેરણા પ્રવાસ ખુબ જ વધ્યા છે, અલગ અલગ ગામમાંથી કિશોરીની સંસ્થાઓ સહિતના લોકોએ ગામના પ્રવાસમાં આવ્યા હતા અને આ ગામમાંથી પ્રેરણા લઈને પોતાના ગામમાં આ ગામમાં જેમ અમલ કરશે તેવું કહેવામાં આવ્યું હતું, ગામમાં જે દહેજ પ્રથા સહિતના કુરિવાજોની પણ તિલાંજલી આપવામાં આવી છે. ગામની વસ્તી 3500 લોકોની છે.

આ પણ વાંચો: 63 વર્ષ પહેલા એક હતા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર, ભાગલા પડ્યા તો મુંબઈ કેમ મહારાષ્ટ્રને મળ્યું, જાણો કારણ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">