સત્તા સમેલનાના પહેલા સેશનમાં લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય પ્રધાન અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલી વાત મોદીની ગેરંટીને લઈ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કરેલા કામો પર મોદી સરકારને લોકો વોટ આપશે.
મહત્વનું છે કે, દેવુસિંહ ચૌહાણ એક ભારતીય રાજકારણી છે અને ભારતના સંચાર રાજ્ય મંત્રી તરીકે સેવા આપે છે. તેઓ ખેડા લોકસભા મતવિસ્તાર, ગુજરાતથી લોકસભા માટે સંસદ સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા સામાન્ય ચૂંટણી જીતી હતી.
દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતના નવાગામ ખેડામાં થયો હતો. તેમણે સરકારી પોલિટેકનિક કોલેજ, પોરબંદર (ગુજરાત)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો છે. 1989 થી 2002 સુધી, દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણે ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) સાથે એન્જિનિયર તરીકે કામ કર્યું.
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારોમાં કરેલ કામોને લઈ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આવાસ થી લઈ સમાજના તમમાં વર્ગને સાથે રાખીને આગળ ચાલવાનું સરકારે જે કામ કર્યું છે તેનો લાભ ખેડા જિલ્લાના લોકોને પણ મળ્યો છે.
દેવુસિંહ ચૌહાણે રોડ કનેક્ટિવિટીની વાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ આપણને અત્યારે ફક્ત અમદાવાદ લાગે છે પરંતુ આગામી સામયમાં અમદાવાદ, મેટ્રો અમદાવાદ હશે. મહત્વનું છે કે, મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડને લઈ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે દેશનો વિકાસ કરવો હોય તો ખાડા માંથી પસાર થવું જોઈએ.
ફાયબર કનેક્ટિવિટી અંગે વાત કરવામાં આવી તો દેશમાં અઢી લાખ ગામડામાં ફાયબર ટેકનોલોજી છે તેવું દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં 400 પારને લઈ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયમાં ભ્રષ્ટાચાર સહિતના અનેક ગેરવ્યાજબી મુદાઓ નાબૂદ થયા છે. તેના આધારે સરકાર 400 પાર કરશે. તેમણે કહ્યું કે, ભાજપ દેશ માટે કામ કરી છે જ્યારે કોંગ્રેસ પરિવાર માટે કામ કરે છે.
કોંગ્રેસ મુક્ત ભારતને લઈ તેમણે વાત કરી કે, કોંગ્રેસે માતની લાલચમાં આટલા વર્ષ દેશના બગાડ્યા. કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે, એક તરફ કોંગ્રેસ સનાતન અને ધર્મને નાબૂદ કરવા નીકળ્યા છે. બીજી તરફ ભારત જોડો યાત્રા કરવા જાય ચએ. તેમણે કહ્યું કે, આવા લોકોને દેશ ઓળખી ગયો છે.
મોદીકા પરિવાર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, વર્ષો સુધી સત્તા ભોગવનાર લોકોએ એવું કહ્યું કે, મોદીનો પરિવાર નથી તેથી અમે બતાવ્યું કે, આખો દેશ મોદીનો પરિવાર છે. સાથે જ કોંગ્રેસના પરિવાર વાદ સામે મોદી કા પરિવાર અંગે પણ મહત્વની વાત કરી હતી.
રામ મંદિરની વાત વોટ બેંક તરીકે ઉપયોગ કરવાના સવાલ પર મંત્રીએ જણાવ્યું કે, રાજકીય પક્ષોની કામગીરીને લઈ લોકો મત આપતા હોય છે. તેમણે દેશમાં નેતા, નીતિ અને નિયત પર જનતાએ ભરશો મૂક્યો હોવાની વાત કરી હતી. અને આગામી સમયમાં પણ આ જ પ્રકારે લોકો મત આપશે તેમ કહી તેમણે રામ મંદિર પરના વોટ બેંક અંગે જવાબ આપ્યો હતો.
Published On - 4:25 pm, Sat, 9 March 24