પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની મહિલાઓનું અલ્ટિમેટમ, ત્રણ દિવસની અંદર રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની મહિલાઓનું અલ્ટિમેટમ, ત્રણ દિવસની અંદર રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 12:00 AM

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમા ક્ષત્રિય સમાજની મહિલાઓએ ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે કે ત્રણ દિવસમાં રૂપાલાની ટિકિટ રદ નહીં કરો તો આંદોલન માટે તૈયાર રહેજો. તાત્કાલિક ધોરણે ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ ક્ષત્રિય સમાજના સંમેલનમાં ઉઠી છે.

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને લઈને ક્ષત્રિય સમાજ કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતો હોય તેવુ હાલ તો નથી દેખાઈ રહ્યુ. સુરેન્દ્રનગરમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક બાદ મહિલાઓએ અલ્ટીમેટમ આપ્યુ છે કે ત્રણ દિવસમાં રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને મુકવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરશે. ત્રણ દિવસમાં ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ મેદાને આવશે. સુરેન્દ્રનગરમાં 8 હજારથી વધુ ક્ષત્રિય આગેવાનો એક્ઠા થયા હતા અને તાત્કાલિક ધોરણે રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ ઉઠી છે.

આગામી સમયમાં આક્રમક વિરોધ અને દેખાવો કરવામાં આવશે- કરણી સેના

પહેલા એવી શકયતા જોવાઈ રહી હતી કે ગોંડલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાની માફી બાદ મામલો શાંત થઇ જશે. જો કે હવે લાગી રહ્યું છે કે રૂપાલા મુદ્દે રાજપૂત સમાજ લડી લેવાના મુડમાં છે. રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ દિવસે દિવસે આક્રમક બની રહ્યો છે. ગુજરાત કરણીસેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો. આગામી સમયમાં આક્રમક વિરોધ કાર્યક્રમ જોવા મળશે. ઉપરાંત ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો ગામડે-ગામડે રૂપાલા વિરુદ્ધ રેલી યોજશે.

આ પણ વાંચો: અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ ઠારવા બેઠકનો દોર, મારામારીને લઈને હકુભા જાડેજાએ કહ્યું, નારાજગીની નથી કોઈ વાત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">