નર્મદા : ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જુઓ વીડિયો

નર્મદા : ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જુઓ વીડિયો

| Updated on: Mar 18, 2024 | 8:53 AM

નર્મદા : ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ અવસરે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દિધો છે. ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હાલ માજ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા પહેલવાર ભાજપના જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા રહ્યા હતા. તમામ નેતાઓના નિશાના પર આપ ઉમેદવાર ચૈતર વસાવા રહ્યા હતા.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">