Breaking News : રાધનપુરમાં આંખની હોસ્પિટલની બેદરકારી! આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર
રાધનપુરમાં આંખની હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. હોસ્પિટલમાં આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા છે. 3 પુરુષ અને 2 મહિલા ભોગ બન્યા છે. 45થી 70 વર્ષની વ્યક્તિઓની આંખોની દ્રષ્ટિને અસર થઈ છે.
આંખની સારવાર બાદ દર્દીઓને અંધાપાની અસરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં આંખની હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. હોસ્પિટલમાં આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા છે. 3 પુરુષ અને 2 મહિલા ભોગ બન્યા છે. 45થી 70 વર્ષની વ્યક્તિઓની આંખોની દ્રષ્ટિને અસર થઈ છે. અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને વઘુ સારવાર અર્થે ગઈકાલે રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર કરાવ્યા બાદ અંધાપાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. રાધનપુરમાં આંખની હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે. 5 દર્દીઓને અંધાપાની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને વઘુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર, 2 ફેબ્રુઆરીના રોજ દર્દીઓએ રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં આંખની સારવાર કરાવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનના 6 દિવસ બાદ આંખમાં અંધાપાની અસર શરુ થતાં દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..