સિદ્ધપુરમાં સેન્ટ્રલ GST કચેરીનો ઓફિસ બોય લાંચ લેતા ઝડપાયો, ACB ની કાર્યવાહી
પાટણના સિદ્ધપુરમાં એસીબીએ આઉટ સોર્સથી ફરજ બજાવતા ઓફિસ બોયને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લીધો છે. ઓફિસ બોય 5000 રુપિયાની લાંચ લેતા જ એસીબીએ તેને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જીએસટી નંબરની ફાળવણીને લઈ તેણે આ લાંચ સ્વિકારી હતી અને તે ઝડપાઈ ચૂક્યો છે.
રાજ્યમાં એસીબી દ્વારા ભ્રષ્ટાચારીઓને ઝડપવામાં આવી રહ્યા છે. આ માટે ફરિયાદીઓ પણ લાંચ નહીં આપવાનું નક્કી કરીને એસીબી સમક્ષ આવી રહ્યા છે. જેમની હિંમતને લઈ એસીબી દ્વારા છટકાંના આયોજન કરીને ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવામાં આવે છે. આવી જ રીતે પાટણના સિદ્ધપુરમાં પણ એસીબીએ એક છટકું ગોઠવતા જેમાં એક ઓફિસ બોય ઝડપાયો હતો.
જીએસટી નંબર મેળવવા માટે કરેલી અરજીને લઈ લાંચની રકમ માંગવામાં આવી હતી. જે રકમને સ્વિકારવા જતા જ એસીબીએ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. એસીબી દ્વારા આ રકમ કોને આપવાની હતી અને કોનો કોનો હિસ્સો હતો એ તમામ વિગતોની પણ તપાસ કરવામાં આવી શકે છે.
5000 ની લાંચ લેતા ઝડપાયો
ફરિયાદી વેપારીને પોતાને જીએસટી નંબર મેળવવો હોવાને લઈ આ માટે ઓનલાઈન અરજી કરી હતી. જેને લઈ અરજી સંબંધે સિદ્ધપુર સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરીના અધિકારી દ્વારા ફરિયાદીના ઘરે સ્થળ તપાસ કરેલ હતી. આ દરમિયાન તેમની સાથે ઓફિસ બોય દિપક ચાવડા પણ સાથે આવેલ હતો. જ્યાં સ્થળ તપાસ બાદ ઓઓફિસ બોય દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.
જીએસટી નંબરની ફાળવણીમાં મદદ કરવાને લઈ લઈ તેણે 5000 રુપિયાની માંગણી કરી હતી. જે રકમ ફરિયાદીએ આપવી નહીં હોય આ માટે પાટણ એસીબીને આ અંગેની ફરિયાદ કરી હતી. જેને લઈ ફરિયાદીની રજૂઆત આધારે પાટણ એસીબી પીઆઈ એમજે ચૌધરી અને તેમની ટીમે લાંચને લઈ છટકું ગોઠવ્યુ હતુ.
તપાસ અધિકારીઓ સુધી પહોંચશે?
દીપક ચાવડાએ ફરિયાદી પાસેથી માંગેલી લાંચની રકમને લઈને તેમને આપવા માટે જણાવતા એસીબીએ છટકું ગોઠવતા તેમાં તે આબાદ ઝડપાઈ આવ્યો હતો. દીપક ચાવડાએ ફરિયાદીને કચેરીની નીચે જ રોડ પર 5000 રુપિયા લઈને બોલાવ્યો હતો. જ્યાં કચેરી નીચે પૈસા રોકડા સ્વિકારતા જ એસીબીએ તેને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો: હિંમતનગર આસપાસના 8 ગામના વિસ્તાર નગરપાલિકામાં સમાવાયા, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ
એસીબીએ હવે આ પાંચ હજાર રુપિયામાં અન્ય અધિકારીઓનો હિસ્સો છે કે, કેમ તે દીશામાં પણ તપાસ શરુ કરી શકે છે. એસીબી દ્વારા એ પણ તપાસ કરવામાં આવી શકે છે કે, ઓનલાઈન અરજીઓ કર્યા બાદ અન્ય અરજદારોની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો હતો. આમ સેન્ટ્રલ જીએસટી કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓ તેમાં સામેલ છે કે, કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.