ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું, 170 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીયોની ધરપકડ
દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે. વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે પણ આવા કિસ્સા સતત સામે આવી રહ્યા છે.ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
![ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું, 170 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીયોની ધરપકડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/04/Drugs-seized-in-waters-near-Porbandar.jpg?w=1280)
દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે. વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે પણ આવા કિસ્સા સતત સામે આવી રહ્યા છે.ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
સતત ત્રીજા દિવસે ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે.ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી કરી છે. ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સની સાથે 2 ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ ડ્રગ્સને પાકિસ્તાન જઈને લાવતા હતા.
હશીશ નામનું ડ્રગ્સ પકડાયુ
પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત 60 કરોડ રૂપિયા હોવાની પ્રાથિમક માહિતી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ડ્રગ્સ પકડાઇ રહ્યુ છે. આ પહેલા ગુજરાત એટીએસ અને NCB દ્વારા ગુજરાત સહિત રાજસ્થાનમાં મળીને કુલ 4 જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવી હતી. થઈ. ખાસ કરીને ગાંધીનગર, અમરેલી અને પોરબંદરમાં થયેલી કાર્યવાહીમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની પકડાયા હતા
પોરબંદર નજીક ભારતીય જળસીમામાંથી ગુજરાત ATS અને NCBના દિલધડક સંયુક્ત ઓપરેશનમાં સૌથી મોટો પર્દાફાશ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓએ રૂપિયા 600 કરોડના 86 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે મધ દરિયે 180 નોટીકલ માઈલ દૂર ઓપરેશન હાથ ધરાયું.
બોટમાં સવાર ડ્રગ્સ માફિયાઓએ પડકાર ફેંકતા ભારતીય સુરક્ષા એજન્સીઓના અધિકારીએ ફાયરિંગ કર્યું, ફાયરિંગની ઘટનામાં બોટચાલકને ઇજા પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓની ધોંસ વધતા જ માફિયાઓમાં દોડધામ સર્જાઇ અને ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો. આખરે અલરઝા નામની બોટને ઘેરીને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્ય પોલીસ વડાએ સુરક્ષા એજન્સીઓની કામગીરીની પ્રશંસા કરી છે.