કોંગ્રેસને સાબરકાંઠામાં લાગ્યો વધુ ફટકો, CMની ઉપસ્થિતિમાં 50 આગેવાનો BJPમાં જોડાયા
સાબરકાંઠા લોકસભા બેઠક પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સહકાર ખેડૂત સંમેલન યોજાયું હતુ. લોકસભાની ચૂંટણીને લઈ સાબરકાંઠા બેઠક પર પ્રચાર કાર્ય અંતિમ દિવસોમાં ધમીધમી રહ્યો છે. આ દરમિયાન વધુ એકવાર સાબરકાંઠાના પ્રવાસે મુખ્યપ્રધાન પહોંચ્યા હતા.
સાબકાંઠા લોકસભા બેઠક પર એક બાદ એક સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના પ્રચાર માટે મહિલા, ઓબીસી, એસસી, સહકાર અને ખેડૂત સહિત અલગ અલગ સંમેલનો યોજીને પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે સહકાર ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ સહકાર ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂત અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં લાલસિંહ પરમાર, મિલ્કતસિંહ રાઠોડ,ભગવતસિંહ ઝાલા સહિતના 50 થી વધારે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખેડુત સંમેલન. https://t.co/DG5Tqid9wn
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 3, 2024
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો