સાબરકાંઠા: નિવૃત્ત ASI અને પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો, પૌત્ર અને પુત્રવધૂએ જ આપી હતી સોપારી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જ એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ધોળે દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી હિંમતનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા હત્યારાઓ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે ઘટનામાં એક કિશોર અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જ એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ધોળે દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસી આવેલા યુવકોએ ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી 35 લાખ રોકડ અને 65 તોલા સોનાના ઘરણાંની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી. ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
હિંમતનગર પોલીસે ઘટનામાં હત્યારાઓ સુધી પહોંચી જઈને તેમની ધરપકડ કરી લીધી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી હિંમતનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા હત્યારાઓ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે ઘટનામાં એક કિશોર અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
પોત્ર અને પુત્રવધુ જ હત્યારા
રામનગર વિસ્તારમાં ગત 29 એપ્રિલે ધોળે દિવસે ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. ઘટનામાં નિવૃત્ત આસીટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્શો ઘરે ધસી આવ્યા હતા અને તેઓએ દંપતીને ઘરમાંજ ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘા ઉતારી દીધા હતા. આમ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરતા હત્યા કરવામાં મૃતક દંપતીની પુત્રવધુ અને તેમનો સગીર પૌત્ર જ સામેલ હોવાનું સામે આવ્યું છે. પોત્રએ તેના મિત્રો મારફતે હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. પોલીસે 30 લાખ 30 હજાર રોકડ અને 84 લાખના સોનાના ઘરેણાં પણ હત્યારાઓ પાસેથી રિકવર કર્યા છે.
એક સગીર અને સહિત ચાર ઝડપાયા
ઘટનામાં તપાસ હાથ ધરતા સગીર પોત્રએ માતા મિત્તલકુમારી ભાટીની સાથે મળીને સગીરના મિત્રને હત્યા માટેની સોપારી આપી હતી. આ માટે 10 લાખ રુપિયાની સોપારી આપી હોવાનું કબૂલ્યું હતુ. મિત્તલકુમારીએ કબૂલાત કરતા હત્યાનો ભેદ ખોલ્યો હતો. તેની પર સાસુ સસરા ત્રાસ ગુજારતા હોવાને લઈ તેનાથી તંગ આવી જઈને હત્યા કરવાનું નક્કી કર્યું હતુ.
આ માટે પુત્રના મિત્ર હેત પટેલને સોપારી આપી હતી. આ માટે દશ લાખ રુપિયા આપવાનું નક્કી કર્યું હતુ. હેત પટેલે માણસાના લીંબોદરાના વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાની સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા દરમિયાન પુત્રવઘૂ મિત્તલકુમારી અને પૌત્રએ મૃતક મીનાકુંવરબાનું મોં દબાવી રાખ્યું હતુ.
સાબરકાંઠા: નિવૃત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યાના મામલે એક કિશોર સહિત 3 આરોપીઓ ઝડપાયા | TV9Gujarati#sabarkantha #crimenews #police #gujarat #tv9gujarati pic.twitter.com/3qSTiBlhka
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2024
ઝડપાયેલા આરોપી
- મિત્તલકુમારી વનરાજસિંહ ભાટી, પુત્રવધૂ,
- વિપુલસિંહ નાથુસિંહ વાઘેલા, .લીંબોદરા,તા. માણસા. જિલ્લો ગાંધીનગર
- હેત અતુલકુમાર પટેલ, રહે. નર્મદા બંગલો, મોદી ગ્રાઉન્ડ પાસે, હિંમતનગર
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો