સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

સાબરકાંઠા લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય ડો તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. આ બેઠક પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. પરંતુ 2009 થી ભાજપે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. જે મજબૂતાઇ પાછળની દરેક ચૂંટણીમાં વધતી ગઈ છે.

સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો
આ દિગ્ગજોની પસંદ રહી સાબરકાંઠા બેઠક
Follow Us:
| Updated on: Mar 23, 2024 | 10:56 AM

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો શરુઆતથી જ દબદબો હતો. પરંતુ હવે આ પકડ હાથમાંથી સરકી ગઇ છે. ભાજપે 2009માં બેઠકને કબ્જે કરવા માટે આકાશ પાતાળ એક કરવા સમાન જોર લગાવી દીધુ હતુ અને જેમાં સફળતા મળી હતી. આ સફળતા મેળવવા માટે હિંમતનગરના તત્કાલીન ધારાસભ્ય થી લઈને તત્કાલીન મુખ્યપ્રધાને જોર લગાવી દીધું હતું. જેના ફળસ્વરુપ મૂળીયા ઉખાડવા રુપ સફળતા મળી હોય એમ ભાજપે બેઠક પર કેસરીયો લહેરાવતો વિજય મેળવ્યો હતો.

લોકસભાની સાબરકાંઠા બેઠક પર અત્યાર સુધીમાં કોંગ્રેસે 11 વાર જીત હાંસલ કરી છે. તો ભાજપે ચાર વાર વિજય મેળવ્યો છે. પ્રથમવાર 1991માં ભાજપે રામાયણમાં રાવણનું પાત્ર ભજવીને લોકપ્રિયતા હાંસલ કરનારા અરવિંદ ત્રિવેદીને મેદાને ઉતાર્યા હતા. જે દાવ લગાવીને ભાજપે પ્રથમ વાર જીત હાંસલ કરી હતી.

પૂર્વ PM અને ગૃહપ્રધાનની બેઠક

આ બેઠક પર પ્રથમ ચૂંટણીથી જ દિગ્ગજોની નજર રહી છે. સૌ પ્રથમ સાંસદ તરીકે સાબકાંઠાની બેઠક પર ગુલઝારીલાલ નંદા ચૂંટાઇ આવ્યા હતા. તેઓ સળંગ ત્રણ ટર્મ આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા. પાકિસ્તાનના સિયાલકોટ, પંજાબમાં જન્મેલ ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થતા નંદા કાર્યકારી પીએમ રહ્યા હતા. બીજીવાર તેઓ લાલબહાદુર શાસ્ત્રીના અવસાન થવાને લઈ કાર્યકારી વડાપ્રધાન પદે રહ્યા હતા.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

સાબરકાંઠા બેઠક પરથી ત્રણ વાર ચૂંટાયેલ સાંસદ ગુલઝારીલાલ દેશના ગૃહપ્રધાન પદે રહી ચૂક્યા છે. તેઓ 1963 થી 1966 સુધી કેન્દ્રીય ગૃહપ્રધાન રહ્યા હતા. ગુલઝારીલાલ નંદાને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પજ્ઞ વિભૂષણ એનાયત થયા હતા.

સરદાર પુત્રી રહ્યા સાંસદ

દિગ્ગજોની બેઠક મનાતી સાબરકાંઠા લોકસભા બેઠક પરથી સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1973 માં કોંગ્રેસ (O) ના ઉમેદવારના રુપમાં મણીબેન પટેલ સાબરકાંઠાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પાંચ વર્ષ સાબરકાંઠાના સાંસદ રહ્યા બાદ મણીબેન પટેલ 1977 માં મહેસાણા બેઠક પરથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

નાણા મંત્રીની બેઠક રહી

એચએમ પટેલ તરીકે જાણિતા હીરુભાઈ મૂળજીભાઇ પટેલ સાબરકાંઠા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ IAS અને સંરક્ષણ સેક્રેટરી પદે રહી ચૂકેલા એચએમ પટેલ ખેડાના હતા અને તેઓ 1977 માં સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. એચએમ પટેલ કેન્દ્રીય નાણ પ્રધાન રહી ચૂક્યા હતા. સાબરકાંઠા બેઠકથી જીતીને તેઓ કેન્દ્રીય નાણા પ્રધાન પદે શપથ લીધા હતા.

આ દિગ્ગજો પણ રહ્યા ઉમેદવાર

લોકસભાની સાબરકાંઠા બેઠક પરથી સીસી દેસાઈ, અરવિંદ ત્રિવેદી (લંકેશ), નિશા ચૌધરી અને મધુસૂદન મિસ્ત્રી જેવા જાણિતા ચહેરાઓ પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નિશા ચૌધરી પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ અમરસિંહ ચૌઘરીના પત્ની હતા. તેઓ ત્રણ ટર્મ સાંસદ તરીકે સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે. તે મધુસૂદન મિસ્ત્રી બે ટર્મ સાંસદ રહ્યા છે.

આ પણ વાંચો: ‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

તો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે તેઓ સફળ રહી શક્યા નહોતા. ભાજપના દિપસિંહ રાઠોડે તેમને હાર આપી હતી. દિપસિંહ રાઠોડ 2014 અને 2019માં સળંગ બે વાર વિજયી રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">