ગુજરાતીઓ સહિતના ભારતીયો ગેરકાયદે અમેરિકા-કેનેડા જવા માગતા હતા, હવે શુ થશે ? શુ કહે છે સરકાર ?
અમેરિકા કે કેનેડા ઘૂસણખોરીના ઈરાદો હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. વિમાનમાં સવાર ભારતીયોમાંથી છ લોકોએ ફ્રાન્સના સત્તાવાળાઓ સમક્ષ આશ્રય માટે અરજી દાખલ કરી છે. નાતાલના વેકેશનમાં પણ કામ કરી રહેલા ફ્રાન્સના અધિકારીઓએ, નિકારાગુઆ જતી ફ્લાઇટમાં સવાર ગુજરાતીઓ સહીત 303 ભારતીય લોકોની પુછપરછ કરી છે. જેમાંથી બે લોકોની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
અમેરિકા કે કેનેડામાં ગેરકાયદે માનવ તસ્કરીની શંકાના આધારે અટકાવેલા વિમાનમાં સવાર ગુજરાતીઓ સહીતના ભારતીયોને વેટ્રી એરપોર્ટના એન્ટ્રન્સ હોલમાં રાખવામાં આવ્યા છે. જો કે, ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓએ ગેરકાયદેસર રીતે યુએસ અથવા કેનેડામાં ઘૂસણખોરી કરવા માટે મધ્ય અમેરિકા જવાની યોજના બનાવી હશે.
ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફરજીયાતપણે અટકાવેલ નિકારાગુઆ જતી ફ્લાઇટમાં સવાર ગુજરાતીઓ સહીત 303 ભારતીય લોકોમાં સામેલ સગીર સહિત દસ ભારતીય મુસાફરોએ આશ્રય માટે ફ્રાન્સના સત્તાવાળાઓ સમક્ષ અરજી કરી છે. રોમાનિયા સ્થિત લિજેન્ડ એરલાઈન્સનું પ્લેન પેરિસથી લગભગ 150 કિલોમીટર પૂર્વમાં વાત્રી એરપોર્ટ પર રોકી રખાયું છે. અધિકારીઓને એક ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી વિમાનને ટેકઓફ થતા રોકી દેવામાં આવ્યું હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માનવ તસ્કરી દ્વારા લોકોને લાવવામાં આવી રહ્યા છે. આ મામલે ભારત તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે, કે તે આ મામલો ઝડપથી ઉકેલાય તે માટે નાતાલના વેકેશનમાં પણ ફ્રાન્સની સરકાર કામ કરી રહી છે. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું છે કે, એરબસ A340 જેટમાં 11 સગીર લોકો સવાર છે. આમાંથી છ સગીરોએ આશ્રય માટે ફ્રાન્સ સમક્ષ અરજી કરવામાં રસ દાખવ્યો છે. જ્યારે, વિમાનમાં અટવાયેલા મુસાફરોને એરપોર્ટના પ્રવેશ હોલમાં રાખવામાં આવ્યા છે. જો કે, ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એન્ટ્રન્સ હોલ અને આસપાસની ઇમારતોના બહારના કાચને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી છે અને પોલીસે બહારના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, પ્રવાસીઓએ ગેરકાયદેસર રીતે યુએસ અથવા કેનેડામાં પ્રવેશ કરવા માટે મધ્ય અમેરિકા જવાની યોજના બનાવી હશે. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસનું કહેવું છે કે શુક્રવારથી અટકાયતમાં લેવામાં આવેલા બે મુસાફરોને 48 કલાક માટે ફરીથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓ આ સમગ્ર મામલે વિશદ માહિતી એકત્ર કરવા માટે અટકાયતમાં લેવાયેલા લોકોની પૂછપરછ પણ કરી રહ્યા છે. અધિકારીઓ જાણવા માગે છે કે, અટકાયત કરાયેલા લોકોની ભૂમિકા શું હતી અને કયા સંજોગો અને હેતુઓ હેઠળ આ વિમાન મુસાફરી યોજવામાં આવી રહી છે.
પૂછપરછ બાદ ક્રૂ મેમ્બર્સને જવા દેવાયા
અહેવાલ છે કે આ કેસની હાથ ધરાયેલ તપાસ અને પુછપરછ રવિવારના રોજ એક ન્યાયાધીશ સમક્ષ નક્કી કરવામાં આવી હતી, જે સરહદ પોલીસના અટકાયતના આદેશને આઠ દિવસ માટે લંબાવી શકે છે. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા અનુસાર, મુસાફરો અને ફ્લાઇટના ક્રૂ સભ્યોની ઓળખની તપાસ કરવામાં આવી હતી. લિલિઆના બકાયોકો, લિજેન્ડ એરલાઇન્સના વકીલ, જે એરબસ એ340નું સંચાલન કરે છે, તેમનુ કહેવું છે કે પૂછપરછ પછી, તમામ ક્રૂ સભ્યોને જવાની મંજૂરી આપવામાં આવી હતી.
વિદેશના તમામ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.