આ વર્ષે ઈસુના જન્મસ્થળે ક્રિસમસની ઉજવણી કેમ ના થઈ ?
ઈસુનો જન્મ જ્યાં થયો હતો તે વેસ્ટ બેંક શહેરની શેરીઓ નિર્જન છે. જીસસના શહેરમાં આ વર્ષે નાતાલની કોઈ ઉજવણી કરવામાં આવી નથી. જાણો કેમ આ વર્ષે પ્રભુ ઈસુના શહેરમાં શાંતિ છવાયેલ છે.
વેસ્ટ બેંક શહેરની શેરીઓ કે જ્યાં ઈસુનો જન્મ થયો હતો તે નિર્જન છે. સર્વત્ર શાંતિ છવાયેલ છે. જીસસના શહેરમાં આ વર્ષે નાતાલના અવસર પર કોઈ જ ઉજવણી કરવામાં આવી નથી. બેથલહેમ એ શહેર હતું જ્યાં દર વર્ષે ક્રિસમસ પર ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો. નાતાલની સજાવટ અને ઉજવણીઓ જોવા માટે ઘણા દેશોના પ્રવાસીઓ આ રમણીય અને વ્યસ્ત શહેરમાં આવતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ સાવ જુદી છે.
ચર્ચ ઓફ ધ નેટિવિટી દાયકાઓથી બેથલહેમ શહેરમાં મુખ્ય આકર્ષણ રહ્યું છે. ખ્રિસ્તીઓ માને છે કે આ તે સ્થાન છે, જ્યાં ભગવાન ઇસુનો જન્મ થયો હતો. આ વર્ષે અહીં પ્રવાસીઓના અભાવે દુકાનો અને રેસ્ટોરન્ટ ઉજ્જડ પડી છે. જાણો કેમ આ વર્ષે પ્રભુ ઈસુના શહેરમાં ભેંકાર જેવી સ્થિતિ છે.
ઉજવણી ન કરવાનું આ છે કારણ
આ વર્ષે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે પરિસ્થિતિ બદલી નાખી છે. હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના ગાઝા અને પેલેસ્ટાઈનના શહેરો પર હુમલો કરી રહી છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. હજુ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. હુમલાઓ સમયાંતરે થઈ રહ્યા છે.
ભગવાન ઇસુનું જન્મસ્થળ બેથલહેમ પણ આ હુમલાઓમાં બાકાત રહ્યું નથી. બેથલહેમમાં એલેક્ઝાન્ડર હોટલના માલિક જોય કહે છે કે આ શહેરની વસ્તી પ્રવાસીઓ પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે પ્રવાસીઓ અહીં આવી રહ્યા નથી. શહેરમાં ક્યાંય ક્રિસમસ ટ્રી નથી. ત્યાં કોઈ આનંદ જોવા નથી મળતો. લોકોમાં ક્રિસમસની ઉજવણી કરવાનો ઉત્સાહ નથી.
પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ?
દક્ષિણ જેરુસલેમના આ શહેરની સ્થિતિ થોડા દિવસોમાં બદલાઈ ગઈ. જોય કનાવટી કહે છે કે 7 ઓક્ટોબર પહેલા તેની હોટેલ ક્રિસમસ માટે સંપૂર્ણ બુક થઈ ગઈ હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી બધાએ બુકિંગ કેન્સલ કરાવી દીધું. અમને ઈમેલ પર એક પછી એક બુકિંગ કેન્સલ કરવાનું કહેવામાં આવ્યું. ક્રિસમસના સમયે દરરોજ રાત્રે ઓછામાં ઓછા 120 લોકો અહીં જમતા હતા અને તે હંમેશા પ્રવાસીઓ યાત્રીઓથી રેસ્ટોરન્ટ ભરેલું રહેતું હતું. સર્વત્ર ઘોંઘાટ અને ભીડ જોવા મળતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાતા બધું ખાલીખમ્મ જણાય છે.
The traditional Christmas Eve procession of the Catholic Patriarch of Jerusalem to Bethlehem. Usually celebratory and accompanied by Christmas carols. This year it was silent and local Palestinian Christians carried banners supporting Gaza and calling for ceasefire pic.twitter.com/v8B1FuFDbB
— Ghanem Nuseibeh (@gnuseibeh) December 24, 2023
જેરુસલેમના જુદા જુદા વિસ્તારોમાં કૂચ કાઢવામાં આવી રહી છે. આ કૂચમાં, સ્થાનિક પેલેસ્ટિનિયન ખ્રિસ્તીઓ ગાઝાને સમર્થન આપનારા અને યુદ્ધવિરામની હાકલ કરતા બેનરો લઈને જોવા મળે છે. તેઓ કહે છે કે યુદ્ધ બંધ કરો. કૂચમાં સૌથી વધુ સંખ્યામાં બાળકો હોય છે, જેમના હાથમાં રહેલા બેનર પર લખેલું હોય છે કે અમને મૃત્યુ નહીં, જીવન જોઈએ છે.
વિદેશના તમામ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.