આખરે 4 દિવસ બાદ ફ્રાન્સથી મુંબઈ પહોચ્યું ભારતીયો સાથેનુ વિમાન, ગયા હતા 303, પાછા ફર્યા 276…બાકીના 27 ભારતીયો ક્યાં ?

માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં રોકી રખાયેલ વિમાન, આખરે ચાર દિવસ બાદ આજે મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું. ભારતીય મુસાફરો સાથેના વિમાનને પેરિસ નજીક વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ માટે રોકી દેવામાં આવ્યું હતું.

આખરે 4 દિવસ બાદ ફ્રાન્સથી મુંબઈ પહોચ્યું ભારતીયો સાથેનુ વિમાન, ગયા હતા 303, પાછા ફર્યા 276...બાકીના 27 ભારતીયો ક્યાં ?
Finally after 4 days plane with Indians reached Mumbai from France
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2023 | 7:33 AM

માનવ તસ્કરીની આશંકાથી પેરિસ નજીક વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ સુધી રોકી રખાયેલ વિમાન આખરે આજે મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું. અગાઉ આ પ્લેન સોમવારે બપોરે મુંબઈ પહોંચવાનું હતું, પરંતુ તે મોડું થયું. એવું કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં સવાર 50 મુસાફરો પાછા ફરવા માંગતા નથી કારણ કે તેઓએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી છે. બાદમાં કેટલાક મુસાફરોને છોડીને વિમાન મુંબઈ માટે રવાના થયું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા.

રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના આ પ્લેનમાં દુબઈથી ઉડ્યું ત્યારે તેમા 303 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. પ્લેન દુબઈથી નિકારાગુઆ માટે રવાના થયું હતું અને ઈંધણ ભરવા માટે ગુરુવારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ દરમિયાન ફ્રાંસના અધિકારીઓને માહિતી મળી હતી કે, લેન્ડ થયેલા વિમાનમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, તેથી પ્લેનને ટેકઓફ કરતા ફ્રાન્સના સત્તાવાળાઓએ અટકાવ્યું હતું. રવિવારે એરપોર્ટ પરિસરમાં જ ચાર ન્યાયાધીશોએ મુસાફરોની પૂછપરછ કરી હતી. આ પછી, રવિવારે જ, ફ્રેન્ચ અધિકારીઓએ આ A340 એરક્રાફ્ટને ફરી મુસાફરી શરૂ કરવા દેવાની મંજૂરી આપી.

ફ્રેન્ચ મીડિયાએ, ગઈકાલ સોમવારે અહેવાલ આપ્યો હતો કે કેટલાક પ્રવાસીઓ મધ્ય અમેરિકામાં નિકારાગુઆની તેમની યાત્રા ચાલુ રાખવા માગે છે. બે મુસાફરોને પેસેન્જરની મંજૂરી મળી ન હતી અને તેઓ ચાર્જનો સામનો કરી શકે છે. ફ્રેન્ચ મીડિયાએ જણાવ્યું હતું કે તમામ મુસાફરો કે જેઓ પોલીસ કસ્ટડીમાં નથી અને આશ્રય માટે અરજી કરી નથી તેઓ પરત જવાની અપેક્ષા રાખે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

11 ભારતીય સગીર, જેમના માતા-પિતા તેમની સાથે નથી

300 ભારતીયોમાં 21 મહિનાનું બાળક અને 11 ભારતીય સગીરોનો સમાવેશ થાય છે, જેઓ તેમના માતા-પિતા સાથે નથી. જજોની પૂછપરછ દરમિયાન કેટલાક લોકો હિન્દીમાં વાત કરી રહ્યા હતા અને કેટલાક લોકો તમિલ ભાષામાં વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં દક્ષિણ ભારતના લોકો પણ સવાર હતા.

એરપોર્ટ પર જ ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ હતી

ફ્રાન્સે તમામ લોકો માટે એરપોર્ટ પર જ રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. બાળકોના શિક્ષણ માટે શિક્ષકો રાખવામાં આવ્યા હતા. ભારતીય અધિકારીઓ દરરોજ તેમને અહીં મળતા હતા. જ્યારે, ફ્રાન્સે ફ્લાઇટનું સંચાલન કરતા ખાનગી જેટના ક્રૂ મેમ્બર્સની પણ પૂછપરછ કરી હતી. આ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

એરલાઈન્સ આરોપો નકાર્યા

એરલાઈનના વકીલે માનવ તસ્કરીમાં કોઈની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. અહેવાલો અનુસાર, પ્રવાસીઓએ મધ્ય અમેરિકાના નિકારાગુઆ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસ અથવા કેનેડામાં પ્રવેશવાની યોજના બનાવી હશે. મળેલી બાતમીના આધારે આ વિમાનને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યું હતું.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">