વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, વંદે ભારત એક્સપ્રેસથી આ રીતે છે અલગ
દેશના અનેક મેટ્રો શહેરોમાં મેટ્રો નેટવર્ક દિવસેને દિવસે વિસ્તરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન દેશમાં લોકપ્રિય બની છે. હવે વંદે ભારત મેટ્રોને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. કેવી છે આ મેટ્રો અને શું છે તેની વિશેષતાઓ ? તે અંગે આ લેખમાં જાણો.
15 ફેબ્રુઆરી 2019 એ તારીખ હતી જ્યારે વર્ષોની આતુરતાનો અંત આવ્યો હતો અને વંદે ભારત એક્સપ્રેસ પ્રથમ વખત સરેરાશ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે સરકાર વંદે ભારત ટ્રેનની જેમ મેટ્રો પણ લાવશે. ત્યારથી દેશના કરોડો મુસાફરોના મનમાં સવાલ હતો કે વંદે ભારત મેટ્રો ક્યારે શરૂ થશે.
દેશના અનેક મેટ્રો શહેરોમાં મેટ્રો નેટવર્ક દિવસેને દિવસે વિસ્તરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન દેશમાં લોકપ્રિય બની છે. હવે વંદે ભારત મેટ્રોને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. કેવી છે આ મેટ્રો અને શું છે તેની વિશેષતાઓ ? તે અંગે આ લેખમાં જાણો.
મેટ્રો ક્યાં તૈયાર થઈ રહી છે ?
વંદે ભારત મેટ્રોને લઈને લોકોમાં ઉત્સુકતા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમ્પેક્ટ મોડલ સામે આવ્યું છે, જેને પંજાબના કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલી વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન જુલાઈ 2024થી શરૂ થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેથી યાત્રીઓને માત્ર આરામદાયક સુવિધા જ નહીં મળે, પરંતુ તેમને ખૂબ જ વ્યાજબી કિંમતે ઝડપી મુસાફરીનો અનુભવ પણ મળશે. આ મેટ્રો ઈન્ટર સિટી અને ઈન્ટ્રા સિટી વચ્ચે દોડશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વંદે ભારત મેટ્રોનું પરીક્ષણ જુલાઈ 2024થી કરવામાં આવશે. અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મેટ્રો વહેલી તકે મુસાફરોની સેવા માટે ઉપલબ્ધ થશે.
વંદે મેટ્રો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમ્પેક્ટ મોડલ છે. આ મેટ્રોનો ઉપયોગ એક શહેર કે બે શહેરમાં દરરોજ લાગતો સમય ઘટાડવા માટે કરવામાં આવશે. તે માટે તેની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ મેટ્રો 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. મેટ્રો નેટવર્ક દેશના લગભગ 124 શહેરોને 100-125 કિલોમીટરના અંતરે જોડશે.
શું હશે આ મેટ્રોની ખાસિયત ?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેટ્રોમાં એક અનોખા કોચની ગોઠવણી છે. ચાર કોચ એક યુનિટ તરીકે કામ કરશે. મેટ્રો ટ્રેનમાં ઓછામાં ઓછા 12 કોચ હશે. વંદે મેટ્રો 12 કોચથી શરૂ થશે. મુસાફરોના પ્રતિભાવ, ભીડ અને માંગના આધારે આ સંખ્યા વધારીને 16 કોચ કરી શકાય છે. આ મેટ્રો ટૂંકા સમયમાં લાંબા અંતરને કવર કરશે. હવે ટ્રાયલ રનમાં વંદે ભારત મેટ્રોનું પરફોર્મન્સ જોવામાં આવશે. ત્યાર બાદ આ મેટ્રો દેશભરમાં શરૂ કરવામાં આવશે.