ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે શું છે ખાસ ? કૃષિને લગતા કર્યા એકથી એક મોટા વાયદા, જાણો અહીં
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના કુલ 23 મુદ્દા સામેલ કરવામાં આવ્યા છે. 'મોદીની ગેરંટી'માં ખેડૂતો સાથે સંબંધિત ચાર ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નફાકારક ખેતી, મજબૂત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિયારણ, ખાતર અને સાધનોની ઉપલબ્ધતા અને અન્ય કૃષિ સંબંધિત ક્ષેત્રોનો વિકાસ સામેલ છે.
ભાજપે મોદીની ગેરંટી નામનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જેમાં ખેડૂતો, ગરીબો, યુવાનો, મહિલાઓ સહિત દરેક ક્ષેત્રના લોકો માટે વિશેષ ગેરંટીઓ આપવામાં આવી છે. જાહેર કરાયેલ આ સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે વિશેષ ગેરંટી આપવામાં આવી છે.
ભાજપના ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે કે ‘ખેડૂતોનું સન્માન અને સશક્તિકરણ અમારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. અમે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને PM કિસાન સન્માન યોજના હેઠળ સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ, પાક વીમો, બિયારણની સરળ ઉપલબ્ધતા અને નાણાંકીય સહાય જેવી વિવિધ નીતિઓ પૂરી પાડીને સશક્તિકરણ કર્યું છે. અમે MPCમાં પણ સતત વધારો કર્યો છે. ભાજપે કહ્યું ખેડૂત પરિવારોની આવક વધારવા માટે આગળ કામ કરીશું. ભાજપે ખેડૂતોને કુલ 23 વચનો આપ્યા છે, ત્યારે ચાલો જાણીએ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે શું છે
ખેડૂતો માટે મોદીની મોટી ગેરંટી
- પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડશે
- પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવી પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરશે
- મુખ્ય પાકો માટે MSPમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સમયમર્યાદામાં MSP વધારવાનું ચાલુ રાખીશું.
- કઠોળમાં તૂવેરની દાળ, અડદ, મસૂર, મગ અને ચણા અને ખાદ્ય તેલ જેમ કે સરસવ, સોયાબીન, તલ અને મગફળીના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાને સમૃદ્ધ બનાવશે
- શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવશે આ ઉપરાંત, ડુંગળી, ટામેટા, બટાકા વગેરે જેવી આવશ્યક શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે. આ ક્લસ્ટરોમાં સંગ્રહ અને વિતરણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
- ભારતને વિશ્વના ન્યુટ્રી-હબ તરીકે સ્થાપિત કરશે. અમે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની સફળતાના આધારે ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા માટે બાજરીને પ્રોત્સાહન આપવામાં આવશે
- બાજરીને વિશ્વમાં ઓળખ અપાવી છે. હવે અમે બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરાશે.નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે
- પ્રાકૃતિક ખેતી પર એક રાષ્ટ્રીય મિશન શરૂ કરાશે, જે હેઠળ અમે નફાકારક ખેતી, પર્યાવરણ સુરક્ષા વગેરે સુનિશ્ચિત કરશે.
- પાક વૈવિધ્યકરણ તેમજ વાજબી ભાવ સપોર્ટને પ્રોત્સાહન આ સાથે કૃષિ પર્યાવરણને અનુકૂળ અને નફાકારક બનાવવા માટે પાક વૈવિધ્યકરણને વધુ વિસ્તૃત કરાશે
- કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંકલિત યોજનાઓ જેમ કે સંગ્રહ સુવિધાઓ, સિંચાઈ, ગ્રેડિંગ અને વર્ગીકરણ એકમો, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને ફૂડ પ્રોસેસિંગના સંકલિત અમલીકરણ માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરશે
- પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ ક્ષમતામાં 25.5 લાખ હેક્ટરનો વધારો કર્યો છે.કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન માટે ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ સાથે સિંચાઈ ક્ષમતાઓને વિસ્તૃત કરશે
- ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ PACS માં પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા વિકસાવશે. ગ્રાઇન્ડીંગ, સોર્ટિંગ, પ્રોસેસિંગ અને પેકિંગ જેવી સુવિધાઓથી પૂર્ણ કરશે.
- જંતુનાશકોનો ઉપયોગ, સિંચાઈ, જમીનની તંદુરસ્તી, હવામાનની આગાહી જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરશે.
- કૃષિમાં માહિતીની અસમપ્રમાણતાને દૂર કરવા અને ખેડૂત કેન્દ્રિત સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકસાવશે
- અત્યાર સુધીમાં 25,000 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ સ્થાપ્યા છે. હવે કૃષિ મશીનરી અને સાધનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતા કસ્ટમ હાયરિંગ સેન્ટરની સંખ્યા બમણી કરશે
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)નું વિસ્તરણ કરશે. ખેડૂતોને ડિજિટલ સોલ્યુશન્સ આપવા માટે અમે KVK ને અપગ્રેડ કર્યું . હવે, અમે કૌશલ્ય વિકાસ માટે તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને વન-સ્ટોપ કેન્દ્રોમાં અપગ્રેડ કરશે
- પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું વિસ્તરણ કરવા વન સ્ટોપ કેન્દ્રો તરીકે સ્થાપિત કર્યા છે.પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોના નેટવર્કને વધુ વિસ્તૃત કરશે.
- ખેડૂતોને સારી ક્ષમતા ધરાવતા કુદરતી બિયારણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને જેનો ઉપયોગ બદલાતા વાતાવરણમાં થઈ શકે છે.
- ખેતીની જમીનને ફળદ્રુપ રાખવામાં નેનો યુરિયા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. અમે તેના ઉપયોગને વધુ વિસ્તૃત કરશે
- ડેરી સહકારી મંડળીઓનું વિસ્તરણ કરશે આગામી પાંચ વર્ષમાં ચારા બેંકો, દૂધ પરીક્ષણ પ્રયોગશાળાઓ, બલ્ક મિલ્ક કૂલર અને દૂધ પ્રોસેસિંગ સુવિધાઓ સાથે ગામડાઓમાં ડેરી સહકારી મંડળીઓનું નેટવર્ક વિસ્તારશે
- ઉત્પાદકતા વધારવા અને તેમની આનુવંશિક વિવિધતાને જાળવવા માટે મૂળ પ્રાણીઓની પ્રજાતિઓ અને સ્થળાંતરનું સંરક્ષણ કરશે.
- ફુટ એન્ડ માઉથ ડિસીઝ (FMD) ને અટકાવવા અને રસીકરણ અભિયાન દ્વારા બ્રુસેલોસિસને પણ નિયંત્રિત કરાશે
- સહકારી સંસ્થાઓને મજબૂત, કાર્યક્ષમ, પારદર્શક, તકનીકી રીતે સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સહકારી નીતિનો અમલ કરશે
આ પણ વાંચો: રામ મંદિરની થીમ પર ઘરે બેઠા ખરીદો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો શું છે કિંમત અને ક્યાંથી ખરીદશો