'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' આવતા મહિનાની પહેલી તારીખે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે. સંજય લીલા ભણસાલીનું અત્યાર સુધીનું સૌથી ભવ્ય કામ આ વેબ સિરીઝમાં જોવા મળશે.
હીરામંડી ધ ડાયમંડ બજાર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જેની રિલીઝને લઈ હવે થોડા જ દિવસો બાકી છે. આ વેબ સીરિઝ એક મેના રોજ 8 એપિસોડમાં રિલીઝ કરવામાં આવશે. જે 190 દેશમાં રિલીઝ થશે.
ફિલ્મના લેખક અને નિર્દેશક સંજય લીલા ભણસાલી પહેલી વખત વેબ સીરિઝ લઈને આવી રહ્યા છે. પોતાની ફિલ્મની જેમ વેબ સિરીઝ ડેબ્યુ કરશે. આ વેબ સીરિઝમાં 6થી વધુ અભિનેત્રીઓ જોવા મળશે. આ સીરિઝને જોવા માટે હવે સૌ કોઈ આતુર છે.
હાલમાં સંજય લીલા ભણસાલીએ હીરામંડી ધ ડાયમંડ બજાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કરી છે. તેમણે કહ્યું કે, આ મારા જીવનનો સૌથી મોટો સેટ છે. 'હીરામંડી'ની સ્ટોરીમાં (મનીષા કોઈરાલા) અને ફરીદાન (સોનાક્ષી સિંહા) જેવા સ્ટાર કલાકારો જોવા મળશે.
રિપોર્ટ મુજબ સેટનું નિર્માણ 700 કારીગરોએ 210 દિવસ સુધી કામ કર્યું છે. 200 કરોડમાં બનેલી હીરામંડીના સેટ 3 એકરમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ સીરિઝ 1 મેના રોજ રિલીઝ થશે.